Vastu Upay: સિંક નીચે આ વસ્તુઓથી રાખવાથી આર્થિક નુકસાન થવાની શક્યતા, ઘરમાં વધી શકે છે નકારાત્મક ઉર્જા
- Vastu Upay: રસોડું ઘરની સૌથી મહત્વની જગ્યા છે.
- રસોડું પરિવારના સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલું છે.
- રસોડામાં સિંક નીચે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ
Vastu Upay: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડું ઘરના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે. તે માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી, પરંતુ પરિવારના સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. તેથી રસોડામાં વસ્તુઓ કેવી રીતે અને ક્યાં રાખવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર જગ્યા બચાવવા માટે લોકો સિંક નીચે વિવિધ વસ્તુઓ રાખી દે છે, પરંતુ વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ અહીં રાખવી અશુભ માનવામાં આવે છે.
Vastu Upay: આ વસ્તુઓ ભૂલથી પણ સિંક નીચે ન રાખો
1. કચરાપેટી
સિંક પાણીના તત્વ સાથે જોડાયેલ છે અને પાણીના દેવ તરીકે વરુણ દેવનો ઉલ્લેખ થાય છે. સિંક નીચે કચરાપેટી રાખવાથી પાણીનું તત્વ પ્રદૂષિત થાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. દુર્ગંધ અને ગંદકી માનસિક તણાવ તથા અનાવશ્યક ખર્ચ વધારી શકે છે.
ઉપાય: કચરાપેટી હંમેશા રસોડાના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રાખો.
2. સાવરણી
વાસ્તુ અનુસાર સિંક પાણીનું પ્રતીક છે જ્યારે સાવરણી પૃથ્વી તત્વનું પ્રતીક છે. આ બંને તત્વો વિરોધી માનવામાં આવે છે. સિંક નીચે સાવરણી રાખવાથી આર્થિક મુશ્કેલીઓ અને ગરીબીનું કારણ બની શકે છે.
ઉપાય: સાવરણીને હંમેશા છુપાવી રાખો અને બહારના લોકોની નજરથી દૂર રાખો.
3. ગંદા વાસણો
રાત્રે ગંદા વાસણો સિંકમાં કે નીચે રાખવું અશુભ માનવામાં આવે છે. તે જંતુઓ અને નકારાત્મક ઊર્જાને આકર્ષે છે, જેના કારણે ઘરમાં તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.
ઉપાય : સૂતા પહેલા વાસણો ધોઈ લો. જો શક્ય ન હોય તો વાસણો પર પાણી રેડી દો જેથી ગંદકી ચોંટે નહીં.
4. ફિનાઇલ કે એસિડ ન રાખો
ઘણા લોકો સિંક નીચે હાર્પિક, ફિનાઇલ અથવા કપડા ધોવાનો સાબુ રાખે છે. વાસ્તુ અનુસાર, ખાદ્ય પદાર્થોની નજીક હાનિકારક રસાયણો રાખવું યોગ્ય નથી. તે ઘરમાં નકારાત્મકતા વધારી શકે છે.
ઉપાય: આ પ્રકારના રસાયણો અલગ કેબિનેટમાં અથવા ઊંચી જગ્યાએ રાખો.
5. નકામી પ્લાસ્ટિક બેગ
સિંક નીચે પ્લાસ્ટિક બેગનો ઢગલો એકઠો કરવાથી ગંદકી અને અવ્યવસ્થા વધે છે. વાસ્તુ મુજબ આ સમૃદ્ધિમાં અવરોધ ઉભો કરી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓ લાવી શકે છે.
ઉપાય : પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. જરૂરી હોય તો બેગને એક જ થેલીમાં ગોઠવીને ઊંચી જગ્યાએ સંગ્રહિત કરો.
આ પણ વાંચો ------- Mahakaleshwar Ujjain : આરતીમાં ભાગ લેવાની પ્રક્રિયા સરળ બનાવાઇ
ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.


