Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વૈશાખી તહેવારના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર

દર વર્ષે મેષ સંક્રાંતિ પર વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં આજે એટલે કે 13 એપ્રિલના રોજ વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને ખાસ કરીને શીખ સંપ્રદાય માટે સંપ, સુખ અને સમૃદ્ધિનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે.
વૈશાખી તહેવારના મર્મ  મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર
Advertisement
  • વૈશાખી પર ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી
  • વૈશાખીને શીખ સંપ્રદાય માટે સંપ, સુખ અને સમૃદ્ધિનું મુખ્ય પરિબળ ગણવામાં આવે છે
  • ખેડૂતો આજના દિવસે નવા પાકની લણણીની ખુશી ઉજવે છે

Ahmedabad: વૈશાખીના તહેવારને ઉત્તર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે ખેતી સાથે સંબંધિત છે કારણ કે આજના પાવન દિવસે નવા પાકની લણણીની ખુશી ઉજવવામાં આવે છે. શીખ સમુદાય માટે વૈશાખીનો તહેવાર ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી.

મેષ સંક્રાંતિ એટલે વૈશાખી

વૈશાખીને સામાન્ય રીતે મેષ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ માત્ર ખેડૂતો માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ શીખો માટે પણ એક ઐતિહાસિક અને ધાર્મિક દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. વૈશાખી ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતા દર્શાવતો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દર વર્ષે મેષ સંક્રાંતિ પર વૈશાખી ઉજવવામાં આવે છે. જે સામાન્ય રીતે 13 કે 14 એપ્રિલના રોજ આવે છે. આ વર્ષે વૈશાખી 13 એપ્રિલે ઉજવવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ  Rashifal 13 April 2025: આજે આ રાશિઓ માટે લકી દિવસ, વસુમતી યોગથી થશે મોટા ફાયદો

Advertisement

ખેડૂતો માટે મહત્વપૂર્ણ

ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતના ખેડૂતો ખેતીને માત્ર અર્થોપાર્જનનું સાધન ગણતા નથી પરંતુ એક પૂજા-અર્ચના માને છે. વર્ષમાં મેષ સંક્રાંતિના દિવસે ખેડૂતો નવા પાકની લણણી કરે છે. તેથી આજના દિવસે સવારે ધરતીપૂજા કર્યા બાદ ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિવિધ વાનગીઓને પીરસવામાં આવે છે, એકમેકને વૈશાખીની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. આજના દિવસે કુટુંબ અને પરિવારના લોકો સાથે મળીને પ્રેમથી જમે છે.

શીખ ધર્મ માટે વિશેષ માહાત્મ્ય

શીખ ધર્મના અનુયાયીઓ માટે વૈશાખીનો તહેવાર વિશેષ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ દિવસે ગુરુજીએ તમામ જાતિ ભેદભાવનો અંત લાવીને એકતાનો સંદેશ આપ્યો હતો. ગુરુ ગોવિંદ સિંહજીના નેતૃત્વમાં ખાલસા પંથની સ્થાપનાએ સમાજને એક કરવા માટે મહત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે. વૈશાખીના પર શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાઓમાં પ્રાર્થના કરે છે. આ દિવસે ખાસ કરીને ગુરુદ્વારાઓમાં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. નગર કીર્તન પણ કરવામાં આવે છે. શીખો ગુરુએ દર્શાવેલા માર્ગને અનુસરવાનો અને ધર્મમાં તેમની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવવાનો અવસર માને છે.

આ પણ વાંચોઃ અસામાજિક તત્વોના ત્રાસથી હટાવાયેલી હનુમાનજીની મૂર્તિને Devbhoomi Dwarka Police એ પુનઃસ્થાપિત કરી

Tags :
Advertisement

.

×