Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Lord Shiva : મહાદેવને પ્રસન્ન કરવા માટે આટલી ખાસ કાળજી રાખો !

Lord Shiva, શિવજીને પ્રસન્ન કરવા માટે તેમના વાહન નંદીજીના પૂજનનું અનેરૂ મહત્વ છે, માન્યતા અનુસાર, કોઈપણ શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે, તમને સૌથી પહેલા નંદીજી મહારાજ દેખાય છે. તેમને સૌ પ્રથમ જળ અર્પણ કરો, ત્યારબાદ, તેમને ચંદનનું તિલક લગાવો અને ફૂલો, બીલના પાન અને ફળો અર્પણ કરો. પછી, ભગવાન શિવનું ધ્યાન કરીને, નંદીના કાનમાં તમારી ઇચ્છાઓ જણાવો.
lord shiva   મહાદેવને પ્રસન્ન કરવા માટે આટલી ખાસ કાળજી રાખો
Advertisement
  • Nandi Pujan નું અનોખું મહત્વ, મહાદેવ પહેલા પોઠિયા પૂજાય
  • માન્યતાઓમાં આ વાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે
  • કાનમાં વાત કહેવાની પ્રથાએ ઘણા લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી

Lord Shiva :: હિન્દુ માન્યતા અનુસાર, સોમવાર ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ જ કારણ છે કે, ભગવાન શિવના ભક્તો આ દિવસે દેવોના દેવ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવ મંદિરોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, શિવના આશીર્વાદ માટે તેમના ગણ, નંદીની પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ? હિન્દુ માન્યતા અનુસાર, જેમ ભગવાન રામની પૂજામાં હનુમાનની પૂજા મહત્વપૂર્ણ છે, તેમ શિવ પૂજામાં નંદીની પૂજા પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાત શિવના એક નામ નંદીશ્વર છે, તે નોંના થકી સમજી શકાય છે.

Lord Shiva,  ખાસ બાબતો નોંધી લો

મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂજામાં સ્વચ્છતા, સાત્વિકતા અને ભક્તિભાવ અત્યંત મહત્વના છે. જળ કે પંચામૃતથી અભિષેક કરતી વખતે શાંત મન, બીલીપત્ર, સફેદ ફૂલ, અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. અભિષેક માટે તાંબાને બદલે ચાંદી કે પીતળના પાત્રનો ઉપયોગ કરો અને અક્ષત (ચોખા) તૂટેલા ન હોવા જોઈએ.

Advertisement

Advertisement

આ પણ વાંચો ---------- Chaitra Amavasya ની તારીખ અને શુભમુહૂર્ત જાણીલો, એક જ ક્લિકમાં

Lord Shiva, 7 દિવસ સતત પૂજનનું મહત્વ

હિન્દુ માન્યતા અનુસાર, કોઈપણ શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે, તમને સૌથી પહેલા નંદીજી મહારાજ દેખાય છે. તેમને સૌ પ્રથમ જળ અર્પણ કરો, ત્યારબાદ, તેમને ચંદનનું તિલક લગાવો અને ફૂલો, બીલના પાન અને ફળો અર્પણ કરો. પછી, ભગવાન શિવનું ધ્યાન કરીને, નંદીના કાનમાં તમારી ઇચ્છાઓ જણાવો. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ સતત સાત દિવસ સુધી નંદી પૂજા વિધિ કરનારાઓની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ કરે છે.

ઝેરનો કેટલોક ભાગ જમીન પર પડ્યો

હિન્દુ માન્યતા અનુસાર, શિવ મંદિરમાં કરવામાં આવતી કોઈપણ પૂજા અધૂરી રહે છે, જ્યાં સુધી તમે ભગવાન શિવના પ્રિય દેવતા નંદીની પૂજા ન કરો. એવું માનવામાં આવે છે કે, જ્યારે ભગવાન શિવે હળાહળ ઝેર પીધું, ત્યારે તેનો કેટલોક ભાગ જમીન પર પડ્યો, જે તેમના પ્રખર ભક્ત નંદીએ ચાટ્યો હતો. નંદીની ભક્તિ જોઈને મહાદેવે તેમને વરદાન આપ્યું. ભક્તોએ ભગવાન શિવની પૂજા કરતા પહેલા તેમની મુલાકાત લેવી જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ.

આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો :

  • નંદીની પૂજા કર્યા પછી હંમેશા તેમની ઇચ્છાઓ તેમના કાનમાં સંભળાવો.
  • તમારે ભગવાન નંદીના કાનમાં ખૂબ જ ધીમેથી તમારી ઇચ્છાઓ સંભળાવવી જોઈએ, જેથી કોઈ બીજું સાંભળી ન શકે.
  • હિન્દુ માન્યતા અનુસાર, નંદીના કાનમાં ક્યારેય બીજા કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ નહીં. બીજા માટે ખરાબ પરિણામ ઈચ્છવાને બદલે, હંમેશા પોતાના માટે શુભકામનાઓ કરવી જોઈએ. 

આ પણ વાંચો --------- Nandi Puja : જાણો શિવ મંદિરમાં નંદીના કાનમાં મનોકામના કહેવાનું શું છે ધાર્મિક મહત્વ

Tags :
Advertisement

.

×