ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maha kumbh 2025: પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભનો પ્રારંભ, જુઓ PHOTOS

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ પ્રથમ સ્નાન સાથે જ મહાકુંભની શરૂઆત ત્રિવેણી સંગમમાં ભક્તોની ભારે ભીડ Maha kumbh 2025: આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh 2025) નો પ્રારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમા(Paush Purnim snan)ના પ્રથમ સ્નાન...
09:23 AM Jan 13, 2025 IST | Hiren Dave
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ પ્રથમ સ્નાન સાથે જ મહાકુંભની શરૂઆત ત્રિવેણી સંગમમાં ભક્તોની ભારે ભીડ Maha kumbh 2025: આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh 2025) નો પ્રારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમા(Paush Purnim snan)ના પ્રથમ સ્નાન...
Paush Purnim snan

Maha kumbh 2025: આજથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh 2025) નો પ્રારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમા(Paush Purnim snan)ના પ્રથમ સ્નાન સાથે જ મહાકુંભની શરૂઆત થઈ છે. ગઈકાલે મોડીરાતથી જ ભક્તોએ મેલા વિસ્તારમાં પ્રવેશવાની શરૂઆત કરી દીધી હતી અને વહેલી સવાર સુધીમાં સંગમ પર ભારે ભીડ જામી ગઈ હતી.

 

જય ગંગા મૈયાના નાદ વચ્ચે સ્નાનની શરૂઆત

સોમવારથી જ સંગમ ક્ષેત્રમાં મહિનાભરમાં કલ્પવાસનો પ્રારંભ થઈ ગયો છે. હર હર ગંગે અને જય ગંગા મૈયાના નાદ વચ્ચે સ્નાનની શરૂઆત થઈ અને વહેલી સવારે સંગમ સ્નાનાર્થીઓથી ભરાઈ ગયું હતું. આ શુભ અવસરે યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક્સ પર પોસ્ટ કરીને પૌષ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રી યોગીએ શું કહ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, પોષ પૂર્ણિમાની શુભકામનાઓ. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો 'મહાકુંભ' નો આજથી પવિત્ર નગરી પ્રયાગરાજમાં શુભારંભ થયો છે. શ્રદ્ધા અને આધુનિકતાના સંગમ પર ધ્યાન અને પવિત્ર સ્નાન માટે વિવિધતામાં એકતાનો અનુભવ કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, કલ્પવાસીઓ, ભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે.

આ પણ  વાંચો-Maha Kumbh:હાડ થીજવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, પહેલા દિવસે જનમેદની
મા ગંગા તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે. મહાકુંભ પ્રયાગરાજના ઉદ્ઘાટન અને પ્રથમ સ્નાન માટે શુભકામનાઓ. સનાતન ગૌરવ-મહાકુંભ મહોત્સવ.

આ પણ  વાંચો-પ્રયાગરાજની ભૂમિ પર સનાતનનો ઉત્સવ, સંતોનો મેળાવડો, આધ્યાત્મિકતા અને આસ્થાની ડૂબકી

રાજ્યના મુખ્ય સચિવની કુંભ મેળા પર બાજ નજર

મહાકુંભનું એક મહત્વ એ પણ છે કે જે સ્થળે તે યોજાઇ રહ્યો છે ત્યાં એક કામચલાઉ મોટુ નગર ઉભુ કરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે ૫૫ પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે.

આ પણ  વાંચો-Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓ ભારતીય સંત પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ

45000 પોલીસ જવાનો તૈનાત કરાયા

સુરક્ષા માટે 45000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહાકુંભમાં 13 અખાડા ભાગ લઇ રહ્યા છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગવામાં આવી છે. ચાર રસ્તા પર કળશ મુકવામાં આવ્યા છે. આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઇ રહી

મહાકુંભમાં સ્નાન કરવા માટે વિશ્વભરમાંથી ભક્તો અહીં આવ્યા છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવતા ભક્તો સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે.

 

આ ઉપરાંત, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો, યુવાનો અને બાળકો સહિત તમામ વર્ગના ભક્તો અહીં સ્નાન કરવા માટે આવ્યા છે. તસવીરમાં એક વૃદ્ધ મહિલા પૂજા કરતી જોવા મળી રહી છે.

મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અહીં સુરક્ષા કર્મચારીઓ 24 કલાક દરેક ગતિવિધિ પર નજર રાખે છે.

Tags :
cm yogi in prayagrajGujarat FirstHiren daveKumbh MelaKumbh Mela 2025Maha Kumbh 2025MahakumbhPaush Purnim snanPaush PurnimaPrayagrajUp NewsUttar PradeshUttar Pradesh newsકુંભ મેળોપૌષ પૂર્ણિમાપ્રયાગરાજમહા કુંભ 2025મહાકુંભ
Next Article