ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maha Kumbh : સંસ્કૃતિપ્રેમી , સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ

કુંભનો મેળો એટલે સાધુ-સંતો, નાગાબાવા અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જમેલો એવું ન સમજશો
10:47 AM Jan 30, 2025 IST | Kanu Jani
કુંભનો મેળો એટલે સાધુ-સંતો, નાગાબાવા અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જમેલો એવું ન સમજશો

Maha Kumbh - સનાતન વૈદિક હિન્દુ ધર્મ આ પૃથ્વી ઉપરનો સૌથી જૂનો અને સૌથી ઉદાર ધર્મ છે. હિન્દુ ધર્મનું મહાતીર્થ પ્રયાગરાજ આજે આખા વિશ્વમાં મહા કુંભમેળાને કારણે ચર્ચાનો વિષય છે.

Maha Kumbh કુંભમેળો દર બાર વરસે આવે પણ મહા કુંભમેળો ૧૨ x ૧૨ = ૧૪૪ વરસે આવે . ૨૦૨૫માં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલી રહેલો મહાકુંભ આપણી હૈયાતીમાં ભરાયો એ આપણા સૌનું સૌભાગ્ય ગણાય. એટલે જ આ મહામેળામાં દેશ-પરદેશથી લાખો હિન્દુઓ શ્રદ્ધાનું ઘોડાપુર લઈને આવી રહ્યા છે.

કુંભનો મેળો એટલે સાધુ-સંતો, નાગાબાવા અને અલ્પશિક્ષિત શ્રદ્ધાળુઓનો જમેલો એવું ન સમજશો કારણ આ મહાકુંભમાં વિધવિધ ક્ષેત્રનાં વિશ્વવિખ્યાત લોકો, પ્રબુદ્ધ નાગરિકો અને અબજોપતિ હિન્દુઓ પણ પોતાના પદ ,પૈસો અને પ્રસિદ્ધિ ભૂલીને માત્ર શ્રદ્ધા અને ભક્તિથી સામાન્ય માણસો સાથે સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

ચાલીસ હજારની રીટર્ન ટિકિટ હોવા છતાં એકપણ ફલાઈટમાં જગ્યા નથી એ શું બતાવે છે ? આ મુફલિસ , બેકાર અને અંધશ્રદ્ધાળુઓનો મેળો નથી. આ સંસ્કૃતિપ્રેમી , સંસ્કારી અને સામાજિક સનાતનીઓનો મહાસંગમ છે.

આ દોઢ મહિનામાં ભારત બહારથી લગભગ ૧૦ કરોડ લોકો પધારશે એમાં ભારતના મળીને કુલ ચાલીસ કરોડ જેટલાં શ્રદ્ધાળુઓ આવશે એવો અંદાજ છે. પ્રથમ પંદર દિવસમાં ૧૧ કરોડ લોકો આવી ગયા છે.

પ્રથમ દિવસે દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. ૨૯ જાન્યુઆરીના દિવસે મૌની અમાવસ્યાનાં અમૃત સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી તે દિવસે ૩.૬૧ કરોડ લોકોએ સ્નાન કર્યુ છે. એટલે જ ગોરાં-કાળાં સહીત આખું જગત આજે અચરજથી ફાટી આંખે આ મહામેળાને જોઈ રહ્યું છે.

જગતના ઇતિહાસમાં કોઈ એક જગ્યાએ કોઈ એક જ ધર્મના મહોત્સવમાં આટલી મોટી સંખ્યામાં મનુષ્યો ભેગાં થયા હોય તેવી પૃથ્વી ઉપરની આ સૌપ્રથમ ઘટના છે. એ માટે દરેક હિન્દુની છાતી ગજગજ ફૂલવી જોઇએ. જો ન ફૂલે તો માનજો તમે હિન્દુ નથી.

આ [ન વાંચો- Prayagraj: મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો

Tags :
maha kumbh
Next Article