Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાધ્વી બનવા 'Mahakumbh' આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું ? Gujarat First સાથે ખાસ વાતચીત

ડિઝા શર્માએ જણાવ્યું કે, પહેલા તેઓ એર હોસ્ટેસ હતા પરંતુ હવે તેમને મહાકુંભમાં આવી દીક્ષા લઈ સાધ્વી બનવાનું નક્કિ કર્યું છે.
સાધ્વી બનવા  mahakumbh  આવેલી ડિઝાને ગુરુજીએ શું કહ્યું   gujarat first સાથે ખાસ વાતચીત
Advertisement
  1. Gujarat First નું 'મહાકુંભથી મહાકવરેજ'
  2. સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  3. અમદાવાદની ડિઝા શર્મા સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
  4. મારી ઇચ્છા હતી કે હું સાધ્વી બનું : ડિઝા શર્મા

ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં 'મહાકુંભ' નું આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાકુંભનો 13 મો દિવસ છે. ત્યારે, દર્શકો માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) અલગ-અલગ ટીમ પણ 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh Mahakavrej) માટે પ્રયાગરાજ પહોંચી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટનાં રિપોર્ટર રીમા દોશીએ અમદાવાદનાં ડિઝા શર્મા (Diza Sharma) સાથે ખાસ વાતચીત કરી હતી, જે પહેલા એર હોસ્ટેસ હતા અને હવે તેમને મહાકુંભમાં આવી દીક્ષા લઈ સાધ્વી બનવાનું નક્કિ કર્યું છે.

મહાકુંભમાં અમદાવાદની પૂર્વ એર હોસ્ટેસ ડિઝા શર્મા સાથે ખાસ વાતચીત

પ્રયાગરાજમાં (Prayagraj) 'મહાકુંભ' મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 13 જાન્યુઆરી, 2025 થી શરૂ થયો છે અને 26 ફેબ્રુઆરી, 2025 નાં રોજ સમાપ્ત થશે. આ મહાકુંભમાં દૂર-દૂરથી સાધુ-સંતો, મહંતો પધારી રહ્યા છે. સાથે કરોડોની સંખ્યામાં દૈનિક ધોરણે શ્રદ્ધાળું પણ આવી રહ્યા છે. ત્યારે આ 'મહાકુંભથી મહાકવરેજ' કરવા માટે ગુજરાત ફર્સ્ટની અલગ-અલગ ટીમ પણ પ્રયાગરાજ પહોંચી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રયાગરાજ આવેલ અમદાવાદનાં (Ahmedabad) ડિઝા શર્મા સાથે ખાત વાતચીત કરી હતી. ડિઝા શર્માએ જણાવ્યું કે, પહેલા તેઓ એર હોસ્ટેસ હતા પરંતુ હવે તેમને મહાકુંભમાં આવી દીક્ષા લઈ સાધ્વી બનવાનું નક્કિ કર્યું છે.

Advertisement

આ પણ વાંચો - Prayagraj Mahakumbh: મેળા વિસ્તારના પાર્કિંગમાં 2 વાહનો બળી ગયા, ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો

Advertisement

દરેક વ્યક્તિ પોતાની અંદર શાંતિની અપેક્ષા કરે છે : ડિઝા શર્મા

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં ડિઝા શર્માએ જણાવ્યું કે, મહાકુંભમાં આવવા પહેલા જ મેં નક્કિ કર્યું હતું કે હું સાધ્વી બનીશ. પરંતુ, અહીં 2-3 ગુરુજીને મળ્યા બાદ તેમને કહ્યું કે આ તારી ઉંમર નથી. કારણ કે સાધ્વી બનતા પહેલા અને પછી ઘણો ત્યાગ કરવો પડે છે. સાધના કરવી પડે. જો કે, હવે હું ધીમે ધીમે એ તરફ આગળ વધી રહી છું. અને મને આશા છે કે હું સાધ્વી બનીશ પરંતુ આ ભગવાન પર નિર્ભર છે. તેમણે કહ્યું કે, ઘણું બધું હોવા છતાં ઘણી વખત લોકો અંદરથી ખુશ હોતા નથી. કારણ કે, દરેક વ્યક્તિ પોતાની અંદર શાંતિની અપેક્ષા કરે છે.

આ પણ વાંચો - Mamta Kulkarni Controversy: મહામંડલેશ્વર બનવા માટે મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાને કેમ પસંદ કર્યો?

મમ્મીનાં અવસાન બાદ એકલતા અનુભવી રહી હતી'

સાધ્વી બનવાનો વિચાર કેમ આવ્યો ? તે અંગે પૂછતા ડિઝા શર્માએ જણાવ્યું કે, મારા મમ્મીનું ઓગસ્ટ મહિનામાં અવસાન થયું હતું. ત્યાર બાદ હું ખૂબ જ એકલતા અનુભવી રહી હતી. મારા નજીકનાં લોકો, મિત્રોએ ઘણો પ્રયાસ કર્યો કે હું ડિપ્રેશનમાં આવી જાઉ. મેં પણ મારી જાતને મજબૂત રાખી અને પરિસ્થિતિઓનો સામનો કર્યો. દરમિયાન, હું આધ્યાત્મ તરફ વળી. મે ઘણાં ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. હવે હું સાધ્વી બનવાનાં માર્ગ પર આગળ વધી રહી છું. જો ભગવાનની ઇચ્છા હશે તો તે પણ શક્ય બનશે.

આ પણ વાંચો - જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન

Tags :
Advertisement

.

×