મહાકુંભમાં આવ્યા 'ચાય વાલે બાબા', 40 વર્ષથી નથી કંઈ ખાધું, નથી કશું બોલ્યા!
- Mahakumbh 13 ફેબ્રુઆરી 2025 થી થશે શરૂ
- મહાકુંભમાં જોવા મળશે સાધુ, સંતો અને વિશેષ મહેમાનો
- મહાકુંભમાં જોવા મળ્યા ચાય વાલે બાબા
- 40 વર્ષથી મૌન અને માત્ર ચા પર જીવન
- UPSC વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક: ચાય વાલે બાબા
- પ્રતાપગઢના 'ચાય વાલે બાબા': 40 વર્ષથી મૌન
Mahakumbh 2025 : વિશ્વનો સૌથી મોટો ધાર્મિક તહેવાર એટલે મહાકુંભ, 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર માટે ઉત્તર પ્રદેશની યોગી સરકાર તૈયારીઓમાં વ્યસ્ત છે. હાલમાં, મહાકુંભ (Mahakumbh) પર ચર્ચાઓ દુનિયાભરમાં ચાલી રહી છે. આ મહાકુંભનું મહત્વ વધુ છે, કારણ કે અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ છે. ત્યારે આ મહાકુંભમાં પ્રતાપગઢના એક એવા બાબા ચર્ચામાં જોવા મળી રહ્યા છે, જેમને લોકો 'ચાય વાલે બાબા' તરીકે ઓળખે છે.
ચાય વાલે બાબા
પ્રતાપગઢના આ આજકાલ, ધાર્મિક મેળામાં જોવા મળી રહ્યા છે. આ બાબાની ખાસ વાત એ છે કે, તેઓ છેલ્લા 40 વર્ષથી તેમણું કઇ ખાધું નથી અને તેઓ મૌન પણ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, તેઓ માત્ર ચા પીને જીવી રહ્યા છે. ANIના અહેવાલ મુજબ, આ બાબા દરરોજ 10 કપ ચા પીને જીવે છે. આ બાબા એ 40 વર્ષ પહેલા મૌન અને ખોરાક ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના માટે આ અવસ્થામાં જીવવું અને નિયમિત ચા પીવું એ જ તેમની જીવનશૈલી છે. આ બાબા વિશે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બાબાએ UPSCના વિદ્યાર્થીઓને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
વિદ્યાર્થીઓ દ્વારા માહિતી
તેમના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, "હું મહારાજજી સાથે 5 વર્ષથી જોડાયેલો છું. અમે તેમના અનુયાયીઓ છીએ અને તેઓ અમને UPSC માટે માર્ગદર્શન આપતા રહે છે." આ વિદ્યાર્થીએ વધુમાં કહ્યું કે, "ભાષા માત્ર એક માધ્યમ છે, જે લેખિત અથવા મૌખિક હોઈ શકે છે. ગુરુજી મૌન રહે છે, પરંતુ અમે તેમના હાવભાવ અને વોટ્સએપ સંદેશાઓ દ્વારા તેમના જવાબો મેળવી લઇએ છીએ."
મહાકુંભ વિશે વધુ માહિતી
જણાવી દઈએ કે, મહાકુંભ (Mahakumbh) 12 વર્ષમાં એકવાર આયોજિત થાય છે. પ્રયાગરાજનું મહાકુંભ વધુ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે, અને પ્રથમ શાહી સ્નાન 14 મીએ થશે. આ દિવસે નાગા સાધુઓ પ્રથમ સ્નાન કરશે, અને ત્યારબાદ સામાન્ય લોકો સ્નાન કરી શકશે.
આ પણ વાંચો : Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ