Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025 : મહાકુંભમાં બનશે ચાર મોટા વર્લ્ડ રેકોર્ડ

Mahakumbh 2025 વિશ્વનો સૌથી મોટો મેળો પહેલાથી જ બની ચુક્યો છે
mahakumbh 2025   મહાકુંભમાં બનશે ચાર મોટા વર્લ્ડ રેકોર્ડ
Advertisement

Mahakumbh 2025: પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. માઘી પૂર્ણિમાના સ્નાન સાથે હવે મહાકુંભમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી શરૂ થઈ ચુકી છે. આ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની (guinness world record) ટીમ પણ પહોંચી ચુકી છે. તંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement

અત્યાર સુધીમાં 48 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યા છે. જેને લઈ તે વિશ્વનો સૌથી મોટો મેળો પહેલાથી જ બની ચુક્યો છે. તંત્ર દ્વારા પહેલાથી જાહેર ચાર વર્લ્ડ રેકોર્ડ બનાવવાની યોજના પર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારથી તેની શરૂઆત થશે.

Advertisement

મહાકુંભમાં ક્યા બનશે  મોટા રેકોર્ડ

14 ફેબ્રુઆરી (વેલેન્ટાઈન ડે)ના રોજ સંગમ વિસ્તારમાંથી 15 હજાર સફાઈ કર્મચારી એક સાથે ગંગા તટ પર 10 કિમી લાંબી સફાઈ કરશે. કુંભ 2019માં 10 હજાર સફાઇ કર્મચારીઓ એક સાથે ઝાડુ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો. અહીં પોતાનો જ રેકોર્ડ તૂટશે.

Advertisement

15 ફેબ્રુઆરી 300 કર્મચારી નદીમાં ઉતરીને સફાઇ અભિયાન હાથ ધરશે.

16 ફેબ્રઆરીએ ત્રિવેણી માર્ગ પર 1000 ઈ રિક્ષા ચલાવવાનો રેકોર્ડ પણ બનશે.

પ્રયાગરાજમાં બન્યો દુનિયાનો સૌથી મોટો અને લાંબા ટ્રાફિક જામનો રેકોર્ડ

Mahakumbh 2025-મેળા અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું કે, ચાર રેકોર્ડ બનાવાની તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ પહોંચી ચુકી છે. તેમની દેખરેખમાં પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

કુંભ 2019માં બન્યા હતા ત્રણ વર્લ્ડ રેકોર્ડ

2019ના કુંભ મેળામાં ત્રણ રેકોર્ડ બન્યા હતા. જેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. 500થી વધુ શટલ બસ દોડાવીને સૌથી મોટી પરિવહન વ્યવસ્થાનો રેકોર્ડ બન્યો હતો. બીજો રેકોર્ડ 10,000 સફાઈ કર્મીઓની લઇને સૌથી મોટા સ્વચ્છતા અભિયાનનો હતો. ત્રીજો 7500 લોકોની હેન્ડ પ્રિન્ટ લેવાનો હતો.

આ પણ વાંચો- Mahakumbh : આજે ભક્તોની સંખ્યા 50 કરોડને પાર કરી શકે છે, મહાશિવરાત્રી પર રેકોર્ડ તૂટશે

Tags :
Advertisement

.

×