Mahakumbh : ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો અદભૂત સાક્ષાત્કાર! જુઓ Video
- ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી પવિત્ર સંગમ વિહાર અર્થે (Mahakumbh)
- ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો સાક્ષાત્કાર
- ગંગા-યમુના-સરસ્વતીનાં સંગમથી વિશેષ સંવાદ
- મહાકુંભથી સનાતન સંવાદ સીધા ત્રિવેણી સંગમથી
પ્રયાગરાજમાં (Prayagraj) યોજાઈ રહેલા 'મહાકુંભ' માં (Mahakumbh) વિશ્વનાં વિવિધ દેશોમાંથી લોકો પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ગંગાજળમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મહાકુંભનાં લાઇવ દ્રશ્યો દર્શકો સુધી પહોંચે તે માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First ) વિવિધ ટીમો પણ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ટીમ ત્રિવેણી સંગમ પહોંચી હતી, જ્યાં પવિત્ર ગંગાજળનો સાક્ષાત્કાર કર્યો છે.
આ પણ વાંચો -Mahakumbh: કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે: મહંત સૌરવગીરી
ગંગા-યમુના-સરસ્વતીના સંગમથી વિશેષ સંવાદ
ગુજરાત ફર્સ્ટની ટીમે (Gujarat First) ગંગા-યમુના-સરસ્વતીનાં સંગમથી વિશેષ સંવાદ કર્યો. બોટમાં બેસીને ત્રિવેણી સંગમથી મહાકુંભનો અદ્દભૂત નજારો ગુજરાત ફર્સ્ટનાં કેમેરામાં કેદ થયો છે. ત્રિવેણી સંગમ પર એ સ્થળેથી શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી જ્યાં અમૃત સ્નાન થાય છે. ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી લોકોએ ધન્યતા અનુભવી. લોકોએ સરકારની વ્યવસ્થાઓને પણ બિરદાવી છે. મહાકુંભમાં રહેવાની, ભોજન, ટ્રાન્સપોર્ટ અને સુરક્ષા અંગેની વ્યવસ્થાને જોઈ ત્યાં આવતા લોકો વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો -અભિનેતા Aamir Khan એકતાનગર પહોંચ્યા, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા નિહાળી અભિભૂત થયા
ત્રિવેણી સંગમ પર એ સ્થળેથી ચર્ચા જ્યાં થાય છે અમૃત સ્નાન
ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) તેમના કેબિનેટ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર નદીનાં પાણીને લઈને કેટલાક લોકોએ સવાલ ઊઠાવ્યા હતા. પરંતુ, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્રિવેણી સંગમ (Triveni Sangam) અને એ સ્થળે પહોંચી જ્યાં અમૃત સ્નાન થયા છે તો ત્યાં નદીનું પાણી એકદમ સાફ અને સ્વચ્છ જોવા મળ્યું. આ સાથે જ્યાં ત્રણ પવિત્ર નદીનો સંગમ છે ત્યાં પણ સુરક્ષા જડબેસલાક જોવા મળી છે.
આ પણ વાંચો -Mahakumbh: પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્ર સેવા કરતા સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ખાસ વાતચીત