ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbhમાં જતાં પહેલા ખાસ વાંચી લો, ગુજરાતીઓ માટે મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરાઈ છે ખાસ વ્યવસ્થા

Mauni Amavasya: મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા (Mauni Amavasya) પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે.
11:51 AM Jan 28, 2025 IST | VIMAL PRAJAPATI
Mauni Amavasya: મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા (Mauni Amavasya) પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે.
Mauni Amavasya
  1. બુધવારે આવતી અમાસ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાય
  2. આ બુધવારે આવતી મૌની અમાવાસ્યા ખગોળીય દ્રષ્ટિએ પણ મહત્વની
  3. ગુજરાતીઓ માટે મહાકુંભમાં કરાઈ છે આવી ખાસ વ્યવસ્થા

Mauni Amavasya: મહાકુંભના સૌથી મોટા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યા (Mauni Amavasya) પર અમૃત પાનની ઈચ્છા સાથે સંગમની પવિત્ર ભૂમિ પર કરોડો શ્રદ્ધાળુ ઉમટી પડશે. મૌની અમાવસ્યા માટે આજે રાત્રે 8 વાગ્યાથી મહાસ્નાનની શરૂઆત થશે. લગભગ 12 કિલોમીટ વિસ્તારનાં બનાવેલા તમામ 44 ઘાટ પર સ્નાન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અખાડાઓનું ભવ્ય સ્નાન બુધવારે સવારે શરૂ થશે. પરંતુ જો ગુજરાતથી ગયેલા લોકોને આ સ્નાન કરવું હોય તો ક્યાં જવાનું રહેશ? વાંચો આ અહેવાલ..

ગુજરાત સહિત આ રાજ્યોના લોકો માટે તૈયાર કરાયો અરૈલ ઘાટ

જો તમે મહાકુંભ (Mahakumbh)માં જઈને પવિત્ર મનાતા મૌની અમાવસ્યા (Mauni Amavasya)નું અમૃત સ્થાન કરવા ઇચ્છી રહ્યાં છે તો તમારે આ વાત ખાસ ધ્યાને રાખવીની છે. કે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ઘાટની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના શ્રદ્ધાળુઓ માટે અરૈલમાં ખાસ સ્નાનઘાટ બનાવાયો છે. અહીં તમને તમામ સુવિધાઓ મળી રહેવાની છે. ખાસ આ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોના શ્રદ્ધાળુઓ માટે આ અરૈલ ઘાટ બનાવવો છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે.

આ પણ વાંચો: Mahakumbh 2025: ગુજરાત ફર્સ્ટની વૃંદાવનથી આવેલ Anil Krishna Shastri સાથે સીધી વાત

આ મૌની અમાવાસ્યા ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની

નોંધનીય છે કે, સામાન્ય સંજોગોમાં પણ બુધવારે આવતી અમાસ ધાર્મિક કર્મકાંડની દ્રષ્ટિએ વિશિષ્ટ ગણાય છે. જ્યારે આવતીકાલે બુધવારે આવતી મૌની અમાવાસ્યા (Mauni Amavasya) ખગોળીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વની છે. જેથી પ્રયાગરાજમાં જોઈ મહાકુંભમાં આ મૌની અમાવસ્યા પર ગંગા સ્નાન કરવાથી અનેક પુણ્ય મળવાના છે. આ અમૃત સ્નાન મહાકુંભનું પહેલું અમૃત સ્નાન હતું, જે 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજું અમૃત સ્નાન મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવશે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં મૌની અમાસનું વિશેષ મહત્વ રહેલું છે.

આ પણ વાંચો: અખિલ ભારતીય શ્રીરામાનુજ વૈષ્ણવના મહામંત્રી Dr. Kaushelendraji સાથે ગુજરાત ફર્સ્ટની...

શું તમે જાણો છો મૌની અમાવસ્યા ક્યારે છે?

હિંદૂ કેલેન્ડર પ્રમાણે વાત કરવામાં આવે તો, માઘ મહિનાના નવા ચંદ્રના દિવસને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. જ્યારે આ વખતે માઘ મહિનાની અમાસ તિથિ 28 જાન્યુઆરીએ એટલે કે આજે સાંજે 7:35 વાગ્યાથી શરૂ થઈ જવાની છે. મૌની અમાવસ્યા તારીખ 29 જાન્યુઆરીએ સાંજે 6:05 વાગ્યે સમાપ્ત થશે. તો પછી આજે રાત્રેથી જ મૌની અમાવસ્યાનું સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની જનમેદની પ્રયાગરાજ પહોંચી જવાની છે.

આ પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભમાં આવેલા યોગી Arpit Maharaj સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
gujarat first in MahakumbhGujaratisMahakumbhMahakumbh Mela 2025Mahakumbh-2025Mauni Amavasyamauni amavasya 2025 datemauni amavasya 2025 date and timeMauni Amavasya bathingmauni amavasya date and timeMauni Amavasya NewsprayagarajPrayagrajPrayagraj MahakumbhPrayagraj Mahakumbh MelaPrayagraj Mahakumbh Mela 2025Prayagraj MelaReligions ParliamentSanatan Boardspecial arrangementsvivek bhatt in MahakumbhWhat is Mauni AmavasyaWhy Mauni Amavasyaખાસ વ્યવસ્થાગુજરાતીઓમહાકુંભમૌની અમાવસ્યામૌની અમાવસ્યા શા માટેમૌની અમાવસ્યા શું છેમૌની અમાવસ્યા સમાચારમૌની અમાવસ્યા સ્નાન
Next Article