Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahashivratri 2026 : પ્રયાગરાજમાં લાખો ભક્તોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી

Mahashivratri 2026 ના દિવસે પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે, રાતથી જ ભક્તો ઘાટ પર આવવા લાગ્યા હતા. ભજન, પ્રાર્થના અને મંત્રોના અવાજો આખા શહેરમાં ગુંજી રહ્યા હતા. અંતિમ દિવસે સ્નાનમાં મોટી ભીડ જોવા મળી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવાર મોડી રાતથી ભક્તો મેળા વિસ્તારમાં આવી રહ્યા છે, અને ગંગામાં સ્નાન કરી રહ્યા છે
mahashivratri 2026   પ્રયાગરાજમાં લાખો ભક્તોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી
Advertisement
  • Mahashivratri 2026 ના દિવસે પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું
  • સવાર સુધીમાં જ લાખો શ્રદ્ધાળુઓએ સંગમ ઘાટ પર ડૂબકી લગાવી
  • લોકોના આગમનને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી દેવાઇ

Mahashivratri 2026 : રવિવારે, મહાશિવરાત્રીના અવસરે, પ્રયાગરાજના સંગમ ઘાટ (Prayagraj - Sangam Ghat) પર આશરે 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ માઘ મેળાનો છેલ્લો સ્નાન ઉત્સવ છે. રાતથી જ ભક્તો ઘાટ પર આવવા લાગ્યા હતા. ભજન, પ્રાર્થના અને મંત્રોના અવાજો આખા શહેરમાં ગુંજી રહ્યા હતા. દર વર્ષની જેમ, અંતિમ સ્નાન દિવસે પણ મોટી ભીડ જોવા મળી હતી. ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવાર મોડી રાતથી ભક્તો મેળા વિસ્તારમાં આવી રહ્યા છે, અને ગંગામાં સ્નાન કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધીમાં 21 લાખ શ્રદ્ધાળુઓ ગંગા અને સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે.

Tags :
Advertisement

.

×