મેષ રાશિ (Aries) : આર્થિક સ્થિતિમાં સુધારાના યોગ
મંગળનું ગોચર મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે લાભદાયક રહી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેવા માટે સમય અનુકૂળ બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મેનેજમેન્ટ સ્કિલ્સની પ્રશંસા થશે અને અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે. જોકે, ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. પરિવાર સાથે વાતચીતમાં સંતુલન જાળવો અને ગુસ્સા પર કાબૂ રાખો. સ્વાસ્થ્યમાં ગળા સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહો.
ઉપાય: મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
વૃષભ રાશિ (Taurus) : આત્મવિશ્વાસ વધશે, સફળતાની તકો મળશે
મંગળ વૃષભ રાશિમાં જ ગોચર કરશે, જેના કારણે આ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ અને ઊર્જાનો વધારો જોવા મળી શકે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં નવી જવાબદારીઓ મળી શકે છે. લીડરશિપ ક્ષમતા વધશે. જોકે સ્વાસ્થ્યમાં ખાસ કરીને બ્લડ પ્રેશર અંગે સાવધાની રાખવી જરૂરી છે.
ઉપાય: મંગળવારે હનુમાનજીને ગોળ-ચણાનો ભોગ લગાવો.
મિથુન રાશિ (Gemini) : ધીરજ રાખવાનો સમય
મિથુન રાશિના જાતકો માટે આ સમય ધીરજથી આગળ વધવાનો રહેશે. લાંબી મુસાફરી અને બિનજરૂરી ખર્ચ ટાળવા સલાહ આપવામાં આવે છે. વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે. જોકે વાણીમાં નમ્રતા રાખવી અને વિવાદોથી દૂર રહેવું ફાયદાકારક રહેશે.
ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો અને ફળનો પ્રસાદ વહેંચો.
કર્ક રાશિ (Cancer) : ધનલાભ અને પ્રગતિના યોગ
કર્ક રાશિના જાતકો માટે મંગળનું ગોચર શુભ પરિણામ આપી શકે છે. આર્થિક લાભની તકો મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. મહેનત અને સકારાત્મક વિચાર સફળતા અપાવશે.
ઉપાય: નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો.
સિંહ રાશિ (Leo) : નેતૃત્વ ક્ષમતા વધશે
સિંહ રાશિના લોકો માટે મંગળનું ગોચર આત્મવિશ્વાસ વધારનારું રહેશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે. તમારી લીડરશિપ સ્કિલ્સમાં વધારો થશે, પરંતુ અહંકાર અને ગુસ્સાથી બચવું જરૂરી રહેશે.
ઉપાય: મંગળવારે હનુમાનજીને બૂંદીનો પ્રસાદ અર્પણ કરો.
કન્યા રાશિ (Virgo) : કારકિર્દીમાં સફળતા મળશે
કન્યા રાશિના લોકો માટે આ સમય શિક્ષણ, નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામ આપી શકે છે. ધનલાભના યોગ બની શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. જોકે આરોગ્ય માટે ખાણીપીણીનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
ઉપાય: મંગળવારે ફળનો ભોગ લગાવી પ્રસાદ વહેંચો.
તુલા રાશિ (Libra) : નિર્ણય લેવામાં સાવધાની રાખો
તુલા રાશિના જાતકોને આ સમય દરમિયાન ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. નોકરી બદલવા અથવા લોન લેવા પહેલાં વિચાર કરવો. સંબંધોમાં સંતુલન જાળવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું લાભદાયક રહેશે.
ઉપાય: મંગળવારે ગોળ-ચણાનો પ્રસાદ અર્પણ કરો.
વૃશ્ચિક રાશિ (Scorpio) : આર્થિક સ્થિતિ મજબૂત થશે
વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળનું ગોચર સકારાત્મક પરિણામ આપી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સંબંધોમાં સમજદારી રાખવી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો અને લાલ મીઠાઈનો પ્રસાદ આપો.
ધનુ રાશિ (Sagittarius) : સાવધાનીથી કામ કરો
ધનુ રાશિના લોકો માટે આ સમય દરમિયાન સાવચેતી રાખવી જરૂરી રહેશે. વિવાદો અને શત્રુઓથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહી શકે છે. સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.
ઉપાય: હનુમાનજીને સિંદૂર અને ફળ અર્પણ કરો.
મકર રાશિ (Capricorn) : કરિયરમાં પ્રગતિના યોગ
મકર રાશિના લોકો માટે મંગળ ગોચર કારકિર્દીમાં સફળતા લાવી શકે છે. અટકેલા કામ પૂર્ણ થશે અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
ઉપાય: મંગળવારે લાલ મીઠાઈનો પ્રસાદ વહેંચો.
કુંભ રાશિ (Aquarius) : પ્રોપર્ટીના કામમાં સફળતા
કુંભ રાશિના લોકો માટે પ્રોપર્ટી સંબંધિત કામોમાં લાભ મળી શકે છે. પરિવારની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
ઉપાય: દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
મીન રાશિ (Pisces) : પરાક્રમ અને ધનલાભ વધશે
મીન રાશિના જાતકો માટે મંગળનું ગોચર ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારનારું બની શકે છે. ધનલાભના યોગ બની શકે છે.અટકેલા કામ પૂર્ણ થશે, પરંતુ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળવું.
ઉપાય: મંગળવારે ગોળ-ચણાનો પ્રસાદ વહેંચો.
આ પણ વાંચો : Future Predection: 7 ભવિષ્યવેત્તા કે જે નોસ્ટ્રાડેમસને પણ આપે છે ટક્કર, આગાહીઓ સાંભળીને દંગ રહી જશો!