Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mercury Transit 2026 : શું તમે છે ભાગ્યશાળી? મેષમાં બુધનું ગોચર આ પાંચ રાશિઓને કરાવશે બમ્પર ધનલાભ

Mercury Transit 2026: આગામી 30 એપ્રિલ 2026ના રોજ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુદ્ધિ અને સંવાદના દેવતાનું આ રાશિ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધનુ અને કુંભ રાશિના જાતકો માટે સુવર્ણ અવસર લઈને આવશે. આ ગોચરથી આર્થિક લાભ, આત્મવિશ્વાસમાં વધારો અને કરિયરમાં નવી સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.
mercury transit 2026   શું તમે છે ભાગ્યશાળી  મેષમાં બુધનું ગોચર આ પાંચ રાશિઓને કરાવશે બમ્પર ધનલાભ
Advertisement
  • 30 એપ્રિલ 2026 ના રોજ બુધનું રાશિ પરિવર્તન
  • 5 ભાગ્યશાળી રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર
  • મેષ અને મિથુન રાશિના જાતકોને થશે આર્થિક લાભ
  • સંવાદ અને નિર્ણય શક્તિમાં થશે ધરખમ વધારો
  • રોકાયેલા કાર્યોમાં આવશે અણધારી ગતિa

Mercury Transit 2026 : જ્યોતિષીય ગણતરી મુજબ, બુધ ગ્રહનું ગોચર (Mercury Transit) દરેક વ્યક્તિની વિચારવાની પદ્ધતિ અને સંવાદ શૈલી પર ઊંડી અસર કરે છે. 30 એપ્રિલથી બુધના મેષ રાશિમાં પ્રવેશ સાથે જ કેટલીક રાશિઓ માટે રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે.

મેષ રાશિ

બુધ તમારી જ રાશિમાં ગોચર (Mercury Transit) કરી રહ્યો હોવાથી આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે.

Advertisement

Five lucky zodiac signs for Mercury Transit 2026.

Advertisement

મિથુન રાશિ

તમારી રાશિના સ્વામી અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે આર્થિક પ્રગતિ (Financial Growth) ના સંકેત આપે છે. જૂનું અટકેલું ધન પાછું મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. મિત્રોનો પૂરો સહયોગ મળશે.

સિંહ રાશિ

નવમા ભાવમાં બુધનું ભ્રમણ ભાગ્યમાં વૃદ્ધિ કરાવશે. ઉચ્ચ શિક્ષણ (Higher Education) સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનરૂપ સાબિત થશે. વેપાર અર્થે કરેલી મુસાફરી સફળ રહેશે.

Astrological remedies for planet Mercury transit.

ધનુ રાશિ

પાંચમા ભાવમાં બુધનું ગોચર તમારી સર્જનાત્મકતા (Creativity) માં વધારો કરશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે.

કુંભ રાશિ

ત્રીજા ભાવમાં બુધનું ગોચર તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. માર્કેટિંગ (Marketing) અને લેખન ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી ઓળખ અને પ્રશંસા મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Disclaimer: આ ખબરમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રની જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : Self-Realization : પ્રકૃતિનો પ્રચંડ અરીસો: આપણે કેટલા વામણા?

Tags :
Advertisement

.

×