માત્ર CM Vijay જ નહીં, મુઘલ બાદશાહો પણ હતા જ્યોતિષના દીવાના: હુમાયુ તો કપડાં પણ પૂછીને પહેરતા!
- અકબરનો જન્મ રોકવા માટે જ્યોતિષીએ કર્યા હતા પ્રયાસ
- શુભ મુહૂર્ત સાચવવા હમીદા બાનોને ડરાવવામાં આવ્યા હતા
- હુમાયુ દિવસના ગ્રહો મુજબ પહેરતા હતા રંગીન વસ્ત્રો
- બગદાદ શહેરનો પાયો પણ જ્યોતિષીય સમય જોઈને નખાયો હતો
- રાજકારણમાં જ્યોતિષનો પ્રભાવ સદીઓ જૂનો હોવાનો ખુલાસો
Astrology and Politics : ભારતીય રાજકારણમાં જ્યોતિષ અને સત્તાનો સંબંધ ઘણો જૂનો છે. તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજય (Tamil Nadu CM Vijay) દ્વારા જ્યોતિષી રાધાન પંડિતને મુખ્યમંત્રી આવાસમાં સ્થાન આપવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, જ્યોતિષ વિદ્યા પ્રત્યેનો આ લગાવ માત્ર આજના નેતાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુઘલકાળમાં પણ બાદશાહો જ્યોતિષ પર અતૂટ વિશ્વાસ ધરાવતા હતા.
મુઘલ બાદશાહો અને જ્યોતિષનો અતૂટ સંબંધ
મુઘલ ઇતિહાસમાં જ્યોતિષનું મહત્ત્વ એટલું હતું કે બાદશાહ અકબરનો જન્મ (Birth of Akbar) પણ શુભ મુહૂર્ત સાચવવા માટે રોકવાના પ્રયાસો થયા હતા. હુમાયુ જ્યારે સિંધના રણમાં ભટકી રહ્યા હતા, ત્યારે તેમની પત્ની હમીદા બાનો બેગમ ગર્ભવતી હતા. હુમાયુએ તેમના અંગત જ્યોતિષી મૌલાના ચાંદને પત્ની પાસે રાખ્યા હતા જેથી બાળકનો જન્મ ચોક્કસ કયા મુહૂર્તમાં થાય છે તેની નોંધ રાખી શકાય.
અકબરનામામાં કરાયો છે ઉલ્લેખ
જ્યારે પ્રસૂતિની પીડા શરૂ થઈ ત્યારે મૌલાના ચાંદને સમજાયું કે જો અત્યારે જન્મ થશે તો અશુભ યોગ છે, પરંતુ થોડીવાર પછી હજારો વર્ષમાં એકવાર આવતો દુર્લભ સંયોગ બનવાનો હતો. અકબરનામા (Akbarnama) મુજબ, જ્યોતિષીએ ભયાનક દૃશ્યો સર્જીને હમીદા બાનોને ડરાવ્યા જેથી પીડા થોડીવાર રોકાઈ જાય. આખરે શુભ મુહૂર્ત આવતા રાત્રે 1:06 વાગ્યે અકબરનો જન્મ થયો. જ્યોતિષીએ આગાહી કરી હતી કે આ છોકરો લાંબુ શાસન કરશે, જે ઇતિહાસમાં સાચું સાબિત થયું.
હુમાયુનો જ્યોતિષ પ્રત્યેનો શોખ
હુમાયુ જ્યોતિષ અને ગ્રહ-નક્ષત્રોના એટલા શોખીન હતા કે તેઓ દિવસ પ્રમાણે વસ્ત્રો પહેરતા હતા. તેઓ રવિવારે પીળા અને સોમવારે લીલા વસ્ત્રો પહેરતા હતા. ઇતિહાસકાર બેન્સન બોબ્રિકના પુસ્તક 'કેલિફ્સ સ્પ્લેન્ડર' (Caliph’s Splendor) મુજબ, બગદાદ જેવા મોટા શહેરોનો પાયો પણ જ્યોતિષીય ગણતરી બાદ જ નાખવામાં આવ્યો હતો. આમ, સત્તા અને જ્યોતિષનું ગઠબંધન સદીઓ જૂનું છે.
આ પણ વાંચો : Shani Jayanti Remedies 2026 : શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ 3 મહાઉપાય, સાડાસાતી અને ઢૈય્યામાંથી મળશે મુક્તિ


