Navratri 2026 : માતા દુર્ગાની સવારી આપી રહી છે રાજકીય ઉથલપાથલ અને રોગચાળાના સંકેત
શારદીય નવરાત્રિ-2026 માં માતા દુર્ગાનું હાથી પર આગમન ભક્તો માટે કલ્યાણકારી અને શુભ સંકેત આપે છે, પરંતુ મંગળવારે મરઘા પર માતાજીની વિદાય કેવા અશુભ સંકેતો લાવશે?
Advertisement
Navratri 2026 : શારદીય નવરાત્રિ-2026 માં માતા દુર્ગાનું હાથી પર આગમન ભક્તો માટે કલ્યાણકારી અને શુભ સંકેત આપે છે, પરંતુ મંગળવારે મરઘા પર માતાજીની વિદાય કેવા અશુભ સંકેતો લાવશે?
Navratri 2026 :ભારતીય સંસ્કૃતિ(Indian culture)માં નવરાત્રિનું પર્વ શક્તિની આરાધના, આસ્થા અને ભક્તિનું મહાપર્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા અલગ-અલગ વાહનો પર બિરાજમાન થઈને પૃથ્વી પર પધારે છે અને નવ દિવસના રોકાણ બાદ વિદાય લે છે. હિન્દુ પંચાંગ અને દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિની શરૂઆત અને સમાપનના વાર પ્રમાણે માતાજીના વાહનો નક્કી થાય છે, જેનો સીધો પ્રભાવ પ્રકૃતિ, દેશની રાજકીય સ્થિતિ અને માનવજીવન પર પડે છે. વર્ષ 2026 ની શારદીય નવરાત્રિ પણ આવા જ કેટલાક વિશેષ અને મિશ્ર સંકેતો લઈને આવી રહી છે.
11 ઓક્ટોબરથી શરૂ થતી શારદીય નવરાત્રિમાં આ વર્ષે માતા દુર્ગા(Ma Durga)ના આગમન અને પ્રસ્થાનના વાહનો ભક્તો માટે મહત્વપૂર્ણ સંકેતો આપી રહ્યા છે.
Navratri 2026 : માતાજીનું આગમન અને તેના શુભ સંકેતો
- 11ઓક્ટોબર, રવિવારના રોજ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શાસ્ત્રોના નિયમ મુજબ રવિવાર કે સોમવારે માતાજીનું આગમન થતું હોવાથી તેમનું વાહન 'હાથી' રહેશે.
- દેવી ભાગવત પુરાણ મુજબ, હાથી પર માતાજીનું પધારવું અત્યંત શુભ માનવામાં આવે છે.
- માતાજીની આ સવારી આગામી સમયમાં પુષ્કળ વરસાદ, ચારેબાજુ હરિયાળી, અન્નનું સારું ઉત્પાદન, સુખ-સમૃદ્ધિ અને ભક્તોના કલ્યાણનો સ્પષ્ટ સંકેત આપે છે.
માતાજીનું પ્રસ્થાન અને તેના અશુભ સંકેતો
આ પણ વાંચો : Shri Krishna : કૃષ્ણનીતિ: જીવન જીવવાની સાચી કળા

