વૈશાખ મહિનામાં આ ભૂલો કદી ન કરવી...નહિતર ભોગવવા પડશે આકરા પરિણામ
- વૈશાખ મહિનો પ્રભુ વિષ્ણુનો પ્રિય મહિનો ગણાય છે
- વૈશાખ મહિનામાં સ્વચ્છતા અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ રહેલ છે
- વૈશાખ મહિનામાં સ્નાન ન કરવાથી પાપના ભાગીદાર બનવું પડે છે
અમદાવાદઃ સ્કંદ પુરાણમાં વૈશાખ મહિનાને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો ગણવામાં આવ્યો છે. કાર્તિક અને માઘ મહિના કરતાં વૈશાખ મહિનાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. નારદજીએ વૈશાખ મહિનાનું મહત્વ એવી રીતે વર્ણવ્યું છે કે જેમ જીવન જેવું બીજું કોઈ કલ્યાણ નથી, ઉપવાસ જેવું બીજું કોઈ તપ નથી, દાન જેવું બીજું કોઈ સુખ નથી અને દયા જેવું કોઈ ધર્મ નથી, તેવી જ રીતે વૈશાખ જેવો બીજું કોઈ પવિત્ર મહિનો નથી.
વૈશાખ મહિનામાં શું કરવું જોઈએ ?
હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું મહત્વ અને માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. જે અનુસાર વૈશાખ મહિનામાં કેટલાક કાર્યો કરવા જોઈએ અને કેટલાક કાર્યો ન કરવા જોઈએ. જેમાં કરવા જેવા કાર્યોમાં વૈશાખ મહિનામાં સ્વચ્છતા, પૂજા વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ મહિનામાં ભૂલથી પણ સ્નાન છોડવું જોઈએ નહીં. પ્રભુ વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ વર્ણવ્યું છે. લક્ષ્મીનારાયણની નિયમિત પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે.
આ પણ વાંચોઃ Rashifal 15 April 2025 : આ રાશિના જાતકોને આજે થઇ શકે છે ધન અને માન-સન્માનમાં વધારો
વૈશાખ મહિનામાં શું કરવું ન જોઈએ ?
વૈશાખ મહિનો પ્રભુ વિષ્ણુને અતિપ્રિય માનવામાં આવે છે. જેથી વૈશાખ મહિનામાં કેટલાક ન કરવા જેવા કામો કરવાથી પ્રભુ વિષ્ણુ રૂઠે છે. ભગવાન વિષ્ણુ ઉપરાંત માતા લક્ષ્મીના ક્રોધનો પણ સામનો કરવો પડે છે. સ્કંદ પુરાણમાં નારદજીએ રાજા અંબરીશને વૈશાખ મહિનાના મહિમાનું વિગતવાર વર્ણન કર્યું છે. તેઓ કહે છે કે જેમ આંખો જેવો કોઈ પ્રકાશ નથી, ખોરાક જેવો કોઈ સંતોષ નથી, સ્વાસ્થ્ય જેવું કોઈ સુખ નથી, કેશવ જેવો કોઈ રક્ષક નથી, તેવી જ રીતે વૈશાખ જેવો બીજો કોઈ મહિનો નથી. શેષનાગ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ હંમેશા વૈશાખ મહિનો પ્રેમ કરે છે. આ મહિના માટે, નારદજી કહે છે કે જો કોઈ વ્યક્તિ વૈશાખ મહિનામાં ઉપવાસ ન કરે, તો તેને બધા ધર્મોમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે અને ટૂંક સમયમાં તે પશુ જન્મ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, નશ્વર લોકમાં જન્મેલા જે લોકો વૈશાખ મહિનામાં ઉપવાસ કર્યા વિના પોતાનું જીવન વિતાવે છે, તેમનું જીવન બરબાદ થઈ જાય છે.
આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરની ધજા લઈને સમડી ઊડી ગઈ, અપશુકનિયાળ ઘટનાનો સંકેત કે પછી..!