ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nirjala Ekadashi 2025 : ભગવાન વિષ્ણુના પ્રિય પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર

આવતીકાલે 6 જૂનના રોજ નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) છે. આ પર્વ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને બહુ પ્રિય છે. નિર્જળા એકાદશીના રોજ કરવામાં આવતી ખાસ પૂજા-અર્ચના અને મંત્રજાપથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
06:40 PM Jun 05, 2025 IST | Hardik Prajapati
આવતીકાલે 6 જૂનના રોજ નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) છે. આ પર્વ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને બહુ પ્રિય છે. નિર્જળા એકાદશીના રોજ કરવામાં આવતી ખાસ પૂજા-અર્ચના અને મંત્રજાપથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
Nirjala Ekadashi Gujarat First

Nirjala Ekadashi : દર વર્ષે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને પ્રિય એવા આ પર્વે જો જળનું સેવન ન કરવામાં આવે અને લક્ષ્મીનારાયણની ચોક્કસ પૂજા-અર્ચના અને મંત્ર જાપ કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આવતીકાલે નિર્જળા એકાદશી ઉપરાંત ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. તેથી નિર્જળા એકાદશીનું માહાત્મ્ય વધી જાય છે.

નિર્જળા એકાદશીની ચોક્કસ પૂજનવિધિ

જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને Nirjala Ekadashi તરીકે ઉજવવામાં આવે છે. પ્રભુ વિષ્ણુને પ્રિય એવી આ એકાદશીએ ચોક્કસ પૂજનવિધિ કરવાથી લક્ષ્મીનારાયણને રીઝવી શકાય છે. તેમની અનહદ કૃપા મેળવી શકાય છે અને મનોવાંચ્છિત ફળ પણ મેળવી શકાય છે. Nirjala Ekadashi એ વહેલી સવારે પાણીમાં એક ચપટી હળદર ઉમેરીને સ્નાન કરો. ત્યારબાદ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પીળા આસન પર સ્થાપિત કરો. આ સમયે પીળા આસન પર પીળા વસ્ત્રો પહેરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને ચંદન લગાવો અને પીળા ફૂલો અને ફળો અર્પિત કરો. પ્રસાદમાં પીળી મીઠાઈઓનો ભોગ ધરાવો. નિર્જળા એકાદશીના દિવસે કેળાના ઝાડની પૂજા કરો. આ ઉપરાંત પીપળાના મૂળમાં પણ પાણીનો અભિષેક કરો.

આ પણ વાંચોઃ  Sahajanand Swami : પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળિયું

પ્રભુ વિષ્ણુને પ્રસન્ન કરતાં મંત્ર જાપ

નિર્જળા એકાદશીના દિવસે વહેલી સવારે ભગવાન વિષ્ણુની પીળી ચીજ વસ્તુઓથી પૂજા અર્ચના કર્યા બાદ મંત્ર જાપ કરવાથી દરેક દુઃખોમાંથી મુક્તિ મળે છે. માનસિક શાતા પણ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીના દિવસે વિષ્ણુ શાંતાકારમ મંત્રના 108 જાપ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સમૃદ્ધિના દ્વાર ખૂલે છે. ભગવાન વિષ્ણુને પ્રિય એવા આ પર્વે ઓમ વિષ્ણુયે નમઃ મંત્રનું 108 વાર લેખન કરો. જો તમારાથી 108 વાર શક્ય ન હોય તો તમે યથાશક્તિ મુજબ પણ આ મંત્રનું લેખન કરી શકો છો. Nirjala Ekadashi ના સમગ્ર દિવસ દરમિયાન અનુકૂળતાએ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પારાયણ કરો. જો શક્ય હોય તો પરિવારના દરેક સભ્યોએ સાથે મળીને આ સ્તોત્રનું પારાયણ કરવું જોઈએ.

તુલસી પૂજનનું વિશેષ મહત્વ

Nirjala Ekadashi ના દિવસે વહેલી સવાર ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ તૂલસી પૂજનનું વિશેષ મહત્વ રહેલ છે. તુલસીમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ગણાય છે. તેથી આ દિવસે તુલસી પૂજનનું વિશેષ મહત્વ પૂરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. નિર્જલા એકાદશીના દિવસે તુલસસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ કરો. તુલસીને આ પવિત્ર દિવસે લાલ ચૂંદડી પણ ચડાવી શકાય છે.

આ પણ વાંચોઃ  Dharmabhakti : ગુપ્તદાન શા માટે ગણાય છે મહત્વનું ? કઈ વસ્તુઓનું ગુપ્તદાન કરવાથી ભાગ્ય ચમકે છે ?

Tags :
favorite festivalGajakesari YogaGujarat FirstGUJARAT FIRST NEWSImportanceJyeshtha Ekadashi fastingLord VishnuNirjala Ekadashi 2025Om Vishnuye Namah mantraShukla Paksha EkadashisignificanceVishnu Shantakaram mantra
Next Article