Numerology : આ મૂળાંક સાથે જોડાયેલી છોકરીઓ માથાભારે, સ્વાભિમાન સાથે સમજોતો નહીં
આ જન્મ તારીખ સાથે સંકળાયેલી છોકરીઓ નિર્ભય અને આત્મવિશ્વાસુ હોય છે. તેઓ જોખમ લેવાથી ડરતી નથી. તેઓ તેમના સિદ્ધાંતો પર કાર્ય કરવાનું પણ પસંદ કરે છે, અને કોઇ પણ ચમરબંધીના દબાણ હેઠળ કામ કરતી નથી. તેઓને આત્મસન્માનને ખૂબ જ પ્રિય છે, તેથી તેઓ કોઈની સામે ઝુકવાનું પસંદ કરતી નથી. તેઓ નેતૃત્વના ગુણોની દ્રષ્ટિએ પણ મોખરે હોય છે.
Advertisement
- આંકશાસ્ત્ર અનુસાર આંકડા જોડે જોડાયેલા મહિલાના ગુણોની ઓળખ કરો
- 9 નંબરને મોટા ભાગના લોકો લકી માને છે
- આ નંબર જોડે જોડાયેલી મહિલાઓ ગમે તે પરિસ્થિતીમાં લડવા તૈયાર રહે છે
Numerology 9 Number : અંકશાસ્ત્ર 1 થી 9 સુધીની સંખ્યાઓનું વર્ણન કરે છે. આ સંખ્યાઓ નવ ગ્રહો સાથે સંકળાયેલી છે. અહીં, આપણે 9 નંબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મંગળ સાથે સંકળાયેલો છે, જેને હિંમત અને બહાદુરીનો ગ્રહ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, 9, 18 કે 27મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ મૂળાંકવાળી છોકરીઓ કોઈની સામે નમવાનું પસંદ કરતી નથી. તેઓ સ્વભાવે ખૂબ જ નિર્ભય અને આત્મવિશ્વાસુ પણ હોય છે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ, તે પીછેહઠ કરતી નથી, પરંતુ હસતા મોંઢે વિપરીત પરિસ્થીતીઓનો સામનો કરે છે. ચાલો જાણીએ કે મૂળાંક 9 ધરાવતા લોકોમાં અન્ય કયા જોરદાર ગુણો હોય છે.

