Panchmukhi Hanumanji: મંગળવારની સાંજે પ્રગટાવો પંચમુખી દીવો, પંચમુખી હનુમાનજીની કથાનું કરો પઠન
- મંગળવારની સાંજે હનુમાનજી સમક્ષ પ્રગટાવો પંચમુખી દીવો
- પંચમુખી દીવો પ્રગટાવ્યા પછી વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ
- Panchmukhi Hanumanji ની કથા જાણો
Panchmukhi Hanumanji: મંગળવારે હનુમાનજી માટે પંચમુખી દીપક પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે પંચમુખી દીવો પણ પ્રગટાવવામાં આવે છે. હનુમાનજી સમક્ષ પંચમુખી દીવો પ્રગટાવ્યા પછી વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. ઘરમાં પંચમુખી દીવો પ્રગટાવવાથી ઘરની બધી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પંચમુખી દીવો પંચમુખી હનુમાનજી (Panchmukhi Hanumanji) સમક્ષ પ્રગટાવવાનું ખાસ ધાર્મિક મહત્વ છે.
ગાયના ઘીથી પ્રગટાવો પંચમુખી દીવો
મંગલવારે હનુમાનજી સમક્ષ ગાયના ઘીથી પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ. જો કોઈ કારણોસર તમે ગાયના ઘીનો દીવો પ્રગટાવી શકતા નથી, તો તમે સરસવના તેલમાં 5 દાણા પીસેલા ગોળ ઉમેરીને હનુમાનજી માટે પંચમુખી દીવો પણ પ્રગટાવી શકો છો. પ્રદોષ કાળમાં પંચમુખી દીવો પ્રગટાવવો જોઈએ. પ્રદોષ કાળ અટલે સૂર્યાસ્ત પહેલા અને પછીની 45 મિનિટ. હનુમાનજી સમક્ષ પંચમુખી દીવો પ્રગટાવ્યા પછી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત હનુમાન અષ્ટકનો પાઠ પણ કરો. આ પછી Panchmukhi Hanumanji ને બુંદીના લાડુ ચઢાવો અને તેમને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો.
આ પણ વાંચોઃ શનિવારે આ સ્તોત્રનું કરો પઠન, Hanuman Chalisa જેટલું છે શક્તિશાળી
Panchmukhi Hanumanji ની કથા
મહાગાથા રામાયણ અનુસાર રાવણે ભગવાન રામને હરાવવા તેના ભાઈ અહિરાવણ પાસે મદદ માંગી. અહિરાવણ માતા ભવાનીનો સૌથી મોટો ભક્ત હતો. તેને તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરીને રામની આખી સેનાને ગાઢ નિદ્રામાં નાખી દીધી અને શ્રી રામ અને લક્ષ્મણનું અપહરણ કરી લીધું. હનુમાનજીએ આ વિપદાને દૂર કરવાનું બીડું ઝડપ્યું. અહિરાવણના મૃત્યુ સાથે એક રહસ્ય જોડાયેલું હતું. 5 અલગ અલગ દિશામાં મૂકેલા દીવા એકસાથે બુઝાઈ જાય ત્યારે જ અહિરાવણનું મૃત્યુ થાય. હનુમાનજીએ આ રહસ્ય જાણ્યા પછી જુદી જુદી દિશામાં મૂકેલા 5 દીવાઓને બુઝાવવા પાંચ મુખ ધારણ કર્યા. જેમાં વાનર, ગરુડ, વરાહ, નરસિંહ અને ઘોડાના મુખનો સમાવેશ થાય છે. હનુમાનજીના આ પાંચ મુખવાળા સ્વરૂપને Panchmukhi Hanumanji કહેવામાં આવે છે. ત્યારથી, હનુમાનજીના પંચમુખી અવતારની સ્તુતિ કરવા માટે પંચમુખી દીવો પ્રગટાવવામાં આવે છે. પંચમુખી દીપક હનુમાનજીના પંચમુખી અવતારનું પ્રતીક પણ છે, તે ઘરમાં હાજર બધી નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે.
આ પણ વાંચોઃ Cow Worship: હિન્દુ ધર્મમાં ગાયની પૂજા અને ભોજન કરાવવું શા માટે પૂણ્યશાળી ગણાય છે ?