Parivartini Ekadashi 2025 : ભગવાન વિષ્ણુની નિંદ્રા સાથે સંકળાયેલ આ એકાદશીનું મર્મ અને માહાત્મ્ય જાણો
Parivartini Ekadashi 2025,
- વર્ષમાં આવતી આ એકાદશી ભગવાન વિષ્ણુની નિંદ્રા સાથે સંકળાયેલ છે
- પરિવર્તની એકાદશીના દિવસે ભવાન વિષ્ણુ ઊંઘમાં કરવટ બદલે છે
- આ તિથિ પર કરવામાં આવતી પૂજા-અર્ચનાનું મનોવાંચ્છિત ફળ મળે છે
Parivartini Ekadashi 2025 : ભગવાન વિષ્ણુ અત્યારે યોગ નિંદ્રામાં છે. આ નિંદ્રા દરમિયાન તેઓ કરવટ લે તે એકાદશીને પરિવર્તની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. સપ્ટેમ્બરમાં આવનારી પહેલી એકાદશી પરિવર્તિની એકાદશી હશે. પરિવર્તીની એકાદશીનું વ્રત રાખવાથી, પૂજા અર્ચના કરવાથી વ્યક્તિ તેના બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે.
Parivartini Ekadashi 2025 ની સાચી તિથિ
હિન્દુ વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ 2025માં પરિવર્તની એકાદશી તિથિ 3 સપ્ટેમ્બરના રોજ સવારે 3:53 કલાકે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 4:21 કલાક સુધી ચાલુ રહેશે. આ સ્થિતિમાં એકાદશી તિથિનું વ્રત 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ ઉપવાસ છોડવામાં આવશે.
PariEkadashi 2025 Gujarat First-24-08-2025-
Parivartini Ekadashi 2025 Gujarat First-24-08-2025-આ પણ વાંચોઃ Har Har Mahadev : એક પવિત્ર મંત્રનો અર્થ અને મહત્વ શું છે?
પરિવર્તિની એકાદશીનું મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર પરિવર્તિની એકાદશીને પદ્મ એકાદશી અને જલઝુલાની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ દરમિયાન યોગ નિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આ તિથિએ કરવટ લે છે. તેથી જ આ દિવસને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
પરિવર્તિની એકાદશીએ કરાતી પૂજા-અર્ચના
Parivartini Ekadashi 2025 ના રોજ સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરો અને ઉપવાસનું વ્રત લો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને નમન કરો અને પૂજા માટે મંદિરને સારી રીતે સાફ કર્યા પછી સૌ પ્રથમ ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલો, અક્ષત, સોપારી, તુલસીના પાન વગેરે અર્પણ કરો. ઉપરાંત આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો સતત જાપ કરતા રહો. આટલું કર્યા બાદ વ્રત કથાનો પાઠ કરો અને અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો.
Pari Ekadashi 2025 Gujarat First-24-08-2025--
આ પણ વાંચોઃ Rashifal 24 August 2025 : આજે રચાયો છે વસુમાન યોગ અને લક્ષ્મી નારાયણ યોગનો સુભગ સમન્વય