ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh 2025: મહાકુંભ મેળામાં ભાગદોડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો કઇ માગ કરાઇ

રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ કરવામાં આવી
11:26 AM Jan 30, 2025 IST | SANJAY
રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ કરવામાં આવી
Mahakumbh Mela @ Gujarat First

Mahakumbh 2025:  મેળામાં ભાગદોડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિ, નિયમો મુદ્દે માગ કરવામાં આવી છે. ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા નિર્દેશની માગ છે. તેમજ VIP મુવમેન્ટથી શ્રદ્ધાળુઓને અસર ન થવી જોઈએ. તથા મહાકુંભમાં પ્રવેશ-નિકાસ માટે જગ્યા પુરી પાડવા માગ કરવામાં આવી છે.

29 જાન્યુઆરીની ભાગદોડનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માગ

29 જાન્યુઆરીની ભાગદોડનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માગ કરાઇ છે. જેમાં બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે. મહાકુંભ જેવા ભીડવાળા સ્થળોએ ભાગદોડ અટકાવવા માટે રાજ્ય સરકારોને દિશાનિર્દેશો, નીતિઓ અને નિયમો આપવાની માગ કરતી PIL સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં માંગ કરવામાં આવી

એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં માંગ કરવામાં આવી હતી કે VIP મુવમેન્ટથી સામાન્ય શ્રદ્ધાળુઓની સલામતીને અસર ન થાય અથવા જોખમ ન થાય અને મહાકુંભમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ અને બહાર નીકળવા માટે મહત્તમ જગ્યા પૂરી પાડવામાં આવે. PILમાં ઉત્તર પ્રદેશ સરકારને 29 જાન્યુઆરીએ થયેલી મહાકુંભ 2025ની ભાગદોડની ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા અને બેદરકારીભર્યા વર્તન બદલ વ્યક્તિઓ, અધિકારીઓ અને અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

મૌની અમાવસ્યાએ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય કરાયો છે. સારી રીતે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેળા પ્રબંધન દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત VVIP પાસ રદ કરાતા હવે કોઈપણ વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે. મેળામાં શ્રદ્ધાળુઓની અવર-જવર માટે વન-વે રોડ પોલિસી લાગુ કરાઈ છે. આ ઉપરાંત બોર્ડર પર નાકાબંધી કરીને પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે. પ્રયાગરાજ શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે મૌની અમાવસ્યાએ ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયા હતા.

આ પણ વાંચો: Prayagraj: મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો

 

Tags :
GujaratIndiaMahakumbhSupreme Court
Next Article