Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Planet Impact : એક નાની ભૂલ પડી શકે છે ભારે,11 મે 2026 સુધી આ 3 રાશિ પર છે મોટું જોખમ !

Planet Impact : બ્રહ્માંડમાં બદલાતી ગ્રહોની ગતિ લોકોના જીવન પર ઊંડી અસર કરે છે. આ મહિનાની શરૂઆતમાં, 2 એપ્રિલના રોજ, મંગળ મીન રાશિમાં ગોચર કર્યું છે. આ ગોચરે શનિ સાથે એક દુર્લભ યુતિ બનાવી. આ યુતિ પછી, 11 મે સુધી બાર રાશિઓ કોઈને કોઈ રીતે પ્રભાવિત થશે.
planet impact   એક નાની ભૂલ પડી શકે છે ભારે 11 મે 2026 સુધી આ 3 રાશિ પર છે મોટું જોખમ
Advertisement
  • Planet Impact : આ ત્રણ રાશિની એક નાની ભૂલ વર્ષોની મહેનત પર ફેરવશે પાણી.
  • મે 2026 સુધી મેષ રાશિના લોકોએ નવા રોકાણ અને મોટા નિર્ણયો લેવામાં સાવચેતી રાખવી.
  • કન્યા અને મીન રાશિ માટે આર્થિક નુકસાન અને માનસિક તણાવના પ્રબળ યોગ.

Planet Impact : બ્રહ્માંડમાં બદલાતી ગ્રહોની ગતિ લોકોના જીવન પર ઊંડી અસર કરે છે. આ મહિનાની શરૂઆતમાં, 2 એપ્રિલના રોજ, મંગળ મીન રાશિમાં ગોચર કર્યું છે. આ ગોચરે શનિ સાથે એક દુર્લભ યુતિ બનાવી. આ યુતિ પછી, 11 મે સુધી બાર રાશિઓ કોઈને કોઈ રીતે પ્રભાવિત થશે. જોકે, જ્યોતિષીઓ માને છે કે મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. તેમણે નાણાકીય, કારકિર્દી અને માનસિક તણાવ અંગે વધુ સતર્ક રહેવાની જરૂર પડશે. કોઈપણ કાર્ય કરતી વખતે ખૂબ કાળજી રાખો.

Planet Impact : 3 રાશિને રાખવી પડશે કાળજી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આગામી કેટલીક રાશિઓ માટે કસોટી સમાન સાબિત થઈ શકે છે. ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર 11 મે 2026 સુધીનો સમયગાળો ખાસ કરીને 3 રાશિ માટે મુશ્કેલી ભર્યો રહી શકે છે. આગામી સમય મેષ (Aries),કન્યા (Virgo) અને મીન (Pisces)—માટે અત્યંત સંવેદનશીલ (Sensitive)માનવામાં આવી રહ્યો છે. જ્યોતિષીઓના મતે, આ સમય દરમિયાન આ જાતકો દ્વારા કરવામાં આવેલી એક નાની ભૂલ (Mistake) પણ તેમના વર્ષોના પરિશ્રમ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.

Advertisement

મેષ (Aries) :

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો વ્યવસાયિક ગૂંચવણો લઈને આવી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથેના વિવાદ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો આર્થિક ફટકો પાડી શકે છે. જ્યોતિષોની સલાહ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈપણ નવા સાહસ કે મોટા રોકાણ (Investment) કરતા પહેલા નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું અનિવાર્ય છે. વાણી પરનો સંયમ જ તેમને મોટી મુસીબતોમાંથી બચાવી શકશે.

Advertisement

કન્યા (Virgo) :

કન્યા રાશિના લોકો માટે સ્વાસ્થ્ય અને પરિવારમાં અશાંતિ ઉદ્ભવે તેવી શક્યતા છે. માનસિક તણાવ (Mental Stress)ને કારણે નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડી શકે છે. ખાસ કરીને જમીન-મકાન કે મિલકતના દસ્તાવેજો પર સહી કરતા પહેલા ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય (Health) બાબતે નાની અમથી બેદરકારી પણ ભવિષ્યમાં મોટી હોસ્પિટલના ખર્ચમાં પરિણમી શકે છે, તેથી નિયમિત તપાસ અને જીવનશૈલીમાં સુધારો કરવો હિતાવહ રહેશે.

મીન (Pisces) :

મીન રાશિના જાતકોએ 11 મે 2026 સુધી આર્થિક લેવડ-દેવડમાં અત્યંત સતર્કતા રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ અને લક્ઝરી પાછળનો ખર્ચ તમારા બજેટ (Budget) ને વેરવિખેર કરી શકે છે. શેરબજાર કે જોખમી નાણાકીય વ્યવહારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સંબંધોમાં પણ ગેરસમજને કારણે અંતર વધી શકે છે, તેથી ધીરજ (Patience) અને શાંતિ જાળવવી એ જ આ સમયનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ ત્રણેય રાશિના જાતકો જો આ સમયગાળામાં સંયમ રાખશે, તો આવનારા સંકટોની તીવ્રતા ઘટાડી શકાશે.

આ પણ વાંચો : Good Friday: શોકનો દિવસ હોવા છતાં શા માટે આ શુક્રવારને 'ગુડ' કહેવાય છે? જાણો મહત્વ

Tags :
Advertisement

.

×