Prayagraj Mahakumbh: મેળા વિસ્તારના પાર્કિંગમાં 2 વાહનો બળી ગયા, ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો
- શનિવારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ફરી આગ લાગી
- સેક્ટર 2 પાસે પાર્ક કરેલી બે કારમાં આગ લાગી ગઈ
- ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો
Prayagraj Mahakumbh: શનિવારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ફરી આગ લાગી હતી. અહીં મેળા વિસ્તારમાં, સેક્ટર 2 પાસે પાર્ક કરેલી બે કારમાં આગ લાગી ગઈ હતી. જોકે, ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એક વાહન સંપૂર્ણપણે બળી ગયું હતું, જ્યારે બીજું અડધું બળી ગયું હતું.
મહાકુંભ નગરમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, શનિવારે મહાકુંભ નગરમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અહીં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જેની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી જ્યારે બીજી અડધું બળી ગઇ હતી.
આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની
આ ઘટના અંગે ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું કે અમને અનુરાગ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. એક કારમાં આગ લાગી છે. તેની બાજુમાં ઉભેલું બીજું વાહન પણ અડધું બળી ગયું હતું. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બધા સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી.
તાજેતરમાં જ આગની એક મોટી ઘટના પણ બની હતી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આગની એક મોટી ઘટના પણ બની હતી. જોકે, તે ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ગીતા પ્રેસને ભારે નુકસાન થયું હતું. મહાકુંભ મેળામાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે પણ તૈયારીઓ છે. મેળા વિસ્તારમાં ટેકનિકલ સહાયકોની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Mamta Kulkarni Controversy: મહામંડલેશ્વર બનવા માટે મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાને કેમ પસંદ કર્યો?