Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prem Bhakti : જડી જડી હું જડી,હરિને માઝમ રાતે જડી

Prem Bhakti- જડી જડી હું જડી હરિને માઝમ રાતે જડી મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી હરિને માઝમ રાતે જડી  (રમેશ પારેખ) કવિતાઓ તો લાખ્ખોની સંખ્યામાં લખાઈ.. પણ શ્રીહરીના ઉત્કટ પ્રેમમાંનિર્ઝરેલી  કવિતા કાળજયી હોય છે. નરસિંહ મહેતા,મીરાંબાઈ...
prem bhakti   જડી જડી હું જડી હરિને માઝમ રાતે જડી
Advertisement

Prem Bhakti-

જડી જડી હું જડી

Advertisement

હરિને માઝમ રાતે જડી

Advertisement

મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી

હરિને માઝમ રાતે જડી  (રમેશ પારેખ)

કવિતાઓ તો લાખ્ખોની સંખ્યામાં લખાઈ.. પણ શ્રીહરીના ઉત્કટ પ્રેમમાંનિર્ઝરેલી  કવિતા કાળજયી હોય છે. નરસિંહ મહેતા,મીરાંબાઈ અને નંદ સંતોએ લખેલી કવિતાઓ ઉચ્ચ કક્ષાની કવિતાઓ હોય છે.

“જડી જડી હું જડી ,હરિને માઝમ રાતે જડી” હરિ સાથેના સાહચર્યને બહુ મુક્ત મને અને ઉલ્લાસથી ગાતી આ પદધર્મી ગીતની નાયિકા, કોઇ ભક્તજન વતી નથી બોલતી પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની પરિપાટી જાણતા એક સૌદર્યરાગી કવિની ગીતમાધુરીનો અવાજ છે. તેથી જ તો એની ભાવસંવિત્તિમાં ભક્તિગાન અને ગીતકવિતાની સહિયારી કોટી રચતી કાવ્યરમણા છે. એનું દેખીતું કાવ્યકારણ એ છે કે, આ ગાનોત્સુક નાયિકાનો લગભગ ૬૦૦ વર્ષ પછીનો આ પુનર્જન્મ છે.

સૌદર્યરાગી કવિની ગીતમાધુરીનો અવાજ

તમને થશે એવું કયા આધારે કહી શકાય ? યાદ કરો, ગતજન્મે એણે જ ગાયેલું : 'પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે..' - નરસિંહ. કોઇ કારણસર એના પ્રિયતમથી વિખૂટી પડી ગઇ હશે. શોધ પણ પરસ્પરની હશે. પરંતુ આ રસઘેલીને હરિ મળે એ પહેલાં પોતે અચાનક હરિને જડી. પછી તો એજ ગાનરીતિએ ગાય જ ને : જડી જડી હું જડી હરિને માઝમ રાતે જડી.. વળી આ એના જડવાનો સમય પણ માઝમ રાતનો છે.

હતી તો સામાન્ય રાત પણ હરિમિલનથી એ મહારાત થઈ ગઈ. વળી આગળ એ એક ખાનગી વાત ગાય છે. આમ તો અંગત છે પણ જેમાં હરિસંયોગની વિશ્રંભકથા સંકળાયેલી હોય તે આપણી પદપરંપરામાં મુક્ત મને અને આર્દ્ર કંઠે ગવાતું રહ્યું છે. ઉપરાંત એ સમજે પણ છે કે, હવે ઢોલિયા સિવાયનું બીજું એકેય ઐક્ય ના ખપે.

આપણે ત્યાં Prem Bhakti ભક્તકવિઓએ અનેક શૃંગારિક પદ/કાવ્ય રચનાઓ કરી છે તે આપણે જાણીએ છીએ. ગીતગોવિંદ-અમરુશતકની કવિતા હોય નરસિંહ-દયારામ જેવા ભક્તકવિઓનાં પદો હોય, આ એનાં ઉત્તમ ઉદાહરણ છે. એવું કહેવાય છે કે ભક્તની પરમાનંદની કોટીએ, ભાવવિભોર અવસ્થા આવા ગાનની પશ્ચાતભૂ રહેલી છે.

જેવી ભક્તિધારાઓમાં સંયોગશૃંગાર

ખાસ કરીને સગુણ, નિર્ગુણાતિત સગુણ, ચૈતસિકસગુણ કે મધુરાભાવ જેવી ભક્તિધારાઓમાં સંયોગશૃંગાર સુધીના ભાવ-રસનું નિરૂપણ એક પ્રકારની ઉપાસના જ છે. યોગસાધનામાં પણ એ નિયોગબંધ, 'મ'કારસાધના કે નીજારઉપાસના તરીકે ઉલ્લેખનીય છે. જો કે અહીં એ આપણી ચર્ચાનો વિષય નથી. આપણી વાત તો એટલી જ કે આ એક ધારા છે, અને એમાં આવું વિજાતીય મિલન સહજ હોય તો એ કાવ્યમાં પણ સહજ હોય.

આપણે આ કાવ્યને The erotic and the esoteric are one ની ભાવછાપ તરીકે ઓળખાવી શકીએ.

"ઉત્કટતાપૂર્વકની ભાવાત્મક સ્થિતિ જેમાં દેહની પૃથક્તા ઓગળી જાય અને એકતાની જ ભરતી છલકાઇ ઊઠે તે તો સંસારીને માટે યૌનસંબંધમાં જ સંભવે. જ્ઞાનમાર્ગી કવિને આવી જ, પણ જુદી ભૂમિકાએ સિદ્ધ થતી, એકતાની વાત કરવી હોય અને એની પ્રબળ છાપ પાડવી હોય તો એ સંસારીને પરિચિત ભાવની ભૂમિકાનો આશ્રય લે જે એના હેતુને જોતા ઔચિત્યપૂર્ણ જ લાગે છે."

Prem Bhakti-હરિ સાથેના સંયોગની ઉત્કટ અભિવ્યક્તિ

આટલી વાત પછી આપણે એ તો સમજ્યા કે આ હરિ સાથેના સંયોગની ઉત્કટ અભિવ્યક્તિ છે. જડવું, માજમ રાત જેવા સંજોગ એની પુષ્ટિ કરનારા છે. પરંતુ કવિએ 'મંદિર માથે ધજા ચડે એમ' એવો સાંકેતિક પદસમૂહ અહીં કેમ પસંદ કર્યો હશે ?

'નાયિકા હરિને જડી છે. એટલે હરિ હોય ત્યાં મંદિર-ધજા જેવા સ્વભાવિક પ્રતીકો તો હોય જ ને. આ એક વાતાવરણ છે, જે ગીતના ભાવને ઉભારે.'

આ ઘટના તો શબદ અને સૂરતાના એકીકરણનો પણ યોગ છે. પરંતુ આ સૂરતા અહીં નાયિકારૂપે એટલા માટે છે કે આ યોગની ગીતભૂમિથી સહજ સ્થાપના થઇ શકે. હવે એ નાયિકા કેવી હોવી જોઇએ ? તરત થાય કે હરિમંદિર ઉપર વિરાજવાની લાયકાત ધરાવતી, પળેપળ નૂતન, કોઇ ભીતરી સળ વગરની અને અંગભૂત ભાત-પોત-રંગથી પાવિત્ર્યના પૂટવાળી, ટુંકમાં એ નિશાનરૂપ ધજાશ્રી છે.

નાયિકા અહીં કહે પણ છે : 'હું ય ઢોલિયે ચડી.' આ અહીંનો 'ય' પણ બે સ્થિતિના સંયોજક પ્રતીમાન તરીકે ઉપસે છે,અને ઉભરે છે. ભીતરની આ ભાવભૂમિ હોય તો એ સહજ હરિને જડે એટલું જ નહીં હરિ એને શોધતાં પણ હોય.'

એટલે જ પ્રભુપ્રેમમાં લખાયેલ ભક્તિપદો સદીઓ સુધી લોકોના માનસમાં જડાયેલ રહે છે. અલબત્ત,એ મીરા કે નરસિંહની જેમ ‘પ્રેમમાં ઘેલી’ બની સર્જાયાં હોય તો !!!  

આ પણ વાંચો-Mahabharat :धर्म न्याय संगत रहें, सोच प्रथम परमार्थ।

Tags :
Advertisement

.

×