Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

શું તમે પણ ભૂલને પાપ માનો છો? પ્રેમાનંદ મહારાજે દૂર કરી બધી શંકા

ઘણીવાર આપણે અજાણતા થયેલી ભૂલને કારણે મનમાં પાપનો બોજ લઈને ફરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં ભૂલ અને પાપને અલગ ગણવામાં આવ્યા છે? વૃંદાવનના પૂજ્ય પ્રેમાનંદ મહારાજે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે કે તમારા સંકલ્પ અને ઈરાદા કેવી રીતે કર્મને પાપમાં ફેરવે છે. પાપના બોજમાંથી મુક્ત થઈને શાંતિ મેળવવા માટે મહારાજે સૂચવેલો માર્ગ જાણવો દરેક માટે અનિવાર્ય છે.
શું તમે પણ ભૂલને પાપ માનો છો  પ્રેમાનંદ મહારાજે દૂર કરી બધી શંકા
Advertisement
  • Premanand Maharaj on sin : ભૂલ અને પાપનો ભેદ ઉકેલ્યો
  • ઈરાદાપૂર્વક અને વિચારીને કરેલું ખોટું કાર્ય એ જ 'પાપ' છે
  • અજાણતા કે કોઈ પણ આયોજન વગર થયેલી ક્ષતિ 'ભૂલ' કહેવાય
  • પાપ અને ભૂલ બંનેમાંથી મુક્તિ મેળવવા 'પ્રાયશ્ચિત' છે શક્ય
  • ભગવાનના નામનો સતત જપ કરવાથી તમામ પાપોનો થાય છે નાશ

Premanand Maharaj on sin : વૃંદાવનના સુપ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ તેમના પવિત્ર વિચારો અને સરળ માર્ગદર્શન માટે જાણીતા છે. તાજેતરમાં એક 'એકાંતિક વાર્તાલાપ' દરમિયાન એક મહિલા શ્રદ્ધાળુએ તેમને એક એવો પ્રશ્ન પૂછ્યો જે દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક આવતો હોય છે. પ્રશ્ન હતો કે, "ભૂલ અને પાપમાં શું તફાવત છે? અને તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું?" મહારાજે આ ગૂંચવણનો ખૂબ જ સચોટ અને આધ્યાત્મિક જવાબ આપ્યો છે.

Premanand Maharaj 01_GUJARAT_FIRST

Advertisement

ભૂલ અને પાપ વચ્ચેનો સૂક્ષ્મ તફાવત

પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે, જ્યારે આપણો કોઈ ખરાબ ઈરાદો ન હોય, આપણે કોઈ યોજના બનાવી ન હોય અને અચાનક કોઈ ઘટના ઘટી જાય, તો તેને 'ભૂલ' કહેવાય છે. ઉદાહરણ તરીકે, રસ્તામાં ચાલતા અચાનક કોઈને ટક્કર લાગી જવી એ ભૂલ છે. પરંતુ, જ્યારે તમે મનમાં સંકલ્પ કરો છો, વિચાર કરો છો અને પછી કોઈ ખોટું કાર્ય કે આચરણ કરો છો (જેમ કે ચોરી કે વ્યભિચાર), તો તેને 'પાપ' કહેવામાં આવે છે. ટૂંકમાં, ઈરાદાપૂર્વક કરેલું ખોટું કામ પાપ છે, જ્યારે અજાણતા થયેલી ક્ષતિ એ ભૂલ છે.

Advertisement

Premanand Maharaj on sin : પ્રાયશ્ચિતનો સાચો માર્ગ

મહારાજે જણાવ્યું કે ભૂલ હોય કે પાપ, બંનેનું પ્રાયશ્ચિત શક્ય છે. સૌથી પહેલા મનમાં મક્કમ સંકલ્પ કરવો કે "હું ફરીથી આવું કામ ક્યારેય નહીં કરું." ત્યારબાદ, ભગવાનના નામનું સતત સ્મરણ અને કીર્તન કરવું એ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે.

Premanand Maharaj, Vrindavan, Diwali, Mathura

નામ જપની શક્તિ

પ્રેમાનંદ મહારાજના મતે, હરિ નામનો જપ કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થઈ શકે છે. જો તમે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવા માંગતા હોવ, તો વધુમાં વધુ નામ કીર્તન કરો અને ભવિષ્યમાં પાપ ન કરવાનો સંકલ્પ લો.

આ પણ વાંચો : Magh Mela : માઘ સ્નાન કરવા ના જઈ શકો તો ચિંતા ના કરો, ઘરે કરો આ ઉપાય અને મેળવો સ્નાનનું પુણ્ય

Tags :
Advertisement

.

×