શું તમારા મનમાં પણ આવે છે ખરાબ વિચારો? જાણો Premanand Maharaj નો સચોટ ઉપાય
- પ્રેમાનંદ મહારાજનો મન જીતવાનો મંત્ર! (Premanand Maharaj Thought Tips)
- મનમાં આવતા ખરાબ વિચારોને કઈ રીતે રોકવા?
- અધ્યાત્મ માર્ગે મન વિચલિત થાય તો ગભરાશો નહીં
- મનને 'ચેલો' બનાવનાર જ સાચો મહાત્મા છે
- રાધા-રાધા નામ જપ અને સત્સંગથી મળશે શાંતિ
Premanand Maharaj Thought Tips : મથુરા-વૃંદાવનના સુપ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ [Premanand Maharaj] ના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. તેમના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો ઉમટી પડે છે અને પોતાની આધ્યાત્મિક શંકાઓનું સમાધાન મેળવે છે. તાજેતરમાં એક ભક્તે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે, "અધ્યાત્મ [Spirituality] તરફ ચાલતા ચાલતા અચાનક મન કેમ વિચલિત થઈ જાય છે? મનમાં નકારાત્મક વિચારો [Negative Thoughts] કેમ આવે છે?" જેના જવાબમાં મહારાજે મન પર વિજય મેળવવાની ઊંડી સમજ આપી હતી.
Premanand Maharaj Thought Tips : મનનો સ્વભાવ અને આકર્ષણ
પ્રેમાનંદ મહારાજ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે, મનને સંસારનું મનોરંજન ખૂબ જ પ્રિય લાગે છે. તેને પોતાની મરજી મુજબ આચરણ કરવું ગમે છે. મહારાજ સ્પષ્ટ કરે છે કે મનની ભૂલ નથી, આપણે તેને જ્યાં લગાવીએ છીએ ત્યાં તે લાગે છે. મન સ્વભાવે ખૂબ જ તેજ અને અશાંત [Restless Mind] હોય છે. તે ગમે તે વસ્તુ તરફ ઝડપથી આકર્ષાય છે કારણ કે તેને લાગે છે કે "આમાં જ સુખ છે." ભલે તે સારું હોય કે ખરાબ, તે ભટકતું રહે છે.
Premanand Maharaj Thought Tips : મનને વશમાં કરવાની કળા
મહારાજ જણાવે છે કે જ્યારે આપણે અધ્યાત્મ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે મન તેનાથી વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરે છે. અત્યાર સુધી તમે મનના વશમાં રહ્યા છો, પરંતુ હવે જ્યારે તમે તેને વશમાં કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે બળવો કરે છે. મહારાજનું સૂત્ર છે કે, "તમારા વગર મનની કોઈ સત્તા નથી." જો મન કંઈક જોવાનું કહે અને તમે ના પાડો, તો તે વારંવાર આગ્રહ કરશે. જો તમે તમારી જીદ પર અડગ રહેશો, તો મન તમને અંદરથી 'જલાવશે'. જો તમે તે જલન સહન કરી લીધી, તો મન તમારો ગુલામ બની જશે.
સાચા મહાત્મા કોણ?
પ્રેમાનંદ મહારાજના મતે જે વ્યક્તિ મનને પોતાનો 'ચેલો' (શિષ્ય) બનાવી લે છે, તે જ સાચો ગુરુ છે. બીજાને શિષ્ય બનાવવા સહેલા છે, પણ મનને શાસ્ત્રોની આજ્ઞા મુજબ ચલાવવું એ અઘરું છે. જે વ્યક્તિ મન કહે તેમ કરવાને બદલે, મન પાસે પોતે કહે તેમ કરાવે તે જ સાચો મહાત્મા [Mahatma] છે.
નકારાત્મકતા દૂર કરવાના ઉપાય
મન શાંત અને શુદ્ધ રાખવા માટે મહારાજે સૌથી અસરકારક ઉપાય ભગવાનનું નામ જપ [Chanting God's Name] જણાવ્યો છે. તે કહે છે કે 'રાધા-રાધા' નામનો જપ કરવો, સત્સંગમાં [Satsang] બેસવું અને ભક્તિમાં મન લગાવવાની આદત પાડવી જોઈએ. ખાલી મન હંમેશા નકારાત્મક વિચારો તરફ ખેંચાય છે, તેથી મનને સેવા, સત્સંગ અને સારા વિચારોમાં વ્યસ્ત રાખવું જોઈએ. નિરંતર અભ્યાસથી જ મન પર કાબૂ મેળવી શકાય છે.
આ પણ વાંચો : BAPS Diksha Mahotsav Sarangpur: MBA અને એન્જિનિયર સહિત 29 તેજસ્વી યુવાનોએ મહંત સ્વામીના હસ્તે લીધી દીક્ષા


