Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Premanand Maharaj Updesh : ગમે તેટલી પૂજા કરો, પણ જો આ એક કામ કર્યું તો નર્ક નિશ્ચિત!

આપણે જાણીએ છીએ કે ઈશ્વર દયાળુ છે અને ભક્તોની ભૂલો માફ કરે છે. પરંતુ વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજે એક એવા ગંભીર અપરાધ તરફ આંગળી ચીંધી છે, જેની માફી ત્રણેય લોકમાં નથી. આ એવું 'મહાપાપ' છે જે માણસને અજાણતા જ પાપના મોટા બંધનમાં જકડી લે છે. શું તમે જાણો છો કે કઈ એક ભૂલ ભગવાન ક્યારેય સાંખી લેતા નથી?
premanand maharaj updesh   ગમે તેટલી પૂજા કરો  પણ જો આ એક કામ કર્યું તો નર્ક નિશ્ચિત
Advertisement
  • પ્રેમાનંદ મહારાજે ગણાવ્યું શાસ્ત્રોનું સૌથી મોટું પાપ
  • આ એક ભૂલની ભગવાન ક્યારેય માફી નથી આપતા
  • ભક્ત દ્રોહથી બચવા મહારાજે આપ્યો ખાસ ઉપાય
  • દ્વેષ રાખવો એ આત્મઘાતી સમાન: પ્રેમાનંદ મહારાજ
  • જાણો કઈ બાબત તમને પાપના બંધનમાં બાંધે છે

Premanand Maharaj Updesh : સામાન્ય રીતે કહેવત છે કે 'માણસ માત્ર ભૂલને પાત્ર'. જીવનની સફરમાં વ્યક્તિથી અનેક ભૂલો થતી હોય છે. જો વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે અને ફરી ન દોહરાવવાનો સંકલ્પ કરે, તો તેને સાચો મનુષ્ય કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, પશ્ચાતાપ કરવાથી ઈશ્વર પણ મોટાભાગના ગુનાઓ માફ કરી દે છે. પરંતુ, શું તમને ખબર છે કે એક પાપ એવું પણ છે જેની માફી ખુદ પરમાત્મા પણ આપતા નથી? વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

Premanand Maharaj Updesh : ભગવાન કઈ ભૂલ માફ નથી કરતા?

રાધા રાણીની ભક્તિમાં લીન રહેતા પ્રેમાનંદ મહારાજને એક ભક્તે પ્રશ્ન કર્યો હતો કે, "શું કોઈ એવું પાપ છે જે ભગવાન ક્યારેય માફ ન કરે?" આ સવાલના જવાબમાં મહારાજે ખૂબ ગંભીરતાથી કહ્યું કે, "હા, આખી સૃષ્ટિમાં માત્ર એક જ એવું પાપ છે અને તે છે - ભગવાનના ભક્તનો દ્રોહ." તેમણે સ્પષ્ટ કર્યું કે ભક્ત સાથે દ્વેષ કે વેરભાવ રાખવો એ એવું કર્મ છે, જેની સજામાંથી કોઈ બચી શકતું નથી અને ઈશ્વર તેને ક્યારેય ક્ષમા કરતા નથી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Bhajan Marg (@bjmarg_)

Advertisement

શું છે આ મહાપાપ અને દ્રોહ?

પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે 'દ્રોહ' એ એક અત્યંત નકારાત્મક ભાવના છે. જ્યારે કોઈ વ્યક્તિ જાણીજોઈને બીજાને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, કોઈના પ્રત્યે મનમાં ખરાબ દાનત કે દુશ્મનાવટ રાખે છે, તેને દ્રોહ કહેવાય છે. શાસ્ત્રોમાં ભક્તના દ્રોહને મહાપાપની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. જોકે, મહારાજે આ પાપથી બચવાનો રસ્તો પણ બતાવ્યો છે.

આ પાપથી બચવાનો રસ્તો શું?

જો તમારા મનમાં કોઈના પ્રત્યે નફરત કે દ્રોહ જાગે, તો શું કરવું? આ અંગે માર્ગદર્શન આપતા મહારાજે કહ્યું કે, જો મનમાં કોઈના માટે વેરભાવ આવે તો તેના કારણ વિશે શાંતિથી વિચારો. જો કારણ નાનું હોય તો સામેવાળાને તરત માફ કરી દો. જો કારણ મોટું હોય તો પણ મનને સમજાવો કે વેર રાખવાથી સામેવાળાને કોઈ નુકસાન નથી થતું, ઉલટાનું તમને જ પાપ લાગે છે. આ પાપના બંધનમાંથી મુક્ત થવા માટે મન શાંત રાખો, વાતચીતથી ઉકેલ લાવો અને દ્વેષની ભાવના ત્યાગી દો.

આ પણ વાંચો : Premanand Maharaj: ઘરે કે તિર્થસ્થાન, ક્યાં કરેલી જાપમાળા કેટલા ગણું ફળ આપે છે, જાણે પ્રેમાનંદ મહારાજે શું સમાજાવ્યું?

Tags :
Advertisement

.

×