Premanand Maharaj: શિયાળાની ઠંડી સવારે વહેલા ઉઠવા નથી દેતી?, પ્રેમાનંદ મહારાજે શું આપી સલાહ?
- Premanand Maharaj: સવારે વહેલું નથી ઉઠાતું?
- સવારે વહેલા ઉઠવાની આદત પાડો
- પ્રેમાનંદ મહારાજની પ્રેરક ટિપ્સ
Premanand Maharaj:: ભગવાન ઠાકુરજી અને રાધારાનીના પ્રખર ભક્ત અને વૃંદાવનના જાણીતા બાબા પ્રેમાનંદ મહારાજ ઘણીવાર જીવનની સમસ્યાઓ (Problems) ના સરળ ઉકેલ આપતા હોય છે. પ્રેમાનંદ મહારાજ હવે શિયાળામાં વહેલું જાગવાની ટિપ્સ આપી રહ્યા છે. ઘણા લોકોને સવારે વહેલા ઉઠવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે અતિશય ઠંડી અથવા આળસ. આ જ વિષય પર પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક મહિલા પ્રેમાનંદ મહારાજને પોતાની સમસ્યા જણાવે છે. તે કહે છે કે, "શિયાળા દરમિયાન દરરોજ, હું વિચારું છું કે, સવારે વહેલા ઉઠી જઈશ. પણ હું વહેલી ઉઠી નથી શકતી. આળસ વધી ગઈ છે, અને મોડે સુધી સૂવાથી નકારાત્મક સપનાઓ આવે છે."
Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજે શું કહ્યું
મહિલાની વાત સાંભળ્યા પછી, પ્રેમાનંદ મહારાજે જવાબ આપ્યો કે, જે લોકો મોડે સુધી સૂવે છે. તેમને વધુ સપના આવે છે. તેમણે કહ્યું, "જો તમે 24 કલાક (24 hours) માં ફક્ત પાંચ કલાકની ઊંઘ લો છો, તો તમને સપના નહીં આવે. સવારે ઉઠતાની સાથે જ તમારા ભગવાનના નામનું જાપ કરો. આ મનને શુદ્ધ કરે છે. અને ખરાબ સપનાઓથી પણ રાહત આપે છે."
પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટ કહ્યું કે જે લોકો રાત્રે મોડા સૂઈ જાય છે. અને સવારે મોડા મોડા જાગે છે તેઓ માનવતા કરતાં પશુતાનું પ્રદર્શન કરે છે. તેથી દરેક વ્યક્તિએ બ્રહ્મમુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ. જે લોકો સવારે મોડા સુધી સૂવે છે. તેઓ આધ્યાત્મિકતા કે ધર્મ (Religion)ને યોગ્ય રીતે સમજી શકતા નથી.
Premanand Maharaj: ઉઠીને ભગવાનનું નામ જપો
પ્રેમાનંદ મહારાજ આગળ સમજાવે છે કે, સવારે (Morning) ઉઠીને સૌથી પહેલા ચાલવું જોઈએ. અને ભગવાનનું નામ જપવું જોઈએ. જો એક મહિના સુધી સતત પ્રેક્ટિસ (Practice) કરવામાં આવે તો, તે આદત બની જાય છે. ભગવાનનું નામ જપવામાં અપાર શક્તિ છે. જપ કરનારાઓ માટે શુદ્ધ ચારિત્ર્ય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૈનિક જપ અને શુદ્ધ આચરણ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ તરફ દોરી જાય છે. જો ચારિત્ર્ય શુદ્ધ ના હોય, અને જપ-તપ પણ ના કર્યું હોય તો, ગમે તેટલા પ્રયાસો કરો, જીવનમાં ક્યારેય સાચી પ્રગતિ નથી થતી.
આ પણ વાંચો------ Raja Bhartruhari : ભર્તૃહરિની જીવનયાત્રા: શૃંગારના ઉંબરેથી વૈરાગ્યના શિખર સુધી
આ પણ વાંચો------- વર્લ્ડ કપ વિજેતા દીપ્તિ શર્માએ વૃંદાવનમાં લીધા Premanand Maharaj ના આશીર્વાદ


