Raksha Bandhan 2025 : રાખડી બાંધવાની શાસ્ત્રોક્ત પદ્ધતિ અને યોગ્ય મંત્ર વિશે જાણી લો
- 2025માં 24 વર્ષ પછી રક્ષાબંધન પર ઘણા શુભ યોગ બની રહ્યા છે (Raksha Bandhan 2025)
- ભાઈએ જન્માષ્ટમી સુધી પોતાના હાથથી પોતાના કાંડામાંથી રાખડી ન કાઢવી જોઈએ
- વહેલી સવારે ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણને રાખડી બાંધવી જોઈએ
Raksha Bandhan 2025 : રક્ષાબંધન ભાઈ અને બહેનના બિનશરતી પ્રેમને દર્શાવે છે. જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન (Raksha Bandhan 2025)નો દિવસ ભાઈ અને બહેનના સંબંધમાં મીઠાશ ઉમેરે છે અને તેમના સંબંધને દર વર્ષે મજબૂત બનાવે છે.. આ દિવસે બહેનો તેમના ભાઈના જમણા હાથે રાખડી બાંધે છે. ભાઈઓના દીર્ઘ અને સુરક્ષિત આયુષ્યની કામના કરે છે. આજે અમે આપને જણાવીશું રાખડી (રક્ષા) બાંધવાના મંત્ર અને શાસ્ત્રીય પદ્ધતિ વિશે.
યોગ્ય મંત્ર
રક્ષાબંધન (Raksha Bandhan 2025) પર બહેનોએ રાખડી બાંધતી વખતે યોગ્ય મંત્ર (Vaidik Mantra)નો જાપ કરવો જોઈએ. આ મંત્ર છે येन बद्धो बली राजा, दानवेन्द्र महाबलः दस त्वं कथितनामी रक्षे मचल मचलः શાસ્ત્રો અનુસાર આ મંત્રનો અર્થ એ છે કે હું તમને તે જ મંત્રથી બાંધું છું જેનાથી ઉદાર રાજા બલીને બાંધવામાં આવ્યા હતા. ભાઈએ જન્માષ્ટમી સુધી પોતાના હાથથી પોતાના કાંડામાંથી રાખડી ન કાઢવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભાઈઓએ ઓછામાં ઓછા 21 દિવસ અથવા જન્માષ્ટમી સુધી રાખડી પોતાના કાંડા પર બાંધીને રાખવી જોઈએ.
Rakshabandhan Gujarat First-09-08-2025-
આ પણ વાંચોઃ Raksha Bandhan : શું તમે જાણો છો, બહેન જમણા હાથ પર રાખડી કેમ બાંધે છે?
શાસ્ત્રોક્ત પદ્ધતિ (Raksha Bandhan 2025)
રક્ષાબંધન (Raksha Bandhan 2025) ના દિવસે બહેનોએ સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણને રાખડી બાંધવી જોઈએ. ત્યારબાદ શુભ મૂહુર્તમાં ભાઈને રાખડી બાંધવી જોઈએ. રાખી બાંધતા પહેલા ભાઈ અને બહેન બંનેએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. બહેનોએ પોતાના માથા પર દુપટ્ટો રાખવો જોઈએ અને ભાઈઓએ રૂમાલથી માથું ઢાંકવું જોઈએ. ત્યારબાદ બહેને ભાઈના હાથમાં એલચી અને અક્ષત મુકવા જોઈએ અને પોતાની મુઠ્ઠી બંધ કરવી જોઈએ. બહેને ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધવી જોઈએ અને ભાઈના હાથમાંથી અક્ષત અને એલચી લઈને તમારા ઘરની તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખવી જોઈએ. રાખડી બાંધ્યા પછી ભાઈને મીઠાઈ ખવડાવો અને પછી આરતી કરો.
Rakshabandhan Gujarat First-09-08-2025
24 વર્ષ પછી શુભ યોગ
2025માં 24 વર્ષ પછી રક્ષાબંધન પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ વખતે રક્ષાબંધન પર બુધાદિત્ય રાજયોગ (Budhaditya Yog) સાથે ગજલક્ષ્મી રાજયોગ (Gajlakshami Yog), સર્વાર્થ સિદ્ધિ યોગ અને સૌભાગ્ય યોગનો સંયોગ છે. વર્ષ 2001 ની શરૂઆતમાં રક્ષાબંધન પર ગ્રહોનું આ પ્રકારનું સંયોજન બન્યું હતું.
આ પણ વાંચોઃ Rashifal 09 August 2025 : આજે પવિત્ર રક્ષાબંધન અને સમ સપ્તક યોગમાં આ રાશિના જાતકોને થશે અઢળક લાભ