Blue Moon 31 May 2026 : 31 મેના રોજ જોવા મળશે દુર્લભ 'બ્લુ મૂન', જાણો શું છે તેની પાછળનું વિજ્ઞાન
- આકાશમાં સર્જાશે અદભૂત નજારો: Blue Moon 31 May 2026
- એક જ મહિનામાં બે પૂર્ણિમાનો દુર્લભ સંયોગ
- બ્લુ મૂન અને માઇક્રો મૂન એકસાથે જોવા મળશે
- જાણો શા માટે આ ઘટનાને કહેવાય છે 'વાદળી ચંદ્ર'
- 31 મેના રોજ રખાશે જેષ્ઠ પૂર્ણિમાનું વ્રત
Blue Moon 31 May 2026 : આ મહિનાની અંતિમ તારીખ 31 મે ના રોજ પૂર્ણિમા છે. આ દિવસે અત્યંત દુર્લભ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આ રાત્રે 'બ્લુ મૂન' (Blue Moon) અને 'માઇક્રો મૂન' (Micro Moon) બંને એકસાથે જોવા મળશે, જે ખગોળ પ્રેમીઓ માટે એક વિશેષ લ્હાવો હશે.
દ્વિક પંચાગ અનુસાર પૂર્ણિમાની તિથિ 30 મેના રોજ સવારે 11:57 વાગ્યે શરૂ થશે અને 31 મેના રોજ બપોરે 2:14 વાગ્યે પૂર્ણ થશે. ઉદિયા તિથિ મુજબ 31 મેના રોજ પૂર્ણિમાની ઉજવણી અને વ્રત કરવામાં આવશે.
Blue Moon 31 May 2026 : શું છે રેર બ્લુ મૂન?
સામાન્ય રીતે લોકોને લાગે છે કે 'બ્લુ મૂન' એટલે ચંદ્ર વાદળી રંગનો દેખાશે, પરંતુ વાસ્તવમાં તેને રંગ સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે એક જ કેલેન્ડર મહિનામાં બે વાર પૂર્ણિમા આવે, ત્યારે બીજી પૂર્ણિમાના ચંદ્રને 'બ્લુ મૂન' કહેવામાં આવે છે. આ મે મહિનામાં પહેલી પૂર્ણિમા 1 મેના રોજ હતી અને હવે બીજી 31 મેના રોજ છે. ચંદ્ર તેનો કુદરતી સફેદ કે આછો પીળો રંગ જ જાળવી રાખશે. આવી ઘટના દર અઢી વર્ષે (Every 2.5 Years) એકવાર બને છે.
માઇક્રો મૂન જોવાનો સમય ક્યો ?
આ વખતે પૂર્ણિમાનો ચંદ્ર સામાન્ય કરતાં થોડો નાનો અને ઓછો તેજસ્વી દેખાશે, જેને 'માઇક્રો મૂન' કહેવામાં આવે છે. અગાઉ વિશ્વએ 19 ઓગસ્ટ, 2024ના રોજ સુપર બ્લુ મૂન જોયો હતો. ભારતીય સમય અનુસાર, આ દુર્લભ ચંદ્ર 31 મેના રોજ બપોરે 2:15 વાગ્યે દેખાશે. જોકે, તેને જોવાનો શ્રેષ્ઠ સમય 30-31 મેની રાત્રે અથવા 31 મે થી 1 જૂનની વહેલી સવારે સૂર્યોદય પહેલાંનો છે.


