Rashifal 10 August 2026 : આજે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની વદ બારસ તિથિ છે, જે સોમવાર છે. બારસ તિથિ સવારે 8:01 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ તેરસ તિથિ શરૂ થશે. વધુમાં આર્દ્રા નક્ષત્ર બપોરે 12:27 વાગ્યા સુધી રહેશે. વધુમાં, આજે સોમ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણો આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે...
મેષ
આજે આત્મવિશ્વાસ વધશે અને નવા કામની શરૂઆત માટે સારો દિવસ રહેશે. કાર્યક્ષેત્રે તમારી મહેનતનું સારું પરિણામ મળશે. આર્થિક રીતે લાભની તક મળી શકે છે. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. શુભ રંગ: લાલ
વૃષભ
આજે ધનલાભ માટે સારા યોગ બની શકે છે. વેપારમાં નવી ડીલ અથવા ગ્રાહક મળવાની શક્યતા છે. નોકરીમાં જવાબદારી વધશે પરંતુ પ્રગતિ પણ થશે. સંબંધોમાં પ્રેમ અને સમજણ જળવાઈ રહેશે. શુભ રંગ: સફેદ
મિથુન
આજે તમારી વાતચીતની કુશળતા તમને સફળતા અપાવશે. અટકેલું કામ ફરી શરૂ થઈ શકે છે. કરિયરમાં નવી તક મળી શકે છે. કોઈની વાતમાં આવીને મોટો નિર્ણય ન લેવો. શુભ રંગ: લીલો
કર્ક
આજે પરિવાર અને સંબંધોને વધુ સમય આપશો. નોકરીમાં સારા સમાચાર મળવાની શક્યતા છે. પૈસાની બાબતમાં આયોજનથી ચાલશો તો લાભ થશે. મનને શાંત રાખવા માટે થોડો સમય ધ્યાન અથવા પ્રાર્થનામાં આપવો. શુભ રંગ: સફેદ
સિંહ
આજે તમારી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતા આગળ આવશે. કાર્યક્ષેત્રે નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં સારો લાભ મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. શુભ રંગ: સુવર્ણ
કન્યા
આજે આયોજનપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આર્થિક બાબતમાં જૂનું પેમેન્ટ મળી શકે છે. સ્વભાવમાં વધુ પડતી ચિંતા ટાળવી. શુભ રંગ: લીલો
તુલા
આજે નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયક બની શકે છે. વ્યવસાયમાં ભાગીદારી અંગે સારો પ્રસ્તાવ મળી શકે છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. અનાવશ્યક ખરીદીથી બચવું. શુભ રંગ: ગુલાબી
વૃશ્ચિક
આજે આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણય સફળ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની નવી દિશા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગુસ્સો અને અહંકારથી દૂર રહેશો તો દિવસ વધુ સારો રહેશે. શુભ રંગ: મરૂન
ધન
આજે ભાગ્યનો સારો સાથ મળશે. નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત થઈ શકે છે. પ્રવાસ સંબંધિત કોઈ તક મળી શકે છે. પરિવારના વડીલોની સલાહ તમારા માટે લાભદાયક રહેશે. શુભ રંગ: પીળો
મકર
આજે મહેનત અને શિસ્તથી મોટી સફળતા મેળવી શકશો. કાર્યસ્થળે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પૈસાની બાબતમાં સાવચેતી રાખવી. જીવનસાથી અથવા પરિવારનો સહયોગ મળશે. શુભ રંગ: વાદળી
કુંભ
આજે તમારી નવી વિચારધારા કામમાં સફળતા અપાવશે. વેપાર અને કરિયરમાં નવી તકના દરવાજા ખુલશે. મિત્રો અથવા સહકર્મી પાસેથી મદદ મળશે. જૂની ગેરસમજ દૂર કરવાનો સારો સમય છે. શુભ રંગ: આસમાની
મીન
આજે મનમાં શાંતિ અને સકારાત્મકતા રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ રસ વધશે. આર્થિક લાભની તક મળી શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. શુભ રંગ: પીળો
આ પણ વાંચો: Ahmedabad Rape Case : આનંદનગર રેપ કેસ મામલે મોટા સમાચાર, આરોપીએ ભાગવાની કોશિષ કરતા પોલીસે મારી ગોળી