Rashifal 10 January 2025: સૂર્ય-બુધની યુતિથી બનશે શક્તિશાળી બુધાદિત્ય રાજયોગ, આ રાશિના જાતકોના ઘરમાં થશે રૂપિયાના ઢગલા
Rashifal 10 January 2025: આજે શનિવાર 10 જાન્યુઆરી છે અને આજે ચંદ્ર દિવસભર કન્યા રાશિમાં રહ્યા બાદ તુલા રાશિમાં ગોચર કરશે. આજે આ ગોચરમાં ચંદ્ર હસ્તથી ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે. ચંદ્રના આ ગોચરને કારણે આજે ગજકેસરી યોગ બનશે, જ્યારે સૂર્ય અને બુધનો યુતિ બુધાદિત્ય રાજયોગ પણ બનાવશે. તો, મેષથી મીન રાશિ સુધીની બધી રાશિઓ માટે આ શનિવાર કેવો રહેશે, ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી આજનું રાશિફળ વિગતવાર જાણીએ.
મેષ
આજે કાર્યક્ષેત્રે સક્રિય સહેશો અને દરેક કામ પોતાની દેખરેખ હેઠળ કરાવશો. નોકરીની શોધમાં રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક વ્યવસાયમાં મનોવાંચ્છિત સફળતા મળશે
વૃષભ
આજે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો, ડોક્ટરની સલાહ લો. પરિવારના સભ્યો સાથે કોઇ ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો, ધન ખર્ચ પણ થશે. અનાવશ્યક ખર્ચ ટાળો નહીં તો આર્થિક સ્થિતિના કારણે પરેશાની થશે
મિથુન
આજે દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો, જેના કારણે પરિવાર માટે સમય નહીં ફાળવી શકો. બિઝનેસમાં કેટલાંક શત્રુઓને મિત્ર બનાવીને આસપાસ બની શકો છો. વેપારમાં આંશિક આર્થિક લાભ મળશે
કર્ક
આજે જીવનસાથી સાથે સુખદ સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. કોઇ વિવાદના ઉકેલમાં તેઓની મદદ મળશે. પારિવારિક બિઝનેસમાં જીવનસાથીની સલાહથી યોજનાઓને સફળ બનાવશો
સિંહ
આજે વિરોધીઓ પણ તમારી સાથે સક્રિય દેખાશે, જેને જોઇ તેઓ આશ્ચર્યચક્તિ રહી જશે. માતા સાથે બહાર ફરવા જવા જઇ શખો છો. પ્રેમ સંબંધમાં નવી ઉર્જાનો સંચાર થશે
કન્યા
આજે વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેશે, કોઇ નવા કોર્સમાં એડમિશન લેવા માટે દિવસ સારો છે. કોઇની સલાહ પર રોકાણ કરવાથી પરેશાની થઇ શકે છે, તમારી બુદ્ધિ અને વિવેકથી રોકાણ કરો
તુલા
આજે વેપારમાં કેટલાંક બદલાવ કરવાથી સારો લાભ મળશે, બિઝનેસ માટે પિતાની સલાહ લઇ શકો છો. જે ફાયદાકારક રહેશે. પારિવારિક ક્લેશથી બચવાના પ્રયાસ કરો
વૃશ્ચિક
આજે પરિવારના સભ્યો વચ્ચે સામંજસ્ય જાળવવામાં પરેશાની થઇ શકે છે, આ દરમિયાન વાણી પર નિયંત્રણ રાખો. નોકરીયાત વર્ગને કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.
ધન
આજે દિવસ શુભ રહેશે, ઘરમાં કોઇ ધાર્મિક આયોજન થઇ શકે છે. કોઇ સંસ્થા, બેન્ક પાસેથી ઋણ લેવાનું વિચારી રહ્યા હોવ તો સરળતાથી મળી જશે. રોજગારની શોધમાં રહેલા જાતકોને નિરાશા હાથ લાગશે
મકર
આજે દિવસ ઉર્જાવાન રહેશે, તમે જે પણ કામ કરશો તેના સકારાત્મક પરિણામ મળશે. કોઇ સંબંધી સાથે વિવાદ થઇ શકે છે, આ દરમિયાન વાણી નિયંત્રણ રાખો. પિતાના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે
કુંભ
આજે દિવસ દરમિયાન સાવધાન રહો, નાણાકીય લેવડ દેવડમાં સતર્ક રહો નહીં તો ભવિષ્યમાં મોટાં ઋણમાં પૈસા ડૂબી શકે છે. કોઇને ઉધાર નાણા ના આપો. વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવશે
મીન
આજે દિવસ ફાયદાકારક રહેશે, વેપારમાં પ્રગતિ માટે વધુ મહેનત કરશો. વેપારમાં કોઇ ડીલ ફાઇનલ કરવા મિત્રો અથવા સંબંધીઓનો સહયોગ મળશે. પારિવારિક સભ્યોની સાથે સંબંધો સુધરશે.


