Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rashifal 11 February 2026: નવમી અને દશમીનો અનોખો સંગમ! આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા!

Rashifal 11 February 2026: વૈદિક કેલેન્ડર મુજબ, આજે ફાલ્ગુન કૃષ્ણ પક્ષની નવમી તિથિ સવારે 9 :58 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ દશમી તિથિ શરૂ થશે. બુધવાર પણ છે. આજે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
rashifal 11 february 2026  નવમી અને દશમીનો અનોખો સંગમ  આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા
Advertisement

Rashifal 11 February 2026: વૈદિક કેલેન્ડર મુજબ, આજે ફાલ્ગુન કૃષ્ણ પક્ષની નવમી તિથિ સવારે 9 :58 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ દશમી તિથિ શરૂ થશે. બુધવાર પણ છે. આજે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.મેષ, વૃષભ, કર્ક, સિંહ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન રાશિ માટે આજનું રાશિફળ જાણો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી.....

મેષ

આજે દિવસ ખૂબ સારો રહે મન ખુશ રહશે સાથે આજે કંપનીઓના કર્મચારીઓને તેમના બોસ તરફથી પ્રશંસા અને આદર મળશે. તમે મેનેજમેન્ટ કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો. પરિવારનો વ્યવહાર સહયોગી રહેશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા રહેશે. કાર્યક્ષેત્રમાં જોખમ લેવાનું ટાળશો. તમારે વ્યવસાયમાં સખત

Advertisement

વૃષભ

આજે શારિરીક રીતે સાવધાન રહેવાની જરૂર છે. આકસ્મિક દુર્ઘટના અથવા અન્ય કારણોથી શારિરીક કષ્ટ રહી શકે છે. હાથ પગમાં કમજોરીની અસર દૈનિક કામકાજ પર જોવા મળશે. અનાવશ્યક ખર્ચ ટાળો

Advertisement

મિથુન

આજે બપોર સુધી કોઇ પણ કામમાં અસુવિધા નહીં રહે, વ્યાવસાયિક સ્થળો પર કામ સુચારુ રીતે ચાલશે. અગાઉ કરેલી ભૂલોથી માર્ગદર્શન મળશે. વ્યાવસાયિક યાત્રા લાભદાયક રહેશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે, યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

કર્ક

આજે અનાવશ્યક વિવાદમાં પડશો, સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવના કારણે પરેશાની રહેશે. કોઇ જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવો તો વડીલો નારાજ થઇ શકે છે. આવકની સરખામણીએ ખર્ચ વધારે રહેશે.

સિંહ

આજે ધૈર્ય રાખશો, તો આશાથી વધુ લાભની પ્રાપ્તિ થશે. દિનચર્યા મંદ રહેશે, જેના કારણે લોકોની આલોચના પણ સહન કરવી પડી શકે છે. આવકની સરખામણીએ વ્યય વધારે રહેશે.

કન્યા

આજે સ્વયંને અન્ય લોકોથી શ્રેષ્ઠ સમજશો, પરંતુ તેનાથી આસપાસના લોકોને અસુવિધા રહેશે, અનાવશ્યક વિવાદ પણ થઇ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ વિવાદોના કારણે માનસિક રીતે બેચેન રહેશો.

તુલા

આજે જે પણ કામ કરશો, તેનાથી ધન પ્રાપ્ત અવશ્ય થશે. કોઇ નવું કામ અથવા ડીલ કે વ્યવસાયની શરૂઆત માટે દિવસ શુભ છે. અધૂરાં કાર્યોમાં વિલંબના કારણે નુકસાન થઇ શકે છે

વૃશ્ચિક

આજે દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, શરૂઆતના સમયમાં આળસના કારણે કાર્યોમાં વિલંબ થઇ શકે છે. મહેનત બાદ કાર્યોમાં સફળતા મળશે. મહિલાઓને ઘરેલુ કામકાજ માટે ભાગદોડ રહી શકે છે.

ધન

આજે લાપરવાહીના કારણે કાર્યોમાં વિલંબ થઇ શકે છે. અનિયમિત દિનચર્યાના કારણે શારિરીક થાક અને અસ્વસ્થતાનો અનુભવ થઇ શકે છે. કામથી વધુ મોજમસ્તીને મહત્વ આપવાથી નુકસાન થઇ શકે છે

મકર

આજે દરેક કાર્યો સમજી વિચારીને કરશો, તેમ છતાં કાર્યોમાં સફળતામાં વિલંબ અથવા હાનિ થઇ શકે છે. મનમાં નકારાત્મક ભાવનાઓ શારિરીક અને માનસિક રીતે પરેશાન કરશે.

કુંભ

આજે સામાજિક ક્ષેત્રે સન્માન મળશે. કોઇ ગેરસમજના કારણે ઘરેલુ માહોલ ખરાબ થઇ શકે છે, તેમ છતાં સ્થિતિને નિયંત્રિત રાખવામાં સફળ રહેશો. સહકર્મીઓ પણ તમારાં વ્યવહારથી ખુશ રહેશે.

મીન

આજે દિવસ ધન ધાન્યની વૃદ્ધિ કરાવનાર રહેશે. ઘરેલુ અથવા વ્યાવસાયિક નિર્ણયો લેશો, શૅર અથવા અન્ય જોખમી ગતિવિધિઓમાં. સાવધાની રાખવી.

આ પણ વાંચો:  Money In Dream : સપનામાં પૈસા દેખાય તો શું સમજવું, જાણો અહીં !

Tags :
Advertisement

.

×