Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rashifal 20 February 2026: 20 ફેબ્રુઆરી 2026નો દિવસ કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે, જાણો તમારી રાશિ

આજે 20 ફેબ્રુઆરી શુક્રવાર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શુક્રવારે માતા મહાલક્ષ્મીનીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, 20 ફેબ્રુઆરી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિઓને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીએ આજનું રાશિફળ (Rashifal)...
rashifal 20 february 2026  20 ફેબ્રુઆરી 2026નો દિવસ કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે  જાણો તમારી રાશિ
Advertisement
  • Rashifal 20 February 2026: આજનું રાશિફળ
  • આજે તિથિ - 14:38 PM સુધી વૃક્ષ ત્યારબાદ ચોથ
  • નક્ષત્ર - ઉત્તરા ભાદ્રપદ 20:07 PM સુધી ત્યારબાદ રેવતી
  • યોગ - સાધ્ય 18:23 PM સુધી ત્યારબાદ સુભા
  • કરણ - 14:38 PM સુધી ગર અને 14:38 સુધી વનિજ દ્વારા અનુસરવામાં આવે છે - 01:07 સુધી રાત્રી
  • યોગ 11:28 AM થી 12:53 PM
  • ચંદ્રરાશિ - ચંદ્ર મીના રાશિમાંથી પસાર થાય છે.

Rashifal 20 February 2026: આજે 20 ફેબ્રુઆરી શુક્રવાર છે. ધાર્મિક માન્યતાઓ (Religious beliefs) અનુસાર, શુક્રવારે માતા મહાલક્ષ્મી ( Mahalakshmi) ની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, 20 ફેબ્રુઆરી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિઓને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની (Astrologer Monali Soni)  પાસેથી જાણીએ આજનું રાશિફળ (Rashifal)... ગુજરાતી પંચાંગ આજે, 20 ફેબ્રુઆરી, 2026, અમદાવાદ, ગુજરાત, ભારત માટે. આજનું પંચાંગ, આજનું ચોઘડિયા, તિથિ, નક્ષત્ર વગેરે.

મેષ
આજે આર્થિક પરેશાનીઓથી રાહત મળશે, અગાઉ લીધેલા ઋણની ચૂકવણીમાં સફળ રહેશો. વિદ્યાર્થીઓને આજે શિક્ષકોના સહયોગની આવશ્યકતા રહેશે. જીવનસાથીની પ્રગતિ જોઇ પ્રસન્ન રહેશો

Advertisement

વૃષભ 
આજે પરિવારમાં વિવાહ યોગ્ય સભ્યના લગ્ન થઇ શકે છે, જેનાથી પરિવારનો માહોલ શુભ અને મંગળમય રહેશે. સાંજના સમયે તમારાં ઘરે કોઇ ખાસ મહેમાનનું આગમન થઇ શકે છે, જેનાથી ધન ખર્ચ વધી શકે છે

Advertisement

મિથુન 
આજે પરિવારના કોઇ સભ્યની પ્રગતિ જોઇ આશ્ચર્યચક્તિ રહી જશો. મહેનત અને લગનથી કોઇ પણ પરીક્ષામાં ભાગ લેશો તો તેમાં સફળતા ચોક્કસથી મળશે. નોકરીમાં બદલાવ માટે સમય ઉત્તમ છે.

કર્ક 
આજે તમારી વ્યસ્ત દિનચર્યા છતાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સેવા માટે સમય ફાળવી શકશો. સાંજના સમયે ઘરે મહેમાનનું આગમન થઇ શકે છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો

સિંહ 
આજે પાર્ટનરશિપમાં વેપાર દરમિયાન તમારાં પાર્ટનર પર વધારે ભરોસો નહીં કરવાની સલાહ છે, નહીં તો વિશ્વાસઘાત મળી શકે છે. સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિને ઉધાર આપવાનું ટાળો.

કન્યા 
આજે કાર્યક્ષેત્રે કેટલાંક બદલાવ કરવાથી ભવિષ્યમાં લાભ મળશે. વેપારમાં નફો મેળવવા માટે વધુ મહેનત કરશો. જીવનસાથી સાથે દૈનિક જરૂરિયાતો પર ચર્ચા કરશો. સાંજના સમયે શોપિંગ કરશો

તુલા 
આજે કોઇ અગમ્ય ચિંતા રહી શકે છે. વ્યવસાયમાં વિરોધીઓ પરેશાન કરી શકે છે, તમારી બુદ્ધિ અને ચાતુર્યનો ઉપયોગ કરી તેમાંથી બહાર નિકળવાના પ્રયાસ કરવા જોઇએ. કેટલીક સમસ્યા વાસ્તવિક હશે

વૃશ્ચિક 
આજે નિરાશાજનક વિચારોને મનમાં આવતા અટકાવો, ત્યારે જ લાભના અવસર ઓળખી શકશો. બિઝનેસમાં કોઇની સાથે વિવાદ થઇ શકે છે, જેનાથી માનસિક તણાવ પણ રહેશે.

ધન
આજે દિવસ દરેક મામલે શુભ રહેશે, તેમ છતાં દૈનિક કાર્યોમાં લાપરવાહી ના રાખો, નહીં તો મહત્વના કામ લાંબા સમય સુધી ટળી શકે છે. નવા વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફાયદો મળશે

મકર
આજે કોઇ વરિષ્ઠ સભ્યની મદદ માટે આગળ આવશો, કાર્યસ્થળે તમારાં અધિકારીઓ પ્રસંશા કરી શકે છે. સાસરી પક્ષ તરફતી સન્માનની પ્રાપિત થશે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે દિવસ શુભ રહેશે

કુંભ 
આજે નાની મોટી સમસ્યામાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે, મંદ ગતિએ ચાલી રહેલા કામમાં ભાઇઓની મદદ મળશે. સાંજના સમયે પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો

મીન
આજે ભાગ્યનો સાથ મળશે, વેપારમાં પ્રગતિના નવા રસ્તા ખૂલશે, જેનાથી તમારાં કાર્યો સરળ બનશે. તેમ છતાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરશો, ધન ખર્ચ પણ થશે

આ પણ વાંચો---- Char Dham Registration Fee : ઓનલાઈન રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર, હવે ભાવિકોએ ચૂકવવી પડશે ફી

Tags :
Advertisement

.

×