Rashifal 20 January 2026: રાહુનું ગોચર, આ રાશિ માટે ઉભી કરશે સૌથી વધુ મુશ્કેલી!
Rashifal 20 January 2026: આજે મંગળવાર, 20 જાન્યુઆરી છે અને આજે ચંદ્ર મકર રાશિથી કુંભ રાશિમાં જશે અને આ ગોચરમાં આજે ચંદ્ર ઉત્તરાષાઢાથી શ્રવણ નક્ષત્રમાં જશે. ચંદ્રના આ ગોચરને કારણે આજે ચંદ્ર અને મંગળ વચ્ચે યુતિ થશે, જે દિવસનો શાસક ગ્રહ પણ છે, જેના કારણે આજે ધન યોગનું યુતિ બનશે. આ ઉપરાંત, આજે ચંદ્ર અને સૂર્ય પણ યુતિ બનાવી રહ્યા છે, તેથી આજનો દિવસ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે, જ્યારે આજનો મંગળવાર વૃષભ અને સિંહ રાશિના લોકો માટે પણ અનુકૂળ જણાય છે. ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીએ કે કઈ રાશિઓ માટે શુભ અને લાભદાયી રહેશે?
મેષ
આજે વધુ ધન ખર્ચ થશે. કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદને કારણે તણાવ પેદા થઈ શકે છે, આથી વાણી પર નિયંત્રણ રાખવું અતિ આવશ્ય છે. બીજી બાબતોમાં પડવાથી બચો અને સારું રહેશે કે, તમે પોતાને વિવાદોથી દૂર રાખો.
વૃષભ
વિશેષ ઉન્નતિકારક દિવસ છે. કોઈપણ રોકાયેલું કાર્ય જે તમારાથી ન થઈ રહ્યું હોય તે આજે કરો, સફળતા જરૂર મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ છે. યાત્રા મંગળમય રહેશે. વ્યાપાર-ધંધાના સંબંધમાં પ્રવાસ થશે અને તેમાં લાભ થશે.
મિથુન
કાલે તમારું જે કાર્ય નહોતું બની રહ્યું તે આજે બનવાની શક્યતાઓ છે. કાર્યની વ્યવસ્તા જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રમાં લાભનો યોગ છે. મહેનથી સફળતા મળે. ધર્મ સ્થળની યાત્રાનો વિશેષ યોગ બની રહ્યો છે. મહત્વપૂર્ણ કાર્યોને આજે પૂર્ણ કરી શકશો. ધન લાભની શક્યતા છે. આજે તમે શારીરિક અને માનસિક રૂપથી ઉત્સાહિત રહેશો
કર્ક
મુસાફરીનો યોગ છે. ભાગ્ય પણ સાથ આપશે. આજે તમારો પ્રગતિનો દિવસ છે. બગડેલા કાર્ય પણ બનશે. તમારી ધાર્મિક પ્રવૃતિ વધશે. સમાજમાં માન સન્માન વધશે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાશે. સરકારી કાર્ય સંપન્ન થશે. નવા કાર્યનું આયોજન સફળ થશે. ચિત્ત શુદ્ધ રહેશે તેમજ સારા વિચારોથી મન પ્રસન્ન રહેશે.
સિંહ
આજે પોતાની પ્રિય વસ્તુઓ, મોબાઈલ વગેરેનું ધ્યાન રાખો, લાપરવાહીના કારણે કોઈ વસ્તુ ખોવાઈ શકે છે. ગુપ્ત શત્રુ આજે તમને નુકસાન પહોંચાડી શકે છે. સાવધાન રહો. નવા સંબંધ બનાવતા પહેલા ગંભીરતાથી વિચારી લો. પરિવારમાં કલેશનું વાતાવરણ સર્જાય શકે છે.
કન્યા
પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાના કારણે મન પ્રસન્ન રહેશે. નવું કાર્ય. રોજગાર વગેરે શરુ કરવાનું વિચારી રહ્યાં હોવ તો અવશ્ય કરો. સફળતા જરુર મળશે. દોસ્તો સાથે બહાર ફરવા જઈ શકો છો. આજે ભેટ મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. રોકાયેલું કામ પૂરું થશે.
તુલા
આજે તમારા માટે સફળ દિવસ છે. શત્રુ નિર્બળ રહેશે. આવકના નવા સાધનો પણ નિર્માણ થશે. સંઘર્ષ કરશો તો અવશ્ય સફળતા મળશે. ધનની લેવડદેવડમાં ફાયદો થઈ શકે છે. મિત્રો તેમજ પરિવાર પાસેથી ગિફ્ટ મળશે. વેપારમાં પણ નવા સંપર્કોથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે.
વૃશ્ચિક
આજે પોતાની પ્રતિભાનો પૂર્ણ લાભ લઈ શકશો. નવી યોજનાઓ પણ લાભદાયી રહેશે. મનોરંજન પર ખર્ચ થશે. પ્રેમ પ્રસંગમાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે. નોકરીમાં સહકર્મચારીઓ પાસેથી સહયોગ મળશે. શત્રુઓ પર વિજય મળશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકશે
ધન
ક્રોધ પર નિયંત્રણ રાખો. બીનજરુરી વાદ-વિવાદથઈ બચો. આજે મન બેચેન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. બીજા પર આંખો બંધ કરીને ભરોસો ન કરવો. પારિવારિક સભ્ય અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું. ઈશ્વરની પૂજા, જાપ અને આદ્યાત્મિકતા તમને શાંતિનો અનુભવ કરાવશે.
મકર
આજે તમારા સાહસમાં વૃદ્ધિ થશે, મનોબળ વધશે, માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ છે, શુભ દિવસ છે. વિશ્વાસપાત્ર વ્યક્તિથી લાભ ચોક્કસથી લેજો. પરિવાર સાથે સમય પસાર કરજો. લેખનકાર્ય કે સર્જનાત્મક કૃતિઓની રચના કરવા માટે સારો દિવસ છે. નોકરીવાળાઓને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
કુંભ
નાણાનું રોકાણ કરી શકો છો. શેર્સમાં પણ ધનનું રોકાણ કરવું આજે લાભદાયક રહેશે. વાહનની ખરીદી કરવા માટે વિચારી શકો છો. વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોના પ્રયાસો સફળ રહેશે. જાહેર ક્ષેત્રમાં લાભ અને પ્રસિદ્ધિ મળી શકે છે.
મીન
આજે પ્રયાસ અથવા તો જાતે પ્રયત્ન કરવાથી પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે, ધાર્મિક સ્થળની યાત્રા, મનોરંજન કાર્યો પર ખર્ચ કરશો. પરિવાર સાથે હરવા-ફરવાનો સમય મળશે. સાહસના બળે સફળતા પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. જે કંઈ પણ આજે તમે કર્મ કરશો તેનું પ્રતિફળ તમને સો ટકા પ્રાપ્ત થશે.


