Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rashifal 22 February 2026 : ફાગણ સુદ પાંચમ અને રવિવારનો અદભૂત સંયોગ, જાણો તમારી રાશિ માટે દિવસ કેવો રહેશે?

Rashifal 22 February 2026 : આજે રવિવાર છે, ફાગણ મહિનાના શુક્લ પક્ષનો પાંચમો દિવસ. પંચમી તિથિ આજે સવારે 11: 10 વાગ્યા સુધી રહેશે. આજે બપોરે 1: 09 વાગ્યા સુધી શુક્લ યોગ પ્રબળ રહેશે. વધુમાં, અશ્વિની નક્ષત્ર આજે સાંજે 5:55 વાગ્યા સુધી પ્રબળ રહેશે.
rashifal 22 february 2026   ફાગણ સુદ પાંચમ અને રવિવારનો અદભૂત સંયોગ  જાણો તમારી રાશિ માટે દિવસ કેવો રહેશે
Advertisement

Rashifal 22 February 2026 : આજે રવિવાર છે, ફાગણ મહિનાના શુક્લ પક્ષનો પાંચમો દિવસ. પંચમી તિથિ આજે સવારે 11: 10 વાગ્યા સુધી રહેશે. આજે બપોરે 1: 09 વાગ્યા સુધી શુક્લ યોગ પ્રબળ રહેશે. વધુમાં, અશ્વિની નક્ષત્ર આજે સાંજે 5:55 વાગ્યા સુધી પ્રબળ રહેશે. ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી મેષથી મીન રાશિ સુધીની બધી રાશિઓની સ્થિતિ વિશે જાણીએ.

મેષ

નવા લોકો સાથે મુલાકાત થશે. દરેક વાતને તથ્યોના આધારે રજુ કરો. પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં ઘણો સુધાર થશે. જૂના મિત્રોની મદદ મળશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે.

Advertisement

વૃષભ

નોકરીયાતોને મોટો ફાયદો થશે. આગળ વધવાની નવી તકો કે ઓફર મળી શકે છે. જેટલું ટેન્શન લો છો તેટલું કામમાં પરેશાની નથી. ભાગ્યનો સાથ મળશે. જે પણ કરશો તેના રોચક પરિણામ મળશે. કેરિયર કે અંગત જીવનમાં ઉન્નતિની તકો મળશે.

Advertisement

મિથુન

 આજે સમજી વિચારીને નિર્ણય લો. કોઈ નવી જગ્યા પર જવાના યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેનાથી ફાયદો થશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો. બેરોજગારોને રોજગારી મળવાની શક્યતા છે.

કર્ક

તમારા માટે દિવસ સારો રહેશે. ઉત્સાહ વધી શકે છે. ઘર અને આસપાસની ચીજોનો કંટ્રોલ તમારા હાથમાં હોઈ શકે છે. નાણાકીય મામલાઓ પર થોડો વિચાર કરશો તો ફાયદો થશે. અટવાયેલા નાણા પરત મળશે. મોટા નિર્ણય લેવા માટે સારો દિવસ છે

સિંહ

 મોટા કામ પૂરા થશે. નાણાકીય મામલે જુસ્સો વધશે. અનેક કામ પૂરા થશે. વિવાદનો ઉકેલ આવશે. નવી નોકરી કે બિઝનેસની રૂપરેખા તૈયાર થશે. જેનાથી આગળ જઈને બધુ બદલાઈ શકે છે.

કન્યા

જે કામ કરવાનું છે જે જવાબદારી મળી છે તે ખુશી ખુશીથી કરી લો. બધુ સરળતાથી પૂરું થઈ શકે છે. તમારા કામોથી બીજાને પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધોના મામલે વ્યવહારિક રહો.

તુલા

જે લોકો તેમને દગો કરવા માંગે છે તેમનું જૂઠ પકડી લેશો. પ્રેમી તમારા મનની ભાવના સમજશે. મિત્રો, પ્રેમી કે સંબંધી સાથે પસાર કરેલો સમય ઉપયોગી સાબિત થશે. કોઈ ખાસ વ્યક્તિનો મત તમારી લાઈફમાં ફાયદો કરાવશે.

વૃશ્ચિક

સારા લોકો સાથે મુલાકાત થશે જેના કારણે ફાયદો થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદો કરાવશે. બિઝનેસ સારો ચાલશે. ઘર પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપો.

ધન

આજે ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થાય તો સારુ રહેશે. ગંભીરતાથી કોઈ વાત પર ચર્ચા થશે તો ઉકેલ આવવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં સફળ થશો. પરિવાર કે મિત્રો સાથે કોઈ મામલાની પતાવટ કરવાની હોય તો આગળ વધો.

મકર

નાની મોટી મુસાફરી કે મહત્વપૂર્ણ વાત થઈ શકે છે. તમારી બુદ્ધિથી અઘરું કામ પણ પૂરું કરશો. વધુ મહેનત કરવી પડી શકે છે. નાણાકીય પરેશાની દૂર થવાની શક્યતા છે. કોઈ સારા સમાચાર મળશે. ઘર ઓફિસમાં થતા ફેરફારથી સહમત થશો.

કુંભ

આજે લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન આપો. ઓફિસમાં જવાબદારી મળી શકે છે. બીજાની મદદથી કરેલા કામોનો ઉકેલ આવશે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે.

મીન

પોતાના પર ભરોસો કરો અને આગળ વધો. બિઝનેસ અને નોકરીના ખાસ કામો માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર અને ઉન્નતિની સારી તકો છે. પૈસા કમાવવાની કોશિશોમાં સફળતા મળશે. યોજનાઓ સફળ થશે.

આ પણ વાંચો: Jaladhari Temple Mysterious Cave : પ્રકૃતિ જાતે કરે શિવજીનો અભિષેક !

Tags :
Advertisement

.

×