Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rashifal 25 February 2026: બુધવાર અને રોહિણી નક્ષત્રનો અદ્ભુત સંયોગ: આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા!

Rashifal 25 February 2026: આજે ફાગણ શુક્લ પક્ષની નવમી તિથિ અને બુધવાર છે. નવમી તિથિ આજે સવારે 2:41 વાગ્યા સુધી રહેશે. વિષ્કુંભ યોગ આજે સવારે 1:29 વાગ્યા સુધી રહેશે. તેમજ રોહિણી નક્ષત્ર આજે બપોરે 1:39 વાગ્યા સુધી રહેશે. ગ્રહો અને તારાઓની સ્થિતિ તમામ 12 રાશિઓ માટે નાણાકીય લાભ અને પારિવારિક સુખની શક્યતાઓ ઉભી કરી રહી છે.
rashifal 25 february 2026  બુધવાર અને રોહિણી નક્ષત્રનો અદ્ભુત સંયોગ  આ 5 રાશિઓ પર થશે ધનવર્ષા
Advertisement

Rashifal 25 February 2026: આજે ફાગણ શુક્લ પક્ષની નવમી તિથિ અને બુધવાર છે. નવમી તિથિ આજે સવારે 2:41 વાગ્યા સુધી રહેશે. વિષ્કુંભ યોગ આજે સવારે 1:29 વાગ્યા સુધી રહેશે. તેમજ રોહિણી નક્ષત્ર આજે બપોરે 1:39 વાગ્યા સુધી રહેશે. ગ્રહો અને તારાઓની સ્થિતિ તમામ 12 રાશિઓ માટે નાણાકીય લાભ અને પારિવારિક સુખની શક્યતાઓ ઉભી કરી રહી છે. તે જ સમયે, કેટલીક રાશિઓએ તેમના સ્વાસ્થ્ય અને નિર્ણયો પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે. તો ચાલો એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી બધી રાશિના લોકો માટે આજની પરિસ્થિતિ વિશે વિગતવાર જાણીએ.

મેષ

દિવસ મધ્યમ ફળદાયી રહે કામ પર ધ્યાન કેન્દ્રિત કરજો, બેદરકારીના કારણે કામ બગડી શકે છે. સંતાન પક્ષ તરફથી ખુશી મળશે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહેશે. મનોરંજન અને પ્રેમ-પ્રસંગ પાછળ ધન ખર્ચ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે.

Advertisement

વૃષભ

 દિવસ સારો રહશે કામ કાજ માં પ્રશંસા મળે પરંતુ આજે ક્રોધ પર નિયંત્રણ રાખજો, આત્મવિશ્વાસ સાથે કામ કરજો. વિવાદથી દૂર રહેજો અને વ્યાવહારિકતાથી કામ કરજો

Advertisement

મિથુન

આજે કામનું દબાણ રહેશે, પણ કામમાં સફળતા મળશે. મહેનત અનુસાર લાભ મળશે, ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. ગુપ્ત શત્રુ તમારા પર ઈર્ષ્યા કરશે અને વાણી પર સંયમ જાળવજો.

કર્ક

 આજે ધન પ્રાપ્તિનો યોગ છે, ઉધારથી બચજો. પાડોશીઓની મદદ મળી શકે છે અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યો સંબંધિત તક મળશે.દિવસ એકંદરે સારો રહશે

સિંહ

આજે દરેક કાર્યમાં સફળતા મળશે, જૂની સમસ્યાનો અંત આવશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને પારિવારિક જીવનમાં આનંદ મળશે. વેપારમાં લાભ થશે, ઉત્સાહ પર નિયંત્રણ રાખજો.

કન્યા

 આજે ઉતાવળમાં કામ કરશો નહીં, કાર્યમાં અડચણ જોવા મળી શકે છે. યાત્રાનો હેતુ અપૂર્ણ રહેશે અને વધુ ખર્ચા થઈ શકે છે. આજે મોડી ઊંઘ આવશે અને મનમાં અશાંતિ રહેશે.

તુલા

આજે પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે. પારિવારિક જીવનમાં આનંદ મળશે અને આર્થિક પક્ષ સારો રહેશે. રોકાણમાં લાભ પ્રાપ્ત કરી શકો છો.

વૃશ્ચિક

આજે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો, સન્માનમાં વધારો થશે. કાર્યોમાં રુચિ રહેશે અને નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. સુખના સાધનો પર ખર્ચા થશે

ધન

આજે ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે, વિરોધીઓ હારશે અને યાત્રામાં લાભ થશે. મહેનત કરતા વધારે સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે

મકર

 આજે બુદ્ધિ તેજ રહેશે અને ગંભીરતાથી નિર્ણય લેજો, કાર્ય માં સફળતા મળે વાહન ધીરે ચલાવજો ,યાત્રા ના યોગ બની સોએ છે . આજે ભોજનમાં ધ્યાન રાખજો અને જોખમી રોકાણથી બચજો

કુંભ

પ્રિય વ્યક્તિનો સાથ મળશે, ઘર માટે ખરીદી કરી શકો છો. આજે નવા કામની શરૂઆત કરી શકો છો નવા પ્રોજેક્ટ પર કામ કરસો

મીન

આજે આનંદનો દિવસ છે, અચાનક શુભ સમાચાર મળી શકે છે. વેપારમાં લાભ થશે. વિરોધીઓ શાંત રહેશે અને ફસાયેલા પૈસા પરત મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.

આ પણ વાંચો:  Swapna Shastra: શું તમને પણ સપનામાં દેખાય છે આ 5 વસ્તુ, તો તમારું ભાગ્ય ચમકશે

Tags :
Advertisement

.

×