Rashifal 26 January 2026: ગણતંત્ર દિવસે ગ્રહોની બદલાતી ચાલ, આ 5 રાશિઓનું નસીબ ચમકશે!
Rashifal 26 January 2026: ચંદ્ર મેષ રાશિમાં, ગુરુ મિથુન રાશિમાં, કેતુ સિંહ રાશિમાં, સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ મકર રાશિમાં. રાહુ કુંભ રાશિમાં અને શનિ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહોની ગતિવિધિઓની સીધી અસર બધી 12 રાશિઓ પર પડશે. જ્યારે આ દિવસ કેટલાક માટે શુભ સંકેતો લઈને આવશે, તો કેટલાકે સ્વાસ્થ્ય, સંપત્તિ અને કૌટુંબિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. શનિ, ચંદ્ર, ગુરુ, રાહુ, કેતુ અને અન્ય ગ્રહોની સ્થિતિ ઘણા ઉતાર-ચઢાવ લાવી શકે છે. આવી સ્થિતિમાં એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી જાણીઅ મેષથી મીન સુધીની બધી રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે, વાંચો આજનું રાશિફળ (Rashifal) વિગતવાર ...
મેષ
કેટલીક નવી તક મળી શકે છે. તમારી યોજનાઓને સમર્થમ મળી શકે છે. બિઝનેસમાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. ભાગ્ય સાથ આપશે. સકારાત્મક રહો. તમે કંપનીનું કોઇ કામનું બજેટ પણ બનાવી શકો છો. પ્રેમીના પ્રતિ તમારી જવાબદારીઓ વધી શકે છે. શાંત રહો. નવા લોકોથી મુલાકાતથી સફળતા મળી શકે છે
વૃષભ
દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીક કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. કોઇપણ કામ સમજી-વિચારીને કરો. કોઇ કારણોસર તમને જૂની યાદો તાજા થઇ શકે છે.
મિથુન
કેટલાક નવા અનુભવ થઇ શકે છે. સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો તેમાં સફળ થશો. તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાનો પ્રયત્ન કરો. બીજાની વાત પણ તેજ રીતે સમજવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ અને કામકાજથી કંઇક શીખવાનો પ્રયત્ન કરો. પારિવારિક સંબંધો મજબૂત કરવા માટે સારો સમય છે.
કર્ક
લોકો સાથે સંબંધ બનાવવા માટે દિવસ સારો છે. કરિયર વિશે સંભાવના વધારે સ્પષ્ટ થતી જશે. તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ રાઝ જાણવા મળી શકે છે. તમારો પ્રસ્તાવ મોટાભાગે લોકો પસંદ આવશે. કામકાજ અને જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. કરિયરમાં ઘણી વાતો જાણવા મળી શકે છે. નજીકના લોકથી સંબંધ મજબૂત થઇ શકે છે
સિંહ
તમારા માટે સમય સારો છે. પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. કોઇ માણસ પાસેથી મદદ અથવા સલાહ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે ઘણા સક્રિય રહેશો. મોટાભાગના કિસ્સાઓ સરળતાથી ઉકેલાશે. વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા મનની વાત શેર કરી શકો છો. સમસ્યાનું સમાધાન સરળતાથી મળી શકે છે.
કન્યા
આજે કોઇ કામ ના ટાળો. બિઝનેસ અથવા નોકરીના ટાર્ગેટ પર સંપૂર્ણ ધ્યાન આપો. એકાગ્રતા સાથે કામ કરવાનો પ્રયત્ન કરો. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા બંધાશે. પરિવારના સભ્યોથી તમારા કામકાજ અને પ્લાનિંગને શેર કરી શકો છો. પરિવારના સભ્યોની સાથે સમય સારો પસાર થશે
તુલા
વિચારોને સ્પષ્ટ રાખો. વ્યાપારમાં તમારાથી સહમત થઇને લોકો તમારી વાત માની શકે છે. ઓફિસ અને બિઝનેસ મામલે સફળતા મળી શકે છે. પ્રયત્ન કરવાથી કોઇ ખાસ વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. વિશ્વાસપાત્ર મિત્રથી મદદ મળી શકે છે. કોઇ સાથે અચાનક થનારી મુલાકાત પ્રેમ સંબંધોની શરૂઆત કરાવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે
વૃશ્ચિક
અચાનક ફાયદો થઇ શકે છે. ઘન લાભનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે, જે તમારા વિચાર બદલવા પ્રેરિક કરી શકે છે. આજે તમારી ભાવનાઓ અને ટેન્શન સંપૂર્ણ રીતે બીજાને જણાવો. રોજિંદા કાર્ય પૂરા થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળી શકે છે.
ધન
ભાગ્યનો સાથ મળી શકે છે. આજે હાલાત અને તમને મળતા લોકો કંઇક નવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ સમયે કરવામાં આવેલા પ્રયત્ન સફળ થવાની આશા વધારે છે. આજે થઇ શકે છે કે વર્તમાન નોકરીમાં વધારે જવાબદારી અથવા કામ મળી શકે છે
મકર
કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. વ્યવહારુ યોજનાઓ બનાવો અને તેના પર કામ શરૂ કરી દો. તેનાથી સારી સફળતા મળશે. પાર્ટનરથી સંબંધો સારા થઇ શકે છે. માનસિક સહયોગની જરૂરીયાત છે, જે તમારા પાર્ટનરથી મળશે.
કુંભ
અમુક મામલે શાંત રહો અને તેના પર નવેસરથી વિચાર કરો. જેનાથી પૈસા કમાવવાના નવા આઇડીયા ધ્યાનમાં આવી શકે છે. નોકરી અને બિઝનેસ મામલે ઉકેલ આવશે. ભાગીદારીથી કામમાં આગળ વધો. આવક અને પદનો લાભ થઇ શકે છે. નવી યોજનાઓની ઓફર મળશે
મીન
તમને નવા બિઝનેસ, સોદા અને નવી નોકરીની બધી બાજુથી ઓફર મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. કોઇ ખાસ કામમાં નવી શરૂઆતનો સમય છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે. તમને ધીરે ધીરે સફળતા મળશે.
આ પણ વાંચો: North India માં Cold Wave ને લઇને ચોંકાવનારૂ કારણ આપતા જ્યોતિષ


