Rashifal 6 January 2026: આજે સંકટ ચોથ પર બનશે દુર્લભ સંયોગ, વિધ્નહર્તા આ 4 રાશિ પર થશે મહેરબાન
Rashifal 6 January 2026: આજે 6 જાન્યુઆરી, 2026, મંગળવારનો દિવસ છે. મંગળવાર ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અત્યંત ખાસ માનવામાં આવે છે. આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી છે, જેને સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોગ વર્ષમાં ભાગ્યે જ બને છે, અને જ્યારે તે મંગળવારે આવે છે, ત્યારે તેનો પ્રભાવ અનેકગણો વધી જાય છે ત્યારે આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે તેના વિશે જાણીતી એસ્ટ્રોલોજર મોનાલી સોનીએ જણાવ્યું હતું. વાંચો આજનું રાશિફળ ....
મેષ
આજે સમાજ સેવા કરવાનો મોકો મળે તો આગળ આવીને હિસ્સો લેવો જોઈએ. કાર્યસ્થળ પર તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનને ઉચ્ચ અધિકારીઓ તથા સહકર્મીઓ તરફથી મહત્વ મળશે. પારિવારિક સંબંધમાં સ્વાર્થી વલણ નુકસાનકારણ સાબિત થઈ શકે છે
વૃષભ
આજના દિવસે મન વ્યથિત રહેશે અને એકલાપણાનો અનુભવ કરી શકો છે. કામનો બોજ ઘટાડવાની જરૂર છે. પરિવારના તમામ સભ્યોની સાથે રાતનું ભોજન કરવું જોઈએ.
મિથુન
આજના દિવસે વ્યસ્ત રહેશે. પરિશ્રમથી દરેક કામ અને લક્ષ્ય પૂરું કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
કર્ક
આજે પ્રતિભાનું દર્શન કરવાની જરૂર પડશે. તમારો બહિર્મુખ સ્વભાવ લાભ આપશે. મનમાં છુપાયેલી કોઇ વાત પરેશાન કરી રહી હોય તો મિત્રો સાથે શેર કરી શકો છો.
સિંહ
જો તમે વિપરિત પરિસ્થિતિ જોઈ હોય તો વિશ્વાસ અને વિવેક ડગવા ન દો. ખુદ પર ભરોસો રાથો અને મજબૂતી સાથે પરિસ્થિતિનો સામનો કરો.આર્થિક મામલામાં પરેશાની હોય તો મિત્ર અને પડોશી સહાયક બનીને ઉભરશે.
કન્યા
આજે લેણદેણ મામલે ભૂલ ભારે પડી શકે છે. પરિવાર સાથે ગુરુની આરાધના કરો. જેમના ગુરુ નથી તેઓ હનુમાનજીની ઉપાસના કરી શકે છે.
તુલા
આજના દિવસે આળસ રૂપી નકારાત્મકતા તમારું કામ બગાડી શકે છે. તેનાથી ખુદને દૂર રાખો. કોઈપણ મહત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલા સારી રણનીતિ બનાવવાનો પ્રયાસ કરો.
વૃશ્ચિક
આજનો દિવસ ભક્તિમય રહેશે. ઘરમાં આધ્યાતમિક આયોજનથી મનમાં ઉર્જાનો સંચાર થશે. ગૃહિણીએ સામાજિક કાયક્રમમાં ભાગ લેવો જોઈએ.
ધન
આજના દિવસે મજબૂત માનસિકતા સાથે કામ કરીને તમે નુશ્કેલ પરિસ્થિતિને ઉકેલી શકશો. સમયના સદઉપયોગ કરો અને વિલંબમાં પડેલા કામ પૂરા કરી લો. સંબંધ બગડે તે પહેલા મામલો ઉકેલી નાંખો.
મકર
આજે મહત્વપૂર્ણ કામ બનતાં જોવા મળી રહ્યા છે. તેની અસર માનસિક સ્થિતિ પર પડશે. સમગ્ર દિવસ પ્રસન્નતા સાથે વિતાવો.
કુંભ
આજે યોજનાઓ અને કામકાજને લઈ ચિંતન રહેશે. મહત્વપૂર્ણ કામ ન થઈ રહ્યું હોય તો બીજાની મદદ લેવાથી પાછળ ન હટો.
મીન
આજે પ્લાનિંગ કરેલા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થઈ શકે છે. મનને વ્યર્થ ચિંતામાં ન ફસાવો, તેનાથી કામ બગડી શકે છે. ઘરમાં કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો મતભેદ ભૂલીને દોસ્તી અને સ્નેહનો હાથ લંબાવો.


