Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rashifal 7 January 2026: આજે બનશે બુધાદિત્ય યોગ, આ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે દિવસ !

Rashifal 7 January 2026: આજે 7 જાન્યુઆરી, 2026, બુધવારનો દિવસ છે. આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પછીની પંચમી તિથિ છે. આજે બુધાદિત્ય યોગનો શુભ સંયોગ બની રહ્યો છે.ત્યારે આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે તેના વિશે જાણીતી એસ્ટ્રોલોજર મોનાલી સોનીએ જણાવ્યું હતું. વાંચો આજનું રાશિફળ ....
rashifal 7 january 2026  આજે બનશે બુધાદિત્ય યોગ  આ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે દિવસ
Advertisement

Rashifal 7 January 2026: આજે 7 જાન્યુઆરી, 2026, બુધવારનો દિવસ છે. આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી પછીની પંચમી તિથિ છે. આવી સ્થિતિમાં, આજનો દિવસ બુધ ગ્રહના પ્રભાવ હેઠળ રહેશે અને ચંદ્ર આજે દિવસ અને રાત સિંહ રાશિમાં ગોચર કરશે.જ્યારે, બુધવારે, બુધ અને સૂર્ય ધન રાશિમાં યુતિમાં છે, જેના કારણે આજે  બુધાદિત્ય યોગનો શુભ સંયોગ બની રહ્યો છે.ત્યારે આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે તેના વિશે જાણીતી એસ્ટ્રોલોજર મોનાલી સોનીએ જણાવ્યું હતું. વાંચો આજનું રાશિફળ ....

મેષ

આજે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરો, કારણ કે કોઇને કોઇ પરેશાની સામે આવી શકે છે. દિવસની શરૂઆતમાં યાત્રાના યોગ છે, પરંતુ શક્ય હોય તો તેને ટાળો. કામમાં નુકસાનની સાથે સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.

Advertisement

વૃષભ

આજે ઘરેલુ જરૂરિયાતો પર ખર્ચ થઇ શકે છે. વ્યવસાયમાં અચાનક વૃદ્ધિથી વ્યસ્તતા વધશે, આર્થિક લાભ પણ અનુરૂપ રહેશે. મિત્રો અને સંબંધીઓના આગમનથી ભાગદોડ રહી શકે છે. ખર્ચ વધી શકે છે.

Advertisement

મિથુન

આજે દિવસ થોડો બેચેનીભર્યો રહી શકે છે. નોકરીયાત વર્ગને માનસિક પરેશાનીઓ રહી શકે છે. બપોર બાદ વેપારમાં ધનનું આગમન થઇ શકે છે. આજે ઘરેલુ અને રોજિંદા ખર્ચ વધશે. પરિવારમાં પરસ્પર સામંજસ્ય રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કર્ક

લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ઇચ્છા પૂર્ણ કરવા માટે મહેનત કરશો. બિઝનેસમાં પરિવારના વડીલોની સલાહથી સફળતા મળશે. આર્થિક લાભ પ્રયાસો બાદ મળશે.

સિંહ

આજે દિવસ થોડો વ્યસ્ત રહેશે, સ્વભાવ ઉગ્ર રહેવાથી કોઇની સાથે વાદ વિવાદ થવાની પણ શક્યતાઓ છે. સમજ્યા વિચાર્યા વગર કોઇને વાયદો ના કરો નહીં તો મુશ્કેલી થઇ શકે છે. યાત્રાની યોજના બનશે, પરંતુ ખર્ચ વધવાથી પરેશાની રહેશે.

કન્યા

ધન સંબંધિત કાર્યોને વ્યવસ્થિક કરવામાં વ્યસ્ત રહેશો, બપોર બાદ સફળતા મળશે. વેપારમાં આવકના સ્ત્રોત મળશે, યાત્રા દરમિયાન તમારાં સામાનને સુરક્ષિત રાખો. સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો

તુલા

આજે ખર્ચ વધશે, પરંતુ ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. સારાં કામ કરશો. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે. આળસના કારણે કામમાં થોડી ગરબડ થઇ શકે છે. ઘરમાં પૂજા પાઠ અથવા અન્ય માંગલિક કાર્યક્રમની તૈયારીઓ થઇ શકે છે.

વૃશ્ચિક

આજે દિવસ ઉત્તમ રહેશે, જૂની બીમારીઓમાં રાહત મળશે અને સ્વાસ્થ્ય દુરસ્ત રહેશે. આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક લાભ આવશ્યકતા અનુસાર થશે.

ધન

આજે કામનો બોજ વધારે રહેશે, પારિવારિક જીવન સુખમય રહેશે. કાર્યક્ષેત્રે લાપરવાહીના કારણે લાભમાં હાનિ પણ થઇ શકે છે. વેપારમાં પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહો, ખર્ચને પહોંચી વળવા પર્યાપ્ત આવક થશે. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો

મકર

આજે મકર રાશિ માટે દિવસ ખૂબ જ સારો રહેશે, ભાગ્યનો સાથ દરેક ક્ષણે મળતો રહેશે અને તમારાં કાર્યોમાં સફળતા મળશે. આજે દિવસ ચારેતરફથી માન સન્માન લઇને આવશે.

કુંભ

આજે ઘરે અથવા કાર્યસ્થળે જે પણ કામ કરશો તેમાં ચોક્કસથી સફળ થશો. સાર્વજનિક ક્ષેત્રે તમારાં માન સન્માનમાં વધારો થશે. સ્વભાવમાં પરોપકારની ભાવના રહેશે અને જરૂરિયાતમંદોની મદદ કરશો

મીન

આજે તમારી ધાર્મિક ભાવનાઓ પ્રબળ રહેશે. દિવસની શરૂઆતમાં પૂજા પાઠમાં વ્યસ્ત રહેશો, કોઇ ધાર્મિક ક્ષેત્રની યાત્રા પણ કરશો. આજે જૂના કામથી આર્થિક લાભ થશે અને નવી ડીલ પણ થઇ શકે છે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેવાથી માનસિક પરેશાની રહી શકે છે

Tags :
Advertisement

.

×