ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શનિવારે આ સ્તોત્રનું કરો પઠન, Hanuman Chalisa જેટલું છે શક્તિશાળી

હનુમાન ચાલીસા અને બજરંગ બાણ જેવી પ્રાર્થના જેવું જ એક મહત્વનું સ્તોત્ર છે લાંગૂલાસ્ત્ર (Langulastra). આ સ્તોત્ર હનુમાનજીને ખૂબ પ્રિય છે. વાંચો વિગતવાર
02:11 PM May 17, 2025 IST | Hardik Prajapati
હનુમાન ચાલીસા અને બજરંગ બાણ જેવી પ્રાર્થના જેવું જ એક મહત્વનું સ્તોત્ર છે લાંગૂલાસ્ત્ર (Langulastra). આ સ્તોત્ર હનુમાનજીને ખૂબ પ્રિય છે. વાંચો વિગતવાર
Langulastra Stotra Gujarat First----

Lord Hanumanji : હિન્દુ ધર્મમાં શનિવારને પ્રભુ હનુમાનજીને સમર્પિત વાર માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજી (Lord Hanumanji) ને કરવામાં આવતી પ્રાર્થનાનું વિશેષ ફળ મળે છે. તેથી જ કરોડો ભક્તો શનિવારે હનુમાન ચાલીસા (Hanuman Chalisa) અને બજરંગ બાણ (Bajrang Baan) જેવી પ્રાર્થનાઓ કરતા હોય છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણ જેવી પ્રાર્થના જેવું જ એક મહત્વનું સ્તોત્ર છે લાંગૂલાસ્ત્ર (Langulastra). આ સ્તોત્ર હનુમાનજીને ખૂબ પ્રિય છે.

લાંગૂલાસ્ત્ર

હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, વેદ-પૂરાણોમાં Lord Hanumanji ને પ્રસન્ન કરવા માટે લાંગૂલાસ્ત્ર નામક સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋષિમુનિઓ પણ Hanuman Chalisa અને Bajrang Baan જેટલું અસરકારક સ્તોત્ર લાંગૂલાસ્ત્રને માનતા હતા. લાંગૂલાસ્ત્રના પઠનથી ભક્તો પોતાના જીવનની નાની-મોટી પીડામાંથી મુક્તિ મેળવી શકે છે. શનિવારે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય એવા Langulastra ના પઠનનું પૌરાણિક મહત્વ છે. આ સ્તોત્રના પઠનથી ભકતો પર હનુમાનજીની વિશેષ કૃપા થવાની ધાર્મિક માન્યતા છે.

Langulastra Stotra Gujarat First

Langulastra Stotra Gujarat First----

લાંગૂલાસ્ત્ર પઠન અને પૂજન વિધિ

શનિવાર કષ્ટભંજન દેવ હનુમાનજીને સમર્પિત વાર છે. શનિવારે ભકતોએ સરસવનું તેલ, અડદના દાણાં, આકડાના પુષ્પોની માળા અને સિંદૂરનો અભિષેક હનુમાનજી ભગવાનને કરવો જોઈએ. આ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ સાથે સાથે ભકતો હનુમાન ચાલીસા અને બજરંગ બાણ પણ કરતા જોવા મળે છે. આ બંને પ્રાર્થના જેટલું જ મહત્વ લાંગૂલાસ્ત્ર સ્તોત્ર (Langulastra Stotra) ધરાવે છે. હનુમાનજીની પૂજામાં શાસ્ત્રોક્ત વિધિ અને ઋષિમુનિઓ દ્વારા દર્શાવવામાં આવેલા Langulastra Stotra ના પઠનને પણ ખૂબ જ મહત્વનું અને અસરકારક માનવામાં આવે છે. કોઈપણ હનુમાન ભક્ત આ સ્તોત્રનું પઠન કરીને પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે.

આ પણ વાંચોઃ Rashifal 17 May 2025 : આ રાશિના જાતકોને આજે મળી શકે છે નાણાકીય સફળતા

કઈ પીડામાંથી મળે છે મુક્તિ ?

હનુમાનજીની પૂજામાં શાસ્ત્રોક્ત વિધિ અને ઋષિમુનિઓ દ્વારા દર્શાવવામાં આવેલા લાંગૂલાસ્ત્ર સ્તોત્રના પઠનને પણ ખૂબ જ મહત્વનું અને અસરકારક માનવામાં આવે છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણ જેટલા જ શક્તિશાળી Langulastra Stotra ના પઠનથી ભકતોને અનેક પીડામાંથી મુક્તિ મળે છે. જેમ કે, શારીરિક પીડાઓ, સામાજિક પીડાઓ, ભૂત-પ્રેત-પલીતની પજવણી જેવી પીડા વગેરે વગેરે. ટૂંકમાં જીવનમાં આવેલા દરેક પ્રકારના વિઘ્નોને દૂર કરવામાં આ Langulastra Stotra નું પઠન ખૂબ જ મહત્વનું અને અસરકારક માનવામાં આવે છે. કોઈપણ હનુમાન ભક્ત આ સ્તોત્રની ઉપાસના અને પાઠ કરે, કરાવે, તેનું શ્રવણ કરે તો તેવા તમામ વ્યક્તિના જીવનમાં આવેલી મોટાભાગની સમસ્યાનું સમાધાન થાય છે.

આ પણ વાંચોઃ  Cow Worship: હિન્દુ ધર્મમાં ગાયની પૂજા અને ભોજન કરાવવું શા માટે પૂણ્યશાળી ગણાય છે ?

Next Article