Mahabharat :धर्म न्याय संगत रहें, सोच प्रथम परमार्थ।
Mahabharat ના યુદ્ધનો એક ઓછો જાણીતો પ્રસંગ.
સુર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરવાનો છે.જયદ્રથને બચાવવા મોટા મોટા યોદ્ધાઓ અર્જુનના માર્ગમાં આવે છે.પહેલાં જ દ્રોણ સામે આવે છે.અર્જુન દ્રોણને ઘાયલ કરે છે. દ્રોણને અર્જુન કહે છે:”તમે મારા માટે પિતા,મોટાભાઈ ધર્મરાજ અને સખા કૃષ્ણ જેવા છો.હું તમારા માટે અશ્વસ્થામા જેવો છું.”
તવ પ્રસાદાદિચ્છામિ સિંધુરાજાનમાવહે
નિહંતુ દ્વીપદામ શ્રેષ્ઠ પ્રતીગ્ન્યાં રક્ષ મેં વિભો !!
તમારા પ્રસાદથી હું સીધુરાજને યુધ્ધમાં મારવાની રાખું છું.હે પ્રભુ,તમે મારી ટેક્ની રક્ષા કરો.
દ્રોણ અર્જુનને બરાબરીનું યુદ્ધ આપે છે.પણ આજે કૃષ્ણ કઇ અલગ જ મિજાજમાં છે.એ જાણે છે કે સાંજ પહેલાં જયદ્રથનો વધ કરવાનો છે. જુદાજુદા મહારથીઓ સાથે અર્જુન યુદ્ધ કરવા રોકાઈ જશે તો?પત્યું.
એ અર્જુનને સજાગ કરે છે.
પાર્થ પાર્થ મહાબાહો ન નઃ કાલાત્યયો ભવેત !!
એ ઉતાવળમાં છે એટલે બેબે વાર પાર્થ સમ્બોધ્યું છે.(વ્યાસજીની કલમને પ્રણામ).
અર્જુન તરત દ્રોણની પ્રદક્ષિણા કરી આગળ વધે છે. કૃષ્ણ રથને આગળ લઇ જાય છે.દ્રોણ તરત ટકોર કરે છે-“નનુ નામ રણે શત્રુમજીત્વા ન નીવર્તસે...” અર્જુન,તું તો રણમાં શત્રુને પરાજિત કર્યા વિના ક્યારેય જતો નથી.આજે કેમ ભાગ્યો?”
અર્જુનનો ઉત્તર દ્રોણને ફરી ઘાયલ કરે છે.:” ગુરુર્ભગવાન...તમે તો મારા ગુરૂ છો.મારા શત્રુ નથી.હું તમારા પૂત્ર સમાન શિષ્ય છું.આ લોકમાં તમને યુધ્ધમાં પરાજિત કરે એવો કોઈ હું જોતો નથી.”
જયદ્રથવધને મહાકવિ વ્યાસે ખૂબ બહેલાવ્યો છે
જયદ્રથવધને મહાકવિ વ્યાસે ખૂબ બહેલાવ્યો છે પણ કૃષ્ણની ચીન્તા તો એક જ છે કે સમય વીતી ન જાય.
હવે એક સુંદર પ્રસંગ આવે છે.
કૃષ્ણ રથને લક્ષ્ય તરફ જ દોરી જાય છે.કૃષ્ણ સારથી તરીકે પોતાની કલાને પ્રગટ કરી રહ્યા હતા. સામાન્ય રીતે યુધ્ધમાં રથી અને સર્થીનું લક્ષ્ય પોતાને બચાવવાનું હોય છે.પરંતુ અર્જુન કહે છે:”હે કૃષ્ણ,અશ્વો ઘાથી પીડાય છે અને એ તરસ્યા પણ .લાગે છે. હવે કે રોકી અશ્વોની સારવાર કરવી જોઈએ.”
ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અર્જુનને આ વાત સૂઝે એની નવાઈ લાગે છે. કૃષ્ણ પણ કહે છે કે મારો પણ આ જ મત છે.
અર્જુનનો વધ કર્યો કે નહિ?
અહી ધુતરાષ્ટ્ર સંજયને પૂછે છે-“આ મોકો ઝડપીને મારા સૈનિકોએ અર્જુનનો વધ કર્યો કે નહિ?”
સંજયનો જવાબ પણ ધારદાર છે:
સદ્ય: પાર્થિવ પાર્થેન નીરુધ્ધા: સર્વપાર્થીવા: !
રથસ્યા ધરણીસ્થેન વાક્યમાંચ્છાન્દ્સં યથા!!
-અછાંદસ વાક્ય જેમ અસ્વીકાર્ય બને તેમ બધા રાજવીઓને અર્જુને રોકી લીધા.
આવા અપૂર્વ નરસંહાર વચ્ચે પ્રાણી પ્રત્યેની દયાની આ ઘટના વિરલ છે. વાત અહી અટકતી નથી. કૃષ્ણ અર્જુનને કહે છે કે અશ્વોને જળ પાવું છે. અર્જુન બાણથી જળાશય રચે છે એટલું જ નહિ પણ બાણો દ્વારા કૃષ્ણની આસપાસ રક્ષાકવચ ઉભું કરી દે છે.
સંહારની સાથે જીવદયાની આ સમતુલા વ્યાસ જેવા સમર્થ કવિ જ કરી શકે.
આ પણ વાંચો-Satsang : પરસ્પર પ્રીતિ પ્રસારાવે એ ધર્મ