ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sarvarth Siddhi Yoga 2025 : આજે રચાયો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, હનુમાનજીની વિશેષ કૃપા રહેશે આ 5 રાશિના જાતકો પર

આજે 29મી એપ્રિલ, મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvarth Siddhi Yoga 2025) નો શુભ સંયોગ છે. આ શુભ યોગમાં હનુમાનજીની વિશેષ કૃપા મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકો પર વિશેષ થશે. વાંચો વિગતવાર.
09:00 AM Apr 29, 2025 IST | Hardik Prajapati
આજે 29મી એપ્રિલ, મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvarth Siddhi Yoga 2025) નો શુભ સંયોગ છે. આ શુભ યોગમાં હનુમાનજીની વિશેષ કૃપા મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકો પર વિશેષ થશે. વાંચો વિગતવાર.
Sarvarth Siddhi Yoga 2025 Gujarat First

Sarvarth Siddhi Yoga 2025 : આજે 29મી એપ્રિલ, મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સૌભાગ્ય યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ (Sarvarth Siddhi Yoga) નો શુભ સંયોગ છે. આ શુભ યોગમાં હનુમાનજીના આશીર્વાદથી મેષ (Aries) , વૃષભ (Taurus), મિથુન (Gemini), કર્ક (Cancer) અને સિંહ (Leo) એમ 5 રાશિના જાતકોને સામાજિક, આર્થિક અને શારીરિક લાભો થશે.

મેષ - Aries

આજે 29મી એપ્રિલ, મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં મેષ રાશિના જાતકોને સફળતા સુનિશ્ચિત મળશે. તમારા કાર્યમાં પ્રયત્નો ફળ આપશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આજે પારિવારિક જવાબદારીઓને અવગણવી નહીં. વિવાદોથી દૂર રહેવું જ ઠીક રહેશે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ સહયોગ સાંપડી શકે છે. આજે આપના વિરોધીઓ નબળા પડશે.

વૃષભ - Taurus

આજે 29મી એપ્રિલ, મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં વૃષભ રાશિના જાતકોના ધન, પદ અને માન-સન્માનમાં વધારો થવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. હનુમાનજીની કૃપા વિદ્યાર્થીઓ પર ખાસ રહેશે. આજના દિવસે પરીક્ષાની તૈયારીમાં કરેલા પ્રયત્નો સફળ થશે. તમે તમારા વિરોધીઓનો હિંમતભેર સામનો કરી શકશો.

મિથુન - Gemini

આજે 29મી એપ્રિલ, મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં મિથુન રાશિના જાતકોનો દિવસ હનુમાનજીની કૃપાને કારણે લાભથી ભરેલો રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં હનુમાનજીની કૃપાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ ફાયદાકારક રહેશે. તમારા વધતા પ્રભાવથી દુશ્મનો ઈર્ષ્યા કરશે, પરંતુ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. સરકારી કામમાં સફળતા મળશે. બાકી રહેલા કામ પૂર્ણ થશે.

આ પણ વાંચોઃ  Bhagavad Gita : વિષાદને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ!

કર્ક - Cancer

આજે 29મી એપ્રિલ, મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં કર્ક રાશિના જાતકોની કારકિર્દી પર હનુમાનજીની કૃપા વિશેષ રહેશે. તમારી નવી વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. તમને કોઈ સારો સોદો કે પ્રોજેક્ટ મળી શકે છે. મનોરંજન કે કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી મન ખુશ રહેશે. તમે દુશ્મન પર વિજય મેળવશો. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે.

સિંહ - Leo

આજે 29મી એપ્રિલ, મંગળવારે સર્વાર્થ સિદ્ધિ યોગમાં સિંહ રાશિના જાતકોનું મન ખુશ રહેશે. તમને આર્થિક કામોમાં સફળતા મળશે. તમારા સાસરિયાઓ તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા નાણાકીય બાબતોમાં લાભ થઈ શકે છે. કામની સાથે પરિવાર સાથે સમય વિતાવશો તો મન પ્રફુલ્લિત રહેશે.

આ પણ વાંચોઃ  Upanishads : અરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ

Tags :
April 29AriescancerGeminiGujarat FirstGUJARAT FIRST NEWSHanumanjiKritika NakshatraLeoSarvarth Siddhi Yoga 2025Taurus
Next Article