Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Shani Nakshatra Gochar 2026: જાન્યુઆરીમાં શનિદેવ બદલશે નક્ષત્ર,5 રાશિના જાતકોના સફળતાના દરવાજા ખુલશે

Shani Nakshatra Gochar 2026: નવા વર્ષમાં ઘણા ગ્રહો રાશિ, ગોચર અને નક્ષત્ર પરિવર્તનમાંથી પસાર થશે. દૃષ્ટિક પંચાંગ અનુસાર શનિદેવ 20 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના પગલે કેટલીક રાશિના જાતકોના કિસ્મતના દરવાજા ખુલી જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવના ગોચરની ગતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ શનિ છે. જેથી આ 5 રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે.
shani nakshatra gochar 2026  જાન્યુઆરીમાં શનિદેવ બદલશે નક્ષત્ર 5 રાશિના જાતકોના સફળતાના દરવાજા ખુલશે
Advertisement
  • Shani Nakshatra Gochar 2026: ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે પરિવર્તન
  • 20 જાન્યુઆરીએ શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન
  • 5 રાશિના જાતકોના કિસ્મતના દ્વાર ખુલશે !

Shani Nakshatra Gochar 2026: નવા વર્ષમાં ઘણા ગ્રહો રાશિ, ગોચર અને નક્ષત્ર પરિવર્તનમાંથી પસાર થશે. દૃષ્ટિક પંચાંગ અનુસાર શનિદેવ 20 જાન્યુઆરી 2026ના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના પગલે કેટલીક રાશિના જાતકોના કિસ્મતના દરવાજા ખુલી જશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવના ગોચરની ગતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ શનિ છે. જેથી આ 5 રાશિના જાતકોને મોટો ફાયદો થઈ શકે છે.

Advertisement

મેષ

શનિ દેવના આ ગોચર મેષ રાશિમાં આર્થિક સ્થિતિ મજબૂત કરશે. શનિની કૃપાથી, તમને લાંબા સમયથી અટકેલા નાણા પ્રાપ્ત થશે. વધુમાં, કાર્યસ્થળ પર તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, અને ભવિષ્યમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યવસાયમાં નાણાકીય વિસ્તરણ પણ શક્ય છે.

Advertisement

મિથુન

આ સમય દરમિયાન મિથુન રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે. આ સમય દરમિયાન વિદેશ પ્રવાસ કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના ધરાવતા લોકો તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે, અને તેમના પિતાની મિલકત અથવા પૂર્વજોની મિલકતમાંથી લાભ થવાની પ્રબળ સંભાવના છે. પ્રમોશન અને ટ્રાન્સફર પણ શક્ય છે.

સિંહ

આ સમય દરમિયાન સિંહ રાશિના લોકોને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વિદેશ જવા માગતા કે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા લોકોને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે, પરિવારમાં કોઈ સારા સમાચાર આવી શકે છે.

તુલા

તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. શનિના ગોચર સફળતા લાવશે. કલા, લેખન અથવા ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે, અને તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધન

શનિ ધન રાશિના જાતકો માટે સુખ-સુવિધાઓ અને વૈભવમાં વધારો કરશે. 20 જાન્યુઆરી, 2026 પછી વાહન કે મિલકત ખરીદવાની તક મળશે. આવકનો નવો સ્ત્રોત પણ બનશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો 2026 ની શરૂઆતમાં એક મોટી તક ઊભી થશે.

Disclaimer : આ લેખમાં દર્શાવેલ માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.

આ પણ વાંચો: ભારતે લઘુમતી મામલે પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું, 'અલ્પસંખ્યકોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે'

Tags :
Advertisement

.

×