શું તમને પણ શનિની પનોતી નડી રહી છે? Shani Amavasya ના દિવસે આ Remedies કરવાથી મળશે લાભ
- Shani Amavasya Remedies : પનોતી અને શનિદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર.
- મંત્ર જાપ: 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રના જાપથી પીડા દૂર થશે.
- હનુમાન ભક્તિ: હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
- તેલ અભિષેક: શનિદેવને તેલ અર્પણ કરી અડદ અને તલનું દાન કરો.
- પુણ્ય દાન: જરૂરિયાતમંદોને મદદ કરવાથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે.
Shani Amavasya : શનિ દેવ રાજામાંથી રંક અને રંક માંથી રાજા પણ બનાવે છે. શનિ પનોતી જેઓને પણ અશુભ બનતી હોય કે જેમને શનિ ને કારણે પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે. જેમાં મુખ્યત્વે બીમારી, દેવુ કે નુકશાન વચ્ચે ઘર્ષણ અથવા વેપાર, ધંધા, નોકરીમાં રુકાવટ કે નુકસાન થતુ હોય છે. આ ઉપરાંત શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે બલ્ડ પ્રેશર,ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા કષ્ટ આપે છે.
Shani Amavasya : શનિદેવ ને રીઝવવા આ દિવસે કરો ઉપાય
શનિ પનોતી જેમને બેઠી છે તે રાશિના જાતકો એટલે કે સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી છે. તેમજ મેષ, કુંભ અને મીન રાશિના જાતકોને સાડાસાતી પનોતી બેઠી છે. તેમને ખાસ ઉપાય કરવા જોઈએ.
શનિ દેવ પીડા કષ્ટ નિવારણ હેતું આ દિવસે શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે.
સૌથી પ્રથમ શનિવારે સ્નાન આદી કાર્યથી શુદ્ધ થઈ ઘરના પૂજા સ્થાનમાં બેસી પનોતીનું નિવારણ થાય અને કાર્યમાં સફળતા મળે તે માટે આ ઉપાય કરીએ છે તે પ્રાર્થના કરવી જોઈએ.
શનિદેવના આ મંત્રોની કરો માળા
આ દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો ત્યાર થી એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી, જ્યારે દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય છે. આ સાથે નીચેના માંથી કોઈ જે પણ યાતા શક્તિ હોય તેનો સંકલ્પ કરી ઉપાય શરૂ કરવો. સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ
છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ!
ઉપર આપેલા મંત્રની 1, 3 કે 7 માળા કરવાથી ચોક્કસ તમને ફળ પ્રાપ્ત થાય છે.
ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
તેમજ આ મંત્ર શનિ અમાવસ્યાએ સંકલ્પ કરી. પનોતી નિવારણ માટે દરરોજ સાંજે કે રાત્રે સૂતા પહેલા 1 ,3, કે 7 માળા કરવી જોઈએ. પીડા નિવારણ ની પ્રાર્થના સાથે કોઈ પણ મંત્રની માળા કરવી.
શનિ દેવની કૃપા મેળવવા કરો આ દાન
આ ઉપરાંત શનિ યંત્રની પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી જોઈએ.
હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા જોઈએ.
શનિ અમાવસ્યા યથાશક્તિ ગરીબને દાન કરવું.
પોતાના જૂના વસ્ત્રો કે કાલા કપડા નું ગરીબોને દાન કરવું
ગરીબોને કાળા કપડાં તેમજ લોખંડના વાસણોનું દાન કરવું
કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું
ગરીબોને ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું
ઉપરોક્ત ઉપાય કરવાથી અચૂક નિવારણ થાય છે અને શનિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
( અહેવાલ- જ્યોતિષી ચેતન પટેલ )


