ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shani Chalisa : શનિદેવને અત્યંત પ્રિય એવી શનિ ચાલીસાના પ્રભાવ વિશે જાણો વિગતવાર

શનિવારે શનિદેવને રીઝવવા માટે અનેક લોકો શનિ ચાલીસા (Shani Chalisa) ના પાઠ કરતા હોય છે. આપ પણ જાણી લો કે શનિ ચાલીસાના પ્રભાવ અને ધાર્મિક મહત્વ વિશે.
09:40 AM Jun 07, 2025 IST | Hardik Prajapati
શનિવારે શનિદેવને રીઝવવા માટે અનેક લોકો શનિ ચાલીસા (Shani Chalisa) ના પાઠ કરતા હોય છે. આપ પણ જાણી લો કે શનિ ચાલીસાના પ્રભાવ અને ધાર્મિક મહત્વ વિશે.
Shani Chalisa Gujarat First

Shani Chalisa : શનિવારે શનિ દેવની પૂજા અને શનિ ચાલીસા (Shani Chalisa) નો પાઠ કરવો ખાસ લાભદાયી માનવામાં આવે છે. શનિ ચાલીસાના નિયમિત પઠનથી શનિની પનોતિ અને ખરાબ થયેલ ગ્રહદશામાં રાહત થાય છે. શનિ ચાલીસાને હનુમાન ચાલીસા (Hanuman Chalisa) જેટલું જ શક્તિશાળી માનવામાં આવે છે. આ ચાલીસાના નામ માત્રથી લોકોને નડતી મોટી સમસ્યાઓ સરળતાથી દૂર થાય છે. શનિ ચાલીસામાં વર્ણવેલ શનિ ભગવાનના મહત્વનું જો તમે પાઠ કરો છો તો તમારા પર શનિદેવની વિશેષ કૃપા થશે.

શનિવારે શનિ ચાલીસાના પઠનનું મહત્વ

શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર શનિવારે (Every Saturday) સવારે વહેલા ઉઠીને સ્નાનાદીથી પરવારીને શનિ મંદિરમાં ભગવાન શનિ (Lord Shani) ની પૂજા-અર્ચના કરવી જોઈએ. ત્યારબાદ મંદિરમાં રહેલા પીપળાના ઝાડ નીચે આસન પાથરો. આ આસન પર બેસીને શનિ ચાલીસાનો પાઠ કરો અને મનમાં શનિદેવનું સ્મરણ કરો. જો વહેલી સવારે આ શક્ય ન હોય તો સાંજે પણ શનિ ચાલીસાનો પાઠ કરો. શનિ ચાલીસા ઘરે કરો તો ઘરના મંદિર સામે અથવા સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો તે સ્થળે પણ શનિ ચાલીસાનો પાઠ કરી શકાય છે. દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે. ઉપરાંત આ ચાલીસાના પાઠ કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શનિ ચાલીસાનો નિયમિત પાઠ કરનાર શનિ દોષથી બચી શકે છે.

આ પણ વાંચોઃ  Rashifal 7 June 2025 : આ રાશિના જાતકોને આજે જીવનસાથીનો મળશે સહયોગ

શનિ ચાલીસાના પઠનથી થતા ફાયદા

શનિ ચાલીસાના નિયમિત પઠનથી વ્યક્તિમાં અને તેની આસપાસના પરિસરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વ્યક્તિ આર્થિક સંકટ તરફથી ધીરે ધીરે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે છે. જો તમે વેપાર કરતા હોવ તો આપને ભાગીદારીમાં કે નવો ઉદ્યોગ કરવામાં સરળતા સામે ચાલીને પ્રાપ્ત થાય છે. જો તમે નોકરી કરતા હોવ તો તમને પ્રમોશન કે બઢતીની તકો પ્રાપ્ત થાય છે. શનિ ચાલીસાના નિયમિત પઠનથી તમારામાં માનસિક શાંતિ પણ વ્યાપે છે. જેનાથી આપની આસપાસ રહેલા લોકો આપનાથી પ્રસન્નતા અનુભવે છે.

મોટા સંકટ કે પનોતિ દૂર થાય છે

શનિ દેવને સંકટહરનાર દેવ પણ ગણવામાં આવે છે. જો તેમની કૃપા હોય તો આપ ગમે તેવા મોટા સંકટમાંથી પણ બચી શકો છો. શનિ ચાલીસા સૌથી મોટા સંકટ ગણાતા શનિની પનોતિમાંથી પણ ઉગારી શકવા સક્ષમ છે. જો કોઈ શારીરિક રોગથી તમે પીડાતા હોવ અને શનિ ચાલીસાના નિયમિત પાઠ કરો છો તો આ પીડામાં પણ આપને રાહત થઈ શકે છે. આપના પરિવારજનોમાં આપના માતા-પિતા, પત્ની, બાળકો પર આવી પડેલ કોઈપણ પ્રકારના સંકટ હળવું કરવા માટે શનિ ચાલીસા ખૂબ જ સક્ષમ છે. શનિ ચાલીસા કરવાથી શનિ દેવની વિશેષ કૃપા વ્યક્તિ પર થાય છે. જો તમે દર શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરો છો, તો તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ વ્યાપેલ રહેશે.

આ પણ વાંચોઃ  Nirjala Ekadashi 2025 : ભગવાન વિષ્ણુના પ્રિય પર્વના મર્મ, મહત્વ અને માહાત્મ્ય વિશે જાણો વિગતવાર

Tags :
Benefits of Shani ChalisaBusiness SuccesseffectsGujarat FirstGUJARAT FIRST NEWSImportancepeace and prosperityShani ChalisaShani Chalisa on Saturday Shani DoshaShani Devto remove negativity
Next Article