Shivling Pooja : શિવલિંગની પૂજા અને પરિક્રમાના કેટલાક નિયમો જાણો, આજે સોમવારથી જ અનુસરો
- Lord Shiva ની કૃપા શિવલિંગની પૂજા અને પરિક્રમા સિવાય અધૂરી છે
- Shivling ની પૂજા અને પરિક્રમા કરવાના કેટલાક ચોક્કસ નિયમો છે
- Shivling ની પરિક્રમા કરતી વખતે કદાપિ સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ
Shivling Pooja : આજે સોમવારે ભક્તો શિવ મંદિરમાં ઉમટી પડશે અને મહાદેવજી (Lord Shiva) ની પૂજા-અર્ચના કરશે. ભગવાન શંકરની પૂજા શિવલિંગ (Shivling) ની પૂજા અને પરિક્રમા વિના અધૂરી છે. જો કે શિવલિંગ પૂજા અને પરિક્રમા માટેના કેટલાક નિયમો છે જેનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો મહાદેવજીની કૃપા અધૂરી રહી જાય છે. આવા જ કેટલાક નિયમો વિશે અમે આપને અહીં જણાવીશું. જેનું નિયમિત પાલન કરવાથી આપ પર મહાદેવજીની વિશેષ કૃપા થશે.
શિવલિંગની અડધી પરિક્રમા પાછળનું રહસ્ય
હિન્દુ શાસ્ત્રોમાં આદેશ છે કે ભગવાન શંકર (Lord Shiva) ની પ્રદક્ષિણા કરતી વખતે સોમસૂત્ર (SomaSutra) નું ઉલ્લંઘન ન કરવું જોઈએ. શિવલિંગની નિર્માલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. સોમસૂત્ર શક્તિનો સ્ત્રોત છે, તેથી ભકતોના પગ તેને ઓળંગે ત્યારે શરીર અને મન પર પ્રતિકુળ અસર થાય છે. તેથી, શાસ્ત્રોમાં શિવજીનો ફક્ત અર્ધચંદ્ર આકારનો પ્રદક્ષિણા કરવાનો આદેશ છે.
સાચી પ્રદક્ષિણા કઈ રીતે કરવી ?
મહાદેવજીની પૂજા જેટલી અગત્યની છે તેટલી જ અગત્યની છે શિવલિંગની પૂજા અને પરિક્રમા. શિવલિંગની પરિક્રમા માટે હિન્દુ ધર્મમાં ચોક્કસ નિયમો વર્ણવવામાં આવ્યા છે. શિવલિંગ માટે આદર્શ પરિક્રમા છે 'શિવશ્યાર્થ પ્રદક્ષિણા'. જેનો અર્થ એ છે કે શિવજીની માત્ર અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. ભગવાન શિવલિંગની પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરીને જલધારી એટલે કે પાણીના સ્ત્રોતની બહાર નીકળેલા ભાગ સુધી જવી જોઈએ અને પછી વિરુદ્ધ દિશામાં પાછા ફરવું જોઈએ અને બીજા છેડે આવીને પરિક્રમા પૂર્ણ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ Shani Chalisa : શનિદેવને અત્યંત પ્રિય એવી શનિ ચાલીસાના પ્રભાવ વિશે જાણો વિગતવાર
શિવલિંગની પૂજાના નિયમો
હિન્દુ ધર્મમાં મહાદેવ મંદિરોમાં જોવા મળતા શિવલિંગનું ખાસ માહાત્મ્ય છે. શાસ્ત્રો અને પૂરાણોમાં શિવલિંગને જ્યોતિ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર ચંદ્ર ગણાય છે. તેથી જ શિવલિંગની પૂજા માટે કેટલાક ચોક્કસ નિયમો અને સામગ્રી નક્કી કરવામાં આવી છે. વહેલી સવારે ઉઠીને સ્નાનાદીથી પરવાર્યા બાદ ઉત્તર દિશામાં સ્થાપિત થયેલા શિવલિંગ પર પહેલા ગંગા જળ (Ganga Jal) થી અભિષેક કરો. ત્યારબાદ દહીં, દૂધ અને ઘી સહિતની વસ્તુઓથી શિવલિંગ પર અભિષેક કરો. આ અભિષેક બાદ શિવલિંગ પર ચંદનનો ત્રિપુંડ કરો. ચંદનના ત્રિપુંડ બાદ ફૂલોની માળા અને બિલીપત્ર (Bilipatra) ના પાન અર્પણ કરો. આટલું કર્યા બાદ દીવો પ્રગટાવો અને મહાદેવજીની આરતી કરો. આપ શિવ ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. ભગવાન અને શિવલિંગની પૂજા થઈ ગયા બાદ ભોગમાં ધરાવેલ પ્રસાદ પ્રેમથી સૌ કોઈમાં વહેંચો.
આ પણ વાંચોઃ Suryadev Poojan : આવતીકાલે રવિવારે સૂર્યદેવની કૃપા મેળવવા કરો આ ખાસ અનુષ્ઠાન