Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Spiritual: પંચતત્વ મુજબ બાર રાશિ, જાણો તમારી રાશિનો સ્વભાવ અને ગુણધર્મો

દરેક રાશિ પર પંચતત્વોનું વર્ચસ્વ હોય છે. આપણા સનાતન ધર્મમાં 12 રાશિ હોય છે. જેમ કે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ 12 રાશિનું ચાર તત્વોમાં વિભાજન થાય છે. આવો આ અંગે વિસ્તારથી સમજીએ..
spiritual  પંચતત્વ મુજબ બાર રાશિ  જાણો તમારી રાશિનો સ્વભાવ અને ગુણધર્મો
Advertisement
  • Spiritual: આધ્યાત્મિક મહાશક્તિ
  • અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ, કયા તત્ત્વમાં આવે તમારી રાશિ?
  • પંચતત્વનો પ્રભાવ, રાશિ પ્રમાણે વ્યક્તિત્વની ઓળખ
  • તત્ત્વ પ્રમાણે બાર રાશિનું વર્ગીકરણ અને તેમના વિશેષ ગુણો
  • રાશિ અને પંચતત્વ: સ્વભાવ, ગુણ અને વર્તનની સંપૂર્ણ સમજ

Spiritual: સામાન્ય રીતે લોકો પોતાનું ભવિષ્ય (Future) જાણવા માટે રાશિ જોતા હોય છે. જેમાં દિવસની રાશિ, સાપ્તાહિત, માસિક અથવા વાર્ષિક રાશિ જોવામાં આવતી હોય છે. પણ શું તમે ક્યારેય રાશિના તત્વો અને તેના પ્રભાવ વિશે વિચાર કર્યો છે ખરો? રાશિ તો ઘણી વાંચી હશે પણ હવે તેના તત્વ અને પ્રભાવ વિશે પણ માહિતી મેળવો. અને એ પણ જાણો કે, દરેક રાશિ પર પંચતત્વોનું વર્ચસ્વ હોય છે.

Spiritual 01_GUJARAT_FIRAST

Advertisement

Spiritual: 12 રાશિના તત્વ અને પ્રભાવ

મેષ

રાશિનું તત્ત્વ છે અગ્નિ, રંગ લાલ છે. આ રાશિના જાતકોનો એક વિશેષ ગુણ એ છે કે, તેઓ એક સ્થાન પર લાંબા સમય સુધી નથી ટકી શકતા. પરંતુ મેષ (Aries) રાશિના જાતકોમાં હિંમત પુષ્કળ જોવા મળે છે. તેઓ કોઈ પણ પરિસ્થિતીનો સામનો મક્કમતાથી કરતા હોય છે.

Advertisement

વૃષભ

રાશિનું રૂપ બળદનું છે.
વૃષભ રાશિ પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલી છે. જો આ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો, તેઓ સંવેદનશીલ સ્વભાવ ધરાવતા હોય છે. સાથે જ શાંત અને સ્થિર હોય છે.

મિથુન

આ રાશિનું રૂપ નરનારીનું છે. મિથુન રાશિનું તત્ત્વ વાયુ છે. મિથુન રાશિના જાતકો મોટાભાગે અસમંજસમાં રહે છે. આ જ કારણે તેમને કોઈ પણ સ્થિતિમાં નિર્ણયો લેવામાં વાર લાગતી હોય છે.

કર્ક

કર્ક રાશિનું સ્વરૂપ કરચલાનું છે. તો આ રાશિનું તત્ત્વ જળ છે. આ રાશિના જાતકોનો જાતકોનો સ્વભાવ શાંત, શીતળ અને ભાવુક હોય છે. આ લોકો ખૂબ સરળતાથી બીજા લોકો પર વિશ્વાસ કરે છે.

સિંહ

સિંહ રાશિ સ્વરૂપ પણ સિંહ છે. આ રાશિનું તત્વ પણ અગ્નિ છે. આ રાશિના જાતકો સારી લીડરશીપ કરી શકે છે.

કન્યા

કન્યા રાશિ એટલે નામની જેમ જ નારીનું સ્વરૂપ છે. આ રાશિ પૃથ્વી (Earth) તત્વ સાથે સંકલિત છે. કન્યા રાશિના જાતકો સંવેદનશીલ અને ભાવુક સ્વભાવ ધરાવે છે. સાથે જ થોડા જિદ્દી પણ હોય છે. આ લોકો કોઈ પણ પ્રતિક્રિયા અથવા સ્પષ્ટિકરણ સ્પષ્ટરીતે દર્શાવી નથી શકતા.

તુલા

વાત કરીએ તુલા રાશિની, તો આ રાશિનું સ્વરૂપ ત્રાજવું છે. જોવા જઈએ તો ત્રાજવું સંતુલન દર્શાવે છે. તો તુલા રાશિનું તત્વ વાયુ (Air) છે. આ રાશિમાં આવતા લોકોનો સ્વભાવન સંબંધ, વ્યવહારમાં સંતુલન રાખવાનો છે.

વૃશ્ચિક

હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. આ રાશિનું રૂપ એક વીંછીનું છે. આ રાશિ જળ તત્વ ધરાવે છે. વૃશ્ચિક રાશિના લોકોનો સ્વભાવ મહાત્વાકાંક્ષી હોય છે. તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત કઠોર પરિશ્રમ (Hard work) કરતા રહે છે. સાથે જ વૃશ્ચિક રાશિના જાતકોમાં દૂરદર્શીતા હોય છે.

ધન

નરના હાથમાં ધનુષ જેવું સ્વરૂપ હોય છે ધન રાશિનું. ધન રાશિનું તત્ત્વ અગ્નિ છે. જ્યારે ગ્રહ ગુરુ છે. ધન રાશિ નામવાળા લોકો જ્ઞાનિ અને સમજદાર હોય છે. પરંપરા અને રિત-રિવાજને આગળ વધારનારા હોય છે. તેમનો સ્વભાવ શાંત અને સ્થિર હોય છે. સૌકોઈનું માન-સન્માન જાળવવામાં પણ આગળ હોય છે.

મકર

મકર રાશિનું રૂપ હરણ છે. પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલી છે મકર રાશિ. મકરના જાતકો પરિશ્રમી હોય છે. પોતાના ધ્યેય માટે આક્રમકતા ધરાવે છે. પોતાના કેરિયર (Career) માટે ઓરિએન્ટેડ (Oriented) પણ હોય છે.

કુંભ

કુંભ રાશિની વાત કરીએ તો, એક પુરુષ ખભા પર કળશ લઈને ઉભો હોય તેવું તેનું સ્વરુપ છે. આ રાશિનું તત્વ વાયુ છે. કુંભ રાશિના જાતકો ઉતાવળે નિર્ણય લેનારા હોય છે. તો તેમની સારી વાત એ છે કે, બગડેલા કામ બનાવવાની તેઓ ક્ષમતા ધરાવતા હોય છે.

મીન

મીન રાશિનું સ્વરૂ બે માછલીનું ચિહ્ન છે. મીન રાશિનું તત્વ જળ છે. આ જાતકોનો સ્વભાવ ચંચળ હોય છે. જેમ માછલી એક સ્થળ પર ટકી નથી શકતી, તેમ જ આ લોકો પણ પોતાના નિર્ણયોને વારંવાર બદલતા હોય છે.

Spiritual 02_GUJARAT_FIRAST

આ પણ વાંચો------ Rashifal 2026: કેવું રહેશે તમારું વર્ષ 2026? જાણો કઈ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર, અને કોણે રહેવું પડશે સાવધાન?

આ પણ વાંચો-------જાન્યુઆરીમાં સર્જાશે શુક્રાદિત્ય રાજયોગ, આ ત્રણ રાશિઓ પર લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે

Tags :
Advertisement

.

×