Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Suryadev Poojan : આવતીકાલે રવિવારે સૂર્યદેવની કૃપા મેળવવા કરો આ ખાસ અનુષ્ઠાન

રવિવારે સૂર્યદેવ (Suryadev) ની કૃપા મેળવવા કેટલીક ખાસ પૂજા અર્ચના, મંત્રજાપ અને ચોક્કસ વસ્તુઓનું દાન કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. વાંચો વિગતવાર.
suryadev poojan   આવતીકાલે રવિવારે સૂર્યદેવની કૃપા મેળવવા કરો આ ખાસ અનુષ્ઠાન
Advertisement
  • હિન્દુ શાસ્ત્રોમાં રવિવારને Suryadev ને સમર્પિત માનવામાં આવે છે
  • 108 વખત 'ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો
  • આ દિવસે જરૂરિયાતમંદોમાં ઘઉં અને ગોળનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે

Suryadev Poojan : આવતીકાલે 8મી જૂનના રોજ રવિવાર છે. રવિવારને સૂર્યદેવ (Suryadev) નો વાર ગણવામાં આવે છે. જો રવિવારે કેટલીક ચોક્કસ પ્રકારની પૂજા અર્ચના, ખાસ મંત્રજાપ અને યોગ્ય ચીજવસ્તુઓનું દાન યોગ્ય પાત્રને કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. જો રવિવારે સૂર્યદેવને પ્રસન્ન કરતા ખાસ અનુષ્ઠાન કરવામાં આવે તો આ ઊર્જાના સ્ત્રોત સમાન દેવની વિશેષ કૃપા મેળવી શકાય છે.

રવિવારે કરો સૂર્યદેવને પ્રસન્ન કરતા અનુષ્ઠાન

હિન્દુ શાસ્ત્રોમાં રવિવારને સૂર્ય ભગવાન (Suryadev) ને સમર્પિત માનવામાં આવે છે. ભકતો રવિવારે વિધિ-વિધાનથી સૂર્ય ભગવાનની પૂજા કરે છે અને સવારે વહેલા ઉઠ્યા પછી સૂર્યને પાણી પણ અર્પણ કરે છે. વહેલી સવારે સૂર્યને જળ અર્પણ કરવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવામાં આવેલ છે. સૂર્યદેવને જળ ચઢાવવાથી સૂર્યમાંથી પસાર થતા કિરણોનો પ્રકાશ અને હકારાત્મક ઊર્જા શરીરને મળે છે. જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તો તમારે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી, લાલ ફૂલો, અક્ષત, રોલી અને ગોળ નાખો. આ પછી આ પાણી સૂર્ય દેવને અર્પણ કરો. સાથે જ 'ૐ આદિત્યાય નમ:' મંત્રનો જાપ કરો. દર રવિવારે આ ઉપાય કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. આ રવિવારનો ઉપાય વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે.

Advertisement

આ પણ વાંચોઃ  Shani Chalisa : શનિદેવને અત્યંત પ્રિય એવી શનિ ચાલીસાના પ્રભાવ વિશે જાણો વિગતવાર

Advertisement

108 વખત 'ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ' મંત્રનો જાપ

રવિવારે સવારે સ્નાન કર્યા બાદ વ્યક્તિએ નારંગી, સોનેરી, ગુલાબી અથવા લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. રવિવારે ઓછામાં ઓછા 108 વખત 'ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિની મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકે છે. આમ કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે. જેના પરિણામે તેનું સમાજમાં માન-સન્માન વધે છે. એવું માનવામાં આવે છે કે દર રવિવારે ભક્તિભાવથી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરનું વાતાવરણ ખુશ ખુશાલ બને છે.

ચોક્કસ વસ્તુઓનું દાન

રવિવારે કેટલીક વસ્તુઓનું દાન કરવાને ખાસ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોમાં ઘઉં અને ગોળનું દાન કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ ઉપાય કરવાથી પરિવારના સભ્યોને જીવનમાં પ્રગતિ મળે છે અને મહત્વપૂર્ણ કાર્યોમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. યાદ રાખો કે રવિવારે સાંજે ભૂલથી પણ મીઠું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી અશુભ પરિણામો મળી શકે છે.

આ પણ વાંચોઃ  Hindutva : ‘હિન્દુ-દર્શન' એ સાચા અર્થમાં વૈશ્વિક દર્શન'

(ડીસ્કલેમરઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી ધાર્મિક માન્યતાઓ પરથી લેવામાં આવી છે. આ માહિતી આપની જાણકારી સારુ છે. આ માહિતીની અસરકારકતાની Gujarat First પુષ્ટી કરતું નથી.)

Tags :
Advertisement

.

×