Dream Astrology : શું તમને પણ સપનામાં સાપ કરડ્યો છે? જાણો આ સંકેત શુભ છે કે અશુભ
- Dream Astrology : સ્વપ્નમાં સાપનું કરડવું એ જીવનમાં આવનારા છુપાયેલા દુશ્મનો કે ષડયંત્રનો સંકેત છે.
- જો સપનામાં સાપ કરડવામાં નિષ્ફળ જાય, તો તે નજીકના ભવિષ્યમાં મળનારી મોટી સફળતાની નિશાની છે.
- સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સાપ કરડવાનું દ્રશ્ય ભવિષ્યમાં આવનારી ગંભીર બીમારી વિશે ચેતવણી આપે છે.
- સપનામાં સાપ કરડવો એ તમારા મનમાં દબાયેલા ક્રોધ અને માનસિક પડકારોનું પ્રતીક હોઈ શકે છે.
- ડરામણા સપનાની નકારાત્મક અસરોથી બચવા માટે ભગવાન શિવની આરાધના છે શ્રેષ્ઠ ઉપાય.
Dream Astrology : ઘણા લોકોને રાત્રે ઊંઘમાં સપના આવતા હોય છે. આ સપના કેટલીક વખત ભયાનક હોય છે. જો કે રાત્રે આવતા સપનાઓ (Dreams) માત્ર મનનો ભ્રમ નથી હોતા, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ તે ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો એક ચોક્કસ અર્થ હોય છે. તેમાંથી સૌથી વધુ ડરામણું અને ગૂંચવણભર્યું સ્વપ્ન હોય છે. સપનામાં 'સાપનું કરડવું' તેનો પણ અર્થ અલગ છે. લોકો ઘણીવાર આવા સપના જોઈને ફફડી ઉઠતા હોય છે પરંતુ શું મે જાણો છો કે સાપ કરડવાના સપનાના સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓ હોય છે?
Dream Astrology : સ્વપ્નમાં સાપ કરડવાના સંકેત ?
1. છુપાયેલા કાવતરાનો ભય :
જો સ્વપ્નમાં સાપ કરડે છે, તો તે ચેતવણી આપે છે કે તમારી આસપાસ કોઈ છુપાયેલ દુશ્મન (Hidden Enemy) સક્રિય છે. કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ ષડયંત્ર ઘડી રહ્યું હોય અથવા તમારી છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું બની શકે છે. આવા સમયે સાવચેત રહેવું હિતાવહ છે.
2. ક્રોધ અને માનસિક તણાવ :
સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સાપ કરડવો એ તમારા મનમાં દબાયેલા ગુસ્સાનું પ્રતીક છે. તે સૂચવે છે કે તમે જીવનમાં કોઈ પડકાર અથવા સમસ્યાથી ઘેરાયેલા છો જેના કારણે તમે અસંતુષ્ટ છો.
3. સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી :
ધાર્મિક અને સ્વપ્ન વિજ્ઞાનના કેટલાક ગ્રંથો અનુસાર, સાપ કરડવાનું સ્વપ્ન ભવિષ્યમાં આવનારી કોઈ ગંભીર બીમારી (Serious Illness) તરફ પણ ઈશારો કરે છે. આ એક પ્રકારની એલાર્મ સિસ્ટમ છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ.
4. નિષ્ફળ હુમલો એટલે મોટી સફળતા :
જો તમે સ્વપ્નમાં જુઓ છો કે સાપ તમને કરડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે નિષ્ફળ (Failed Attack) જાય છે, તો આ અત્યંત શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારી મુશ્કેલીઓનો અંત આવશે અને તમે કોઈ મોટા કાર્યમાં વિજય મેળવશો.
શું કરવું જોઈએ?
જો તમને વારંવાર આવા ડરામણા સપના આવતા હોય, તો જ્યોતિષીઓ ભગવાન શિવ (Lord Shiva)ની પૂજા કરવાની સલાહ આપે છે. શિવલિંગ પર જળાભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે અને સપનાની નકારાત્મક અસરો ઓછી થાય છે.
નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. Gujarat First તેની સત્યતા કે ચોકસાઈની પુષ્ટિ કરતું નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લેવા વિનંતી.


